National

આગામી 10 દિવસમાં દેશમાં શરૂ થશે દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ

નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. સાથે જ આપણા દેશમાં બે કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી મળી ગઇ છે. એવામાં આજે રસીકરણ અંગે સારા સમાચાર આવ્યા છે. જાહેરાત કરવામાં આવી છે કે સરકાર આગામી 10 દિવસમાં રસીકરણ શરૂ કરી શકે છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યું હતું કે ડ્રાય રનના ડેટાના આધારે સરકાર 10 દિવસમાં રસીકરણ શરૂ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને નોંધણી કરવાની જરૂર નહીં પડે, કેમ કે તેમના ડેટાને પહેલેથી જ કો-વિન વેકસીન ડિલિવરી (CoWin) મેનેજમેન્ટ સિસ્ટમમાં ઉમેરાયેલા છે.

ભૂષણે કહ્યું કે દેશમાં 4 પ્રાથમિક રસી સ્ટોર્સ બનાવવામાં આવી છે. આ કરનાલ, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતામાં હશે. આ ઉપરાંત દેશમાં 37 રસી કેન્દ્રો હશે. અહીંથી રસી સંગ્રહિત કરવામાં આવશે અને તેનું આગળ વિતરણ કરવામાં આવશે. જણાવી દઇએ કે દેશમાં કોરોનાનો ભય ભલે ઘટ્યો હોય પણ આત્યાર સુધી યુકેમાં મળેલા કોરોનાના નવા પ્રકારના દેશમાં 58 કેસ મળી ચૂક્યા છે. આ આંકડો ચિંતાજનક છે.

બીજી બાજુ ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે. બંને કંપનીઓે એક જોઇન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યુ છે કે હવે ભારતમાં કટોકટીના ઉપયોગ માટે બે કોરોના રસીઓને મંજૂરી આપવામાં આવી છે, અમારું ધ્યાન રસી બનાવવા, સપ્લાય કરવા અને વિતરણ કરવા પર છે. અમારી સંસ્થાઓ દેશના હિતમાં આ કામ કરવાનું ચાલુ રાખશે અને આગળ વધશે ‘. નિવેદનના અંતે, એવું કહેવામાં આવે છે કે બંને કંપનીઓ રસી દેશ અને વિશ્વમાં સાથે લાવવાનું વચન આપે છે.

જણાવી દઇએ કે સરકારે CoWIN નામની એક ડિજિટલ એપ્લિકેશન બનાવી છે. જેમાં આખી રસીકરણ પ્રક્રિયા વિશેની નાનામાં નાની માહિતી હશે. બીજી બાજુ એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (Airports Authority of India AAI) પૂણેમાં IAF (Indian Air Force) ની 2.5 એકર જમીન મેળવવાની ડીલ ફાયનલ કરવાની તૈયારીમાં છે. SIIથી કોરોનાની રસી દેશભરમાં વિવિધ શહેરો સુધી પહોંચાડવા માટે અહીંથી પ્લેન સેવા શરૂ કરાશે. અને IAFના કબજાની આ જમીન SIIની નજીક છે. જેથી અહીંથી કોરોના રસીઓને લાવા લઇ જવાનું કામ સરળ બનશે. આ સિવાય દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદ સહિતના આંતરરાષ્ટ્રીય હવાઇમથકો પર કોરોના રસીના પરિવહન માટે તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top