સુરત: સમગ્ર ગુજરાતમાં (Gujarat) પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંત તરફ છે. ત્યારે આજરોજ વહેલી સવારના રોજ સુરતના (Surat) વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. રાત્રિ...
એશિયા: ચીન (China) અને અમેરિકા (America) પર એશિયા પેસિફિક દેશોને બેઇજિંગ વિરુદ્ધ ઉશ્કેરવાનો અને ચીનને આ દેશોના સમર્થનને ‘હાઇજેક’ (Hijack) કરવાનો આરોપ...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીનો (Election) ગરમાવો વધી ગયો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM તમામ પક્ષોની જેમ આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીની...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા તમામ પાર્ટી (Party) સક્રિય દેખાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ (AAP) ચૂંટણી પહેલા પાર્ટીના...
ગાંધીનગર: દેશમાં કોરોનાની (Corona) ઝપેટમાં અનેક રાજ્યો આવી પહોંચ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યોમાં ફરી કોરોના સંક્રમિતનોની સંખ્યામાં વધારો થયો છે....
દિલ્હી: રાજસ્થાનની (Rajasthan) અશોક ગેહલોત સરકારમાં દિલ્હીમાં (Delhi) મંત્રીના પુત્ર પર બળાત્કારનો (Rape) આરોપ લગાવનાર છોકરી પર દિલ્હીમાં હુમલાનો (Atatck) થયાના સમાચાર...
એ તો તમને ખબર જ છે કે સ્પ્રિંગને જેટલી જોરથી દબાવો એનાથી બમણી એ ઊછળે. કોઈ પર પણ પ્રતિબંધ મૂકો એટલે એનો...
સંત કબીરે – ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતે – લખ્યું હતું કે બિચારા ગોરસ(માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું...
કેનેડામાં શોન પેરિસ નામનો એક જાણીતો બ્લોગર છે. 6 વર્ષ પહેલાં તે કેનેડાની ઇન્ટેલિજન્સ એજન્સીમાં સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હતો અને શોખથી બ્લોગ...
1960 પછીના ત્રણ દાયકામાં ભારતના વિવિધ રાજયોમાં યા ભાષામાં એવા કેટલાક નાટકો થયા જે ‘રાષ્ટ્રીય ભંગભૂમિ’ના નાટકોની ઓળખ પામ્યા. આ નાટકોના કથાવસ્તુ...
ભરૂચ: સુરતના (Surat) ટ્રકમાલિકની ટ્રક (Truck) ગુમાનદેવ પાસે બ્રેકડાઉન (Breakdown) થઇ હોય તેની કાર લઈને ટ્રક રિપેર (Repair) કરાવવા આવ્યો હતો. તે...
ભારતના બંધારણની 51-A કલમ મુજબ ભારતના નાગરિકોની જે મૂળભૂત 11 ફરજો છે, તેમાં સાતમા નંબરની કલમ દ્વારા પર્યાવરણ અને જીવસૃષ્ટિની રક્ષાની જવાબદારી...
પ્રયાગરાજ: પ્રયાગરાજના અટાલામાં શુક્રવારની નમાજ બાદ થયેલા હંગામાના આરોપીઓના ઘરોને તોડી પડાયું હતું. હિંસાના માસ્ટર નોકરાણી જાવેદ પંપના ઘર પર બુલડોઝર ચાલ્યું હતું. ઘટનાસ્થળે...
બાળમિત્રો, કોરોના કાળમાં ઓનલાઇન એજ્યુકેશન શરૂ થયું પછી તો બધા બાળકો મોબાઇલ અને મોબાઇલના પ્રોગ્રામોથી ખૂબ પરિચિત થઇ ગયા છે. વોટસએપ, યુટયુબ,...
સુરત: લિંબાયતના નીલગીરી સર્કલ પાસે ઝઘડો (Quarrel) કરી રહેલા બે યુવકને ઝઘડો નહીં કરી ઘરે જવાનું કહેનાર લિંબાયત પોલીસના (Police) કોન્સ્ટેબલને ભારે...
માનવીના ગુફાવાસ દરમ્યાન બારણું તો હતું, જેથી તે અંદરબહાર આવજા કરી શકે. સિવિલાઈઝેશનની સાથે આ જ બારણું અપગ્રેડ થઈને ઝૂંપડીનું ફાટક, ઘરનું...
સુરત: સરથાણા વિસ્તારમાં ટોબેકોની (Tobaco) દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીના બે આરોપીને ક્રાઈમ બ્રાંચે (Crimebranch) શનિવારે (Saturday) ઝડપી પાડ્યા હતા. આરોપીઓ લક્ઝુરિયસ કાર...
હવે એક બીજી કથા ઉમેરવામાં આવી. કંસનો વધ તો થયો પણ એના સ્વજનો કંઇ વેર લીધા વિના રહે? એટલે જરાસંઘ એ વેર...
નુપુર શર્માએ પયગંબર સાહેબ વિરૂદ્ધ જે ટીપ્પણી કરી હતી તેને દેશ અને દુનિયા તમામ ઠેકાણે વખોડવામાં આવી રહી છે. કોઇપણ ધર્મ વિષે...
ખેતી, શાકભાજી, ફૂલ કે ફળો ઉગાડવા ધરતી અનુકૂળ જોઈએ. આબોહવા, માટી, વરસાદ કે સિંચાઇનું પાણી જોઈએ પણ જ્યાં ગ્રામ વિસ્તાર ઘટતો જાય...
એક જમાનામાં જ્યારે આપણે રમતગમતના ક્ષેત્રમાં હોકી સિવાય બધામાં માર ખાતા હતા ત્યારે માઈકલ ફરેરા અને ગીત સેઠી જેવાએ ઇન્ટરનેશનલ ચેમ્પિયન બનીને...
વર્ષ 2013માં વિજ્ઞાની – સંશોધક એન્જેલો વર્જીલન અને એમની ટીમ એવી રીતે રહી હતી કે જાણે મંગળ ગ્રહ પર રહેતા હોય. આ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની તાજેતરમાં પૂરી થયેલી 15મી સિઝનમાં કુલદીપ યાદવે પોતાની બોલીંગના જોરે જોરદાર પુનરાગમન કર્યું હતું અને તેણે 14...
અક્ષયકુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને “ 39 કરોડનો વકરો થતા આ વર્ષમાં સૌથી વધુ વીકએન્ડ મેળવનારી હિન્દી ફિલ્મોમાં ભલે બીજા સ્થાને આવી છે,...
બર્ટ્રાન્ડ રસેલનું નામ વીસમી સદીના મહાન ચિંતકોમાં લેવાય છે અને આ વર્ષ તેમની 150મી જન્મજયંતીનું વર્ષ છે. બર્ટ્રાન્ડ 1872ના વર્ષના 18,મેના રોજ...
અરુણ શૌરી જ્યારે નરેન્દ્ર મોદીના મોટા સમર્થક હતા, ત્યારે તેમણે 2013ની સાલમાં ભારતની ચીન વિશેની નીતિ ઉપર એક પુસ્તક લખ્યું હતું, જેનું...
નવીન કુમાર જિંદાલ અને નૂપુર શર્માને મુસ્લિમ ધર્મ અને મોહંમદ પયગંબર વિષેની ટિપ્પણીઓ ભારે પડી. ખાડી પ્રદેશના ત્રણ દેશોએ ત્યાં નીમાયેલા એલચીને...
રમેશભાઈ એક ઈમાનદાર અને ભલા ખેડૂત. ક્યારે પણ કોઈને હેરાન કરે નહીં. હંમેશાં બધાની મદદ કરવામાં આગળ રહે. ગામમાં બધા સાથે હળીમળીને...
સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલના (Smimer Hospital) કેમ્પસમાંથી આજે સવારે દારૂની (Alcohol) ખાલી બોટલ મળી આવી હતી જેનો વિડીયો આમ આદમી પાર્ટીના મહિલા...
સુરત: (Surat) કરોડો રૂપિયાનું ઉઠમણું કરનાર જે. દાઢી ઉર્ફે જયેશ રેશમવાલાનું વધુ એક કૌભાંડ (Scam) બહાર આવ્યું છે. જયેશે તેના સગા નાના...
“જો પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો લોકો માંસ-મચ્છી ખાઈ શકશે નહીં,” – મમતા બેનર્જી
વિરાટ કોહલી બન્યા એશિયા ‘કિંગ’, શોએબ મલિકનો આ મોટો રેકોર્ડ તોડ્યો
ઈરાન સંઘર્ષ અંગે બેઠક: સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ પ્રધાનો ઇસ્લામાબાદ પહોંચ્યા
અમેરિકામાં ‘નો કિંગ્સ’ પ્રદર્શન: ટ્રમ્પની નીતિઓ, ફુગાવા અને ઈરાન સાથેના યુદ્ધ સામે લોકો રસ્તા પર ઉતર્યા
મન કી બાતમાં PM મોદી: યુદ્ધથી વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ સંકટ, અફવાઓમાં ન આવો, સરકાર પર ભરોસો રાખો
તરસાલી આઈટીઆઈ પાસે હિટ એન્ડ રન: પેટ ડોગ સાથે ફરવા નીકળેલા યુવકને મોપેડની ટક્કર, ચાલક ફરાર
માણેજા ક્રોસિંગ પાસે ટેન્કરે પાછળથી ટક્કર મારતા કાર ડિવાઈડર પર ચડી ગઈ, ચાલક ફરાર
એલેમ્બિક, ઇન્ટાસ, લ્યુપિન, યુપીએલમા પારૂલ યુનિ.ના વિધાર્થીઓને જોબ ઓફર
નેશનલ હાઈવે-૪૮ પર ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રન: ટ્રેલરની ટક્કરે ૪૩ વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત
ઈશાન-ક્લાસેન પાર્ટનરશિપે ફેરવી મેચ: SRHએ RCBને 202 રનનો ટાર્ગેટ આપ્યો
ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ વિવાદમાં: બુટલેગરના પુત્રનો બિયર પીતો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ
પ્રધાનમંત્રી મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી: હોર્મુઝ સ્ટ્રેટ અને વેપાર અંગે ચર્ચા કરી
માણેજા ક્રોસિંગ પાસે ચાલુ એક્ટિવામાં ધુમાડો નીકળ્યા બાદ અચાનક ભીષણ આગ
ઉનાળાના કારણે ડ્રેસ-કોડમાં મહત્વપૂર્ણ છૂટછાટ, ગરમી વધતા વકીલોને કાળા કોટમાંથી રાહત
‘નરકમાં આપનું સ્વાગત છે’: ઈરાની અખબારમાં અમેરિકાને ચેતવણી
મધ્ય ગુજરાતમાં ભાજપની ચૂંટણી તૈયારી શરૂ, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મહત્વપૂર્ણ સંગઠન બેઠક યોજાઈ
સુરતમાં ખાનગી ક્લિનિક પર ગંભીર આરોપ: હેવી ડોઝથી 9 મહિનાના બાળકે ગુમાવ્યો જીવ
વડોદરા : ભાજપ નેતાના ભાઈ સહિતની ગેંગ દ્વારા મારામારી કરાઈ, વિડીયો પણ વાયરલ થયો છતાં FIR કેમ ના દાખલ થઈ ?
ઈરાન સંઘર્ષ પર ચર્ચા માટે આ ત્રણ દેશો પાકિસ્તાન જશે
આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું: ગ્વાલિયરમાં બનેલી ‘પ્રહાર’ LMG તૈયાર
બાંગ્લાદેશે IPL ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ હટાવ્યો: મંત્રીએ કહ્યું- રમતગમતને રાજકારણથી અલગ રાખો
સુરતમાં બે દિવસ પાણીની કટોકટી: લિંબાયત, ઉધના સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય બંધ
માંજલપુર વિસ્તારમાં આગામી 30 અને 31 માર્ચે પાણી પુરવઠો ખોરવાશે
મધ્ય પૂર્વમાં સંઘર્ષ વચ્ચે 2 ભારતીય LPG ટેન્કરોએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, 5 જહાજ હજુ પણ કતારમાં
IPL 19મી સિઝન શરૂ, RCB vs SRH વચ્ચે પ્રથમ મુકાબલો
ઈરાન તણાવ વચ્ચે PM મોદીએ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની નિંદા કરી, સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે કરી ટેલિફોનિક ચર્ચા
વડોદરા રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવો અનુભવ, રાજ્યના પ્રથમ ડિજિટલ લાઉન્જનો પ્રારંભ
રશિયા 1 એપ્રિલથી 4 મહિના માટે પેટ્રોલનું વેચાણ બંધ કરશે, ભારત પર થશે આ અસર
નડિયાદ પીજ ભાગોળ પાસે ખાડામાં પટકાતા એક્ટિવા ચાલક આધેડનું મોત, તંત્ર સામે નગરજનોમાં રોષ
IPL 2026 પહેલા ધોની આઉટ, કાફ સ્ટ્રેઇનથી પીડાતા બે સપ્તાહ આરામ કરવો પડશે
સુરત: સમગ્ર ગુજરાતમાં (Gujarat) પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંત તરફ છે. ત્યારે આજરોજ વહેલી સવારના રોજ સુરતના (Surat) વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. રાત્રિ દરમિયાન વીજળીના કડાકા તેમજ ગાજવીજ સાથે સુરતના ઘણાં વિસ્તારમાં મેઘરાજાનું (Monsoon) આગમન થયું હતું. ઉધના-વરાછા વિસ્તારમાં રોડ (Road) પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન સાથે વરસાદના પગલે અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.
સાઉથ વેસ્ટ મોનસૂન આગળ વધીને મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર સક્રીય થયું છે. દરમિયાન રવિવારે સવારે શહેરમાં મેઘરાજાનું આગમન થયું હતું. સુરત સિટીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં 2 મીમી થી લઇ 10 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર દક્ષિણ ભારતમાંથી ચોમાસુ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસમાં સુરત સહિત દ.ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
રવિવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં શનિવારે રાત્રે 12 વાગ્યાથી આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 3 મીમી, ઓલપાડ તાલુકામાં 2 મીમી, કામરેજમાં અડધો ઇંચ, પલસાણામાં 2 મીમી જ્યારે માંગરોળમાં 8 મીમી અને ચોર્યાસી તાલુકામાં 6 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે બારડોલી, માંડવી અને મહુવા તાલુકામાં વરસાદ પડ્યો ન હતો. સવારના સમયે સુરત સિટીમાં વરસાદી ઝાપટા બાદ ઉઘાડ નિકળ્યો હતો. વરસાદને પગલે ઠંડક પ્રસરતા તાપમાનનો પારો 2 ડિગ્રી નીચો ગયો હતો. શહેરનું મહત્તમ તાપમાન બપોર બાદ 32.2 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાક 10 કિ.મી રહી હતી.
સુબિરમાં ધોધમાર બે ઈંચ વરસાદ: પુર્ણા નદીમાં નવા નીર આવ્યા
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે પવનનાં સુસવાટા અને વિજળીનાં કડાકા-ભડાકામાં વરસાદી પડ્યો હતો. ડાંગ જિલ્લામાં શનિવારે ગિરિમથક સાપુતારા, વહીવટી મથક આહવા, શબરીધામ સુબિર, વ્યાપારી નગર વઘઇ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં સાંજે ભારે પવનનાં સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ પડતાં સર્વત્ર શીતલહેર વ્યાપી ગઈ હતી. સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓએ શુક્રવાર બાદ શનિવારે પણ વરસાદી માહોલમાં પ્રકૃતિનો આસ્વાદ માણવાની મજા પડી હતી.
સુબિર તાલુકાનાં ગામડાઓમાં શનિવારે સાંજનાં અરસામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા ચાલુ સીઝનમાં પહેલી વખત પુર્ણા નદીમાં નવા નીર આવ્યા હતા.ડાંગનાં સુબિર પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે સર્વત્ર ગામડાઓમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી. જેમાં ધોધમાર વરસાદનાં કારણે સુબિર તાલુકાની પુર્ણા નદી સહિત જંગલ વિસ્તારમાં આવેલા નાનકડા ઝરણા અને વહેળાઓ અધધ પાણીનાં પ્રવાહ સાથે ગાંડાતુર હાલતમાં જોવા મળી રહ્યા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શનિવારે સાંજનાં અરસામાં આહવા પંથકમાં 16 મીમી, સાપુતારા પંથકમાં 03 મિમી, વઘઇ પંથકમાં 0 મીમી, જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 57 મિમી અર્થાત 2.28 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.