Top News

More Posts

   The Latest

Most Popular

દિલ્હીની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટને ઘ્યાને લઇને બુધવારે માજી કેન્દ્રિય મંત્રી પી ચિગમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ તેમજ અન્યોને સમન્સ પાઠવ્યા છે.

સ્પેશિયલ જજ એમ કે નાગપાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, તેમના પુત્ર અને અન્યને સમન્સ પાઠવીને 7મી એપ્રિલે કોર્ટમા હાજર થવા જણાવ્યું છે. ચિદમ્બરમ, કાર્તિ ઉપરાંત ચાર્જશીટમાં કાર્તિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસએસ ભાસ્કર રમણ સહિતના નામો છે.

કોર્ટે કહ્યું હતું કે ચિદમ્બરમ પિતા-પુત્ર, કાર્તિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસએસ ભાસ્કર રમણ, આઇએનએક્સના માજી સીઇઓ પ્રતિમ મુખર્જી અને આઇએનએક્સ મીડિયા અને આઇએનએક્સ ન્યુઝ સહિતની છ કંપનીઓ સામે કેસ ચલાવવા માટે પુરતી સામગ્રી છે.

આ ચાર્જશીટ મની લોન઼્ડરિંગની કલમ 3ની સાથે કંપનીઓ દ્વારા કરાયેલા ગુનાની કલમ 70 લાગુ કરવામાં આવી છે, જે મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇ અનુસાર સજાને પાત્ર છે.
ચિદમ્બરમને 21 ઓગસ્ટ 2019ના રોજ આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇ દ્વારા હિરાસતમાં લેવાયા હતા.

16 ઓક્ટોબર 2019ના રોજ ઇડીએ તેમની સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. છ દિવસ પછી 22 ઓક્ટોબરે સર્વોચ્ચ અદાલતે સીબીઆઇ દ્વારા દાખલ કેસમાં તેમને જામીન આપ્યા હતા.

To Top