Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ચીન (China) બાદ ફરી ભારતમાં (India) કોરોનાનો (Corona) ખતરો જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતા કેન્દ્ર સરકારની (Central Government ) ચિંતામાં વધારો થયો છે. તેથી કેન્દ્ર સરકાર દ્વારા પાંચ રાજ્યોને પત્ર (latter) લખીને કોરોનાની નવી ગાઈડલાઈન (Guideline) બનાવવા અંગે સૂચન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમની સરકારને પત્ર લખ્યો છે.

કોરોનાના વધતા કેસોને જોઈ સરકાર ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પાંચ રાજ્યોને સતર્ક રહેવા અને ગંભીરતાથી તપાસ કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે આ રાજ્યોમાં દૈનિક કોરોના પોઝિટવ કેસોના રેટ વધી રહ્યા છે. એટલે કે દરરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વધુમાં તેમણે રાજ્યોને કહ્યું કે સ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરી નવી ગાઈડલાઈન બહાર પાડે.

દેશમાં એક તરફ કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફના દેશના આ પાંચ રાજ્યો દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ અને મિઝોરમમાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પાંચ રાજ્યોમાં છેલ્લા સાત દિવસમાં પોઝિટીવ રેટ અચાનક વધી ગયો છે. જેના કારણે કેન્દ્રએ આ રાજ્યોને એલર્ટ કર્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 113, હરિયાણામાં 336, કેરળમાં 353 અને મિઝોરમમાં 123 કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1109 કેસ નોંધાયા છે અને 43 લોકોના મોત થયા છે. ગુરુવારે દેશમાં 1033 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે ચીન અને અમેરિકામાં પણ કોરોના પોઝિટીવ રેટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને આ સાથે જ ચીનના મોટા શહેરોમાં લોકડાઉન લગાવવા જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. બીજી તરફ દુનિયાના અનેક દેશમાં BA.1નો નવો વેરિઅન્ટ XE મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ સાથે જ ભારતમાં પણ નવા વેરિઅન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. થાડા દિવસ અગાઉ મુંબઈમાંથી કોરોના નવો વેરિઅન્ટ મળી આવ્યો અને આજે ગુજરાતના વડોદરા શહેરમાંથી XE નામનો નવો વેરિઅન્ટ મળી આવ્યો હતો જે બાદ આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગઈ છે.

To Top