Dakshin Gujarat Main

એક બહેનપણીએ જ બીજી બહેનપણીની ઈજ્જત ઉતારી, ન્હાતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

નવસારી : જલાલપોર (JalalPure) તાલુકાના કૃષ્ણપુર (Krushnpure) ગામે બહેનપણીએ જ પરિણીતાનો ન્હાતો વિડીયો (Video) બનાવ્યો હતો. જે વિડીયો વાઇરલ (Viral) થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

  • વિડીયો વાઇરલ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો, બે આરોપીની ધરપકડ

મળતી માહિતી મુજબ, એક વર્ષ અગાઉ જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામે રહેતી પરિણીતા નવસારી ઘેલખડી પાટિયા પાસે માધવ કોમ્પ્લેક્ષમાં હતી. જ્યાં તે પરિણીતા બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી. ત્યારે તે પરિણીતાની બહેનપણી કાજલ જગુભાઈ ટંડેલે પરિણીતા ન્હાતી હતી તે સમયે એક વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો કાજલે મિત્તલભાઈ પ્રવિણભાઈ ટંડેલને મોકલ્યો હતો. ત્યારબાદ મિત્તલે તે પરિણીતાનો ન્હાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જે વિડીયો વાઇરલ થતા પરિણીતાએ જલાલપોર પોલીસ મથકે કાજલ અને મિત્તલભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી કરી કાજલ અને મિત્તલભાઈને ઝડપી પાડ્યા હતા. આ બાબતે આગળની તપાસ પી.આઈ. કે.બી. દેસાઈએ હાથ ધરી છે.

બેંકમાં ગયેલી સાદકપોરની યુવતી ગુમ થઇ
ઘેજ : બેંકમાં કામ અર્થે આવેલી ચીખલીના સાદકપોર ભવાની ફળીયાની યુવતી મામલતદાર કચેરીથી ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંટીકુમાર સંજયભાઈ હળપતિ (રહે.સાદકપોર ભવાની ફળીયા તા.ચીખલી) એ આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર બંટી હળપતિની બહેન તેજલ સંજયભાઈ રાઠોડને મગજની બીમારી હોય જે ગત તા.૦૭/૦૪/૨૦૨૨ ના રોજ બપોરના સમયે પોતાની પ્લેઝર મોપેડ નં જીજે ૨૧ એપી ૬૮૪૭ લઈને ચીખલી બેંક ઓફ ઇન્ડિયા ખાતે આવી હતી.

ત્યારબાદ તેણીએ પિતા સંજયભાઈને ફોન કરી મને માથું દુઃખે છે. અને ચક્કર આવે છે. મને કઈ ખબર પડતી નથી તેમ જણાવી મોપેડ ચીખલી મામલતદાર કચેરી ખાતે મૂકી તેણીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. ઉપરોક્ત હકીકત મુજબની માહિતી પિતાએ પુત્રને કરતા બહેનની શોધખોળ ચીખલી બજાર વિસ્તારમાં તેમજ સગા સંબંધી તેમજ ગામમાં કરતા કોઈ ભાળ નહીં મળતા ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હે.કો-સંદીપસિંહ ભૂપતસિંહ કરી રહ્યા છે.

Most Popular

To Top