કર્ણાટક: કર્ણાટકની (Karnataka) મેંગ્લોર યુનિવર્સિટીમાં (Mangalore University) હિજાબનો વિવાદ (Hijab vivad) અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે આજે 12 વિદ્યાર્થીનીઓ (Student) હિજાબ...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં એક અરજી(Petition) દાખલ કરવામાં આવી હતી. જેમાં 100 વર્ષથી જૂની ભારત(India)ની તમામ મસ્જિદો(mosque)ના સર્વેક્ષણની(survey) માંગ કરવામાં આવી...
મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ (Tarak Mehta ka oolta chashma ) લોકોમાં ચર્ચિત શો છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કોઈને કોઈ...
નવી દિલ્હી: નૈઋત્યનું ચોમાસુ(Southwest monsoon) આગામી બેથી ત્રણ દિવસમાં કેરળ(Kerala) આવી પહોંચે તેવી અપેક્ષા છે, જે ભારતના કૃષિ આધારિત અર્થતંત્રની જીવાદોરી સમાન...
સુરત: (Surat) કોરોના (Corona) કાળ અને ત્યારબાદ દેશમાં મોટાપાયે વીજળી સંકટથી બચવા માટે પેસેન્જર ટ્રેનોને (Train) અટકાવવામાં આવી હતી. હાલમાં ભારત કોરોનાની...
વ્યારા: ભારત સરકારના પંચાયતી રાજ વિભાગના ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ (Property Card) આપવાના આશયથી ડ્રોન (Drone) ટેકનોલોજી દ્વારા મિલકતોનો સર્વે...
ઉત્તર પ્રદેશ: મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે શનિવારે દેવબંદમાં જમિયત ઉલેમા -એ- હિંદની બેઠક યોજાઈ હતી. જેમાં જમીયતના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીદેશમાં ચાલી રહેલા...
સુરત: (Surat) વેસુ ખાતે વી.આર.મોલ (VR Mall) સામે આવેલા સુમન આવાસમાં રહેતા સૂર્યા મરાઠીના (Surya Marathi) સાગરીત કુખ્યાત રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ...
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) મહામારીથી હજી રાહત મળી નથી ત્યારે સમગ્ર વિશ્વમાં એક પછી એક બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. સમગ્ર...
સુરત: (Surat) લિંબાયત ઝોનમાં ડુંભાલ જળવિતરણ મથકની 750 મીમી વ્યાસની એમ.એસ.ડીસ્ટ્રીબ્યુશન નળીકામાં લીકેજ રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવશે આ કામ તા. 30...
સુરત: (Surat) સુરત જીએસટી (GST) વિભાગની મદદ લઇ મદયપ્રદેશના ઇન્દોર (Indore) શહેરના જીએસટી વિભાગના અધિકારીઓએ 200 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Bogus...
વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે થયેલા અકસ્માતના બનાવ બાદ મોડે મોડે જાગી હતી. પાલિકા દ્વારા શુક્રવારે ફક્ત ઢોરવાડા સીલ કરીને સંતોષ...
સુરત(Surat): ઉનાળા(Summer)ની ગરમી(Heat)થી બચવા માટે શહેરમાં મોટાભાગે લોકો એસી(AC) મુકાવે છે. પરંતુ ગામડાં(Village)માં નળિયાંની છતવાળાં મકાનો એસી વગર પણ ઠંડક(coolnes) આપી રહ્યાં...
વડોદરા : સરકારી વિભાગોમાં કેટલાક કિસ્સામાં અરજદારો ફાઈલો અટવાતા અથવા અધિકારીઓ બઢતી-બદલી માટે ગોડફાધરના શરણે જતા હોય છે. ગોડફાધરના પણ દ્વાર બંધ...
વડોદરા : વડોદરા શહેરમાં રોજ અલગ અલગ સ્થળે વાહન ચોરીની ઘટનો સામે આવતી હોય છે. અને પોલીસ ચોપડે નોધાય છે. જેની સામે...
વડોદરા : વડોદરાની ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ મળેલી માહિતીના આધારે શહેરના 15 સ્થળો પર દરોડા પાડી ગેરકાયદેસર...
વડોદરા : વડોદરા શહેરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુના વધતા જાય છે. ગુનાઓ વધે નહિ તે માટે પોલીસ એસીપી મેઘા તિવારીએ...
આણંદ : નડિયાદ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં વિશાળ જનમેદની એકત્ર કરવા માટે વિવિધ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પોલીસ...
વિદ્યાનગરના સીવીએમનો પ્લોટ સ્ટોન પરિવારે પચાવી પાડવા કોશીષ કરીઆણંદ : વિદ્યાધામ વિદ્યાનગરમાં શિક્ષણનો યજ્ઞ ચલાવતા ચારુતર વિદ્યામંડળના ખાલી પ્લોટ પર સ્ટોન પરિવારે...
સુરત (Surat) : હાલમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સુરતીઓનો દમણમાં ફરવા જવા માટે ધસારો છે. ખાસ કરીને દારૂ અને બિયરના...
નડિયાદ: નડિયાદમાં આવેલ વૈશાલી ગરનાળાને રૂપિયા 690.53 લાખના ખર્ચે પહોળું કરવાની કામગીરીનું ઓગસ્ટ-2021 માં ખાતમૂહ્રર્ત કર્યાં બાદ નઘરોળ તંત્ર દ્વારા તેની કામગીરી...
વલસાડ : બે વર્ષ પહેલા કોરોના (Corona) મહામારીના લીધે જાહેર પરિવહન સેવા કેટલાક સમય સુધી સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. આંશિક સ્પેશિયલ...
બહુ ઓછાં લોકોને ખબર હશે કે વેશ્યા શબ્દ વ્યવસાય ઉપરથી બન્યો છે. જે વ્યવસાય કરે તે વેશ્યા. વૈશ્ય શબ્દની ઉત્પત્તિ પણ વેશ્યા...
એક ખૂબ જ સુંદર સંદેશો ધ્યાનમાં આવ્યો. વાંચીને અમલમાં મૂકવા જેવો છે. એક સમય હતો, જ્યારે ભોજન પૂછીને પીરસવામાં આવતું હતું. પણ...
રાજકોટ: ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ હેલિકોપ્ટર મારફત રાજકોટનાં જસદણનાં આટકોટ ખાતે પહોંચ્યા...
‘કેરીગાળો’આ શબ્દ દુનિયાની ડિક્શનરીમાં નહિ હોય કે બિનસુરતીઓ પણ આ શબ્દથી અજાણ હોય.કેરીગાળો શબ્દ માત્ર સુરતીઓની ડિક્શનરીમાં જ છે.વૈશાખ મહિનો આવે એટલે...
બાબર-હુમાયુની મોગલ સલ્તનત દરમ્યાન કંઇ કેટલાંય હિન્દુ મંદિરો ધ્વસ્ત કરાયાં હશે અને મસ્જીદોમાં તબદીલ કરાયાં હશે. આજે મારા વતનના કસબામાં પૂરાં દસ...
આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સમગ્ર ભારતવાસીઓને જોડતી રાષ્ટ્રભાષા હિન્દી છે. જે આબાલવૃધ્ધ સમગ્ર ભારતવાસીઓ બોલતાં આવ્યાં છે. ભારતના...
દિનપ્રતિદિન સતત વધતી જતી મોંઘવારી ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે ચોક્કસ મુશ્કેલી સર્જશે. સરકારે વિકાસ કર્યો છે જેની ના નથી. પરંતુ આ...
છૂંદણા (ટેટુ) ત્રોફાવવાનો શોખ અગર છંદ હવે યુવા વર્ગ માટે સપડામણનો વિષય બન્યો છે. એના લીધે નોકરી મેળવવામાં આડખીલી અંતરાય ઉપસ્થિત થાય...
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
કર્ણાટક: કર્ણાટકની (Karnataka) મેંગ્લોર યુનિવર્સિટીમાં (Mangalore University) હિજાબનો વિવાદ (Hijab vivad) અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે આજે 12 વિદ્યાર્થીનીઓ (Student) હિજાબ પહેરીને કેમ્પસમાં પ્રવેશ્યા હતા. આ છોકરીઓને વર્ગમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. મામલો વધી જતાં કોલેજના પ્રિન્સિપાલે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિજાબ પહેરેલી યુવતીઓ પોતાની વાત પર અડગ રહી.
શનિવારે 12 વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને મેંગ્લોર યુનિવર્સિટી કોલેજમાં આવી હતી. જ્યારે કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.અનસૂયા રાયને આ વિશે ખબર પડી તો તેમણે વિદ્યાર્થિનીઓને કહ્યું કે તેઓ હિજાબ ઉતારીને ક્લાસ રૂમમાં પ્રવેશી શકે છે.
પરંતુ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે તેઓ હિજાબ નહીં ઉતારે. જેથી વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ પછી જ્યારે તે લાઈબ્રેરીમાં પહોંચી તો તેઓને ત્યાં પણ પ્રવેશતા અટકાવી દેવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતાના ઘરે પરત ફરી હતી.
વાઈસ ચાન્સેલર ડો.સુબ્રમણ્ય યાદપાદિથ્યએ જણાવ્યું કે કોલેજ ડેવલપમેન્ટ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગર્લ સ્ટુડન્ટ્સને હિજાબ પહેરવા દેવામાં આવશે નહીં. જો કે તેઓ કોલેજના પરિસરમાં હિજાબ પહેરી શકે છે, પરંતુ જ્યારે તેઓ ક્લાસ રૂમ અથવા લાઇબ્રેરીમાં જાય છે ત્યારે તેઓએ હિજાબ ઉતારવો પડશે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ અહીં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ગુરુવારે અહીં અનેક વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું કે હાઇકોર્ટના આદેશ બાદ પણ 44 મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને યુનિવર્સિટીમાં ક્લાસમાં હાજરી આપી રહી છે. વિવાદ વધ્યા બાદ યુનિવર્સિટીએ આદેશ જારી કર્યો હતો કે વિદ્યાર્થીનીઓએ ક્લાસમાં આવવા માટે હિજાબ ઉતારવો પડશે. જો છોકરીઓ ઈચ્છે તો મહિલા શૌચાલયમાં હિજાબ ઉતારી શકે છે. યુનિવર્સિટીએ નોટિસમાં કહ્યું હતું કે ક્લાસરૂમમાં યુનિફોર્મ સિવાય બીજું કંઈ પહેરી શકાય નહીં. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.