સુરત: (Surat) વિશ્વ યોગ દિવસે સમગ્ર રાજ્યની સાથે સુરત શહેરમાં પણ નાગરિકોને ફ્રી વેક્સિનેશનની (Free Vaccine) શરૂઆત કરાઈ હતી. સુરતમાં 230 વેક્સિનેશન...
દેશભરમાં આજથી મહા વેક્સિનેશન ( vaccination) અભિયાનની શરૂઆત થઈ છે , ત્યારે શહેરના બોડકદેવના વેક્સિનેશન સેન્ટર ( vaccination centre) પર દેશના ગૃહમંત્રી...
દેશમાં ગંગા દશેરાનો ( ganga dashera) તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી...
નડિયાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની રથયાત્રાને લઇ ભાવિક ભક્તોમાં ભારે ઉત્સુકતા છે. દર વરસે પુષ્યનક્ષત્ર પ્રમાણે ભગવાન રણછોડરાયજી નગરચર્યા કરે...
surat : બેરોજગારીનું વધતું પ્રમાણ હવે નોકરી મેળવવા માટે શિક્ષિત લોકોને ખોટું કરવા પ્રેરી રહ્યું છે. સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર, બેલદારની...
surat : શહેરમાં લારી-ગલ્લાઓના દબાણનું ન્યુસન્સ હવે માથા ઉપરવટ જઇ રહયું છે. મનપાના ( smc) નગર સેવકોની અવાર નવાર ફરીયાદ છતાં કોઇ...
આણંદ: આણંદ જિલ્લામાં આજથી તા.૨૧/૬/૨૦૨૧થી સવારે નવ વાગ્યેથી શરૂ થતાં રસીકરણ મહાઅભિયાનમાં યુવાનો જોડાય અને સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષિત થવા અનુરોધ...
વડોદરા: મધ્યગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે.ગત ગુરુવારે વડોદરામાં માત્ર અડધો કલાકમાં દોઢ ઈંચ વરસેલા વરસાદે અંધાધૂંધી સર્જી હતી.જે બાદ રવિવારે ફરી...
વડોદરા: કરજણના લીલોડ ગામમાં રહેતા યુવકે ગામમાં આવેલી પોતાની મિલકતનું મકાન અને ગામઠાણના ઘાટવાળા ફળિયામાં આવેલ ગભાણનું ગીરો ખત તેમજ ભાગીદારી ખતથી...
વડોદરા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. બીજી તરફ બુટલેગરો પણ શહેરમાં દારૂ ઘુસાડવા અવનવા નુસ્ખાઓ અપનાવતા...
વડોદરાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ ની શરૂઆત થઈ ચૂકી છે અન ખાનગી તેમજ સરકારી શાળામાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. વડોદરા મહાનગર...
આપણી સરકાર કાયમ કહે છે કે તેના માટે દેશની સુરક્ષા સર્વોચ્ચ પ્રાધન્ય ધરાવે છે. હવે ભાજપના સંસદસભ્ય ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સોઇ ઝાટકીને...
ગાંધીજીએ કહ્યું છે કે ઘણા લોકોને ડાબે-જમણે જોઇને, કોઈ જોતું-સાંભળતું તો નથી ને તેની ખાતરી કરીને ધીમે અવાજે કાનમાં વાત કરવાની આદત...
21મી જૂન વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી પાસે સંગીતનો વારસો એટલો સમૃદ્ધ છે કે તેને જાણવા કે માણવા સાત...
યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો 2020 દરમિયાન ડેન્માર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન ડેનમાર્કનો મિડ ફિલ્ડર ક્રિસ્ટીયન એરિક્સન મેદાન પર અચાનક ફસડાઇ પડ્યો...
જો અક્ષયકુમાર એક સાથે છ ફિલ્મો કરી શકે છે તો પોતે કેમ નહીં? એવો સવાલ સલમાન ખાનને પણ થયો હોય એમ લાગે...
ભારતના રાજકીય ઇતિહાસમાં હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘RSS’ની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી બે...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે (International Yoga Day 2021) પીએમ મોદીએ ( pm modi) આજે યોગ કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે...
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી અનેક વમળો ઊઠી રહ્યાં છે. એક પછી એક અનેક ચર્ચાઓ અને વાર્તાઓ આવી રહી છે. હાલ ગુજરાતમાં...
પચાસ વર્ષનાં સન્નારી પેટમાં દુખાવાની ફરિયાદ સાથે આવ્યાં. ‘ચોવીસ કલાકથી સખત દુખાવો થાય છે. જરા તાવ છે અને ઊલ્ટી જેવું લાગે છે...
વડાપ્રધાન વખતોવખત કહેતા રહે છે કે એમની સરકાર બિનજરૂરી કાયદાઓ રદ કરીને ટોપલીમાં પધરાવી રહી છે. જરીપુરાણા, નકામા કાયદાઓ રદ કરો તે...
માનવી પાપ કરે છે, ભૂલો કરે છે અને પસ્તાવો પણ કરે છે. આપણા લોકપ્રિય કવિ કલાપીએ કહ્યું છે: હા પસ્તાવો વિપુલ ઝરણું...
અમારી મિત્રમંડળીમાં ચર્ચા નીકળી: આદર્શ મહેમાન કેવો હોય? જે મહેમાન ઘરે જવાની તૈયારી કરે ત્યારે ઘરના સભ્યોની આંખમાં એક સામૂહિક વિનંતી પ્રગટે:...
ત્રણ વર્ષના સમયને પણ પૂછીશું કે બેટા છાતી એટલે શું? તો તરત તેની મેલીઘેલી પણ ડિઝાઇનર જરસી ઊંચી કરીને કહેશે કે જુઓ...
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઇતિહાસ ઘણો રસપ્રદ અને બોધદાયક છે. એક જમાનામાં તેઓ ‘કાલીપરજ’ તરીકે ઓળખાતા અને જંગલો અને ડુંગરાઓમાં રહીને પશુ જેવું...
વિત્યાં થોડાં વર્ષોની વાત જુદી, બાકી આપણે ત્યાં કળાવિષયક લખાણો મર્યાદિત રીતે જ થયાં છે. રવિશંકર રાવલથી માંડી કંચનલાલ મામાવાળા સુધીના કળામર્મજ્ઞોએ...
હવે છરો- બંદૂક ધરીને લૂંટના જમાના ગયા. ઘરની દીવાલમાં બાકોરું પાડી ધાડ કોઈ પાડતું નથી. લુટારુ હવે સદેહે આવતા નથી- દેખાતા પણ...
માણસ અને બીજાં પ્રાણીઓ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે પ્રાણીઓ હસી શકતાં નથી.’—આવું ઘણી વાર વાંચવા-સાંભળવા મળે છે. પરંતુ ઘણાંખરાં ચિંતનાભાસી...
૨૦૧૨માં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત થયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પંડિત...
ગુજરાતના દક્ષિણ પ્રદેશમાં વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ધરમપૂર અને કપરાડાન વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક રૂ....
ગેરકાયદે રેતીખનનથી શુકલતીર્થમાં ચાર લોકોનાં મોત થતાં જવાબદાર સામે પગલાં લેવા CMને રજૂઆત
700 કિલો ડ્રગ્સ કેસમાં 8 ઇરાની માફિયાની એનસીબી અને એટીએસ દ્વારા પૂછપરછ
રાહુલ ગાંધી-PM મોદી-શાહના નિવેદનો પર ફરિયાદ બાબતે ચૂંટણી પંચે કોંગ્રેસ-ભાજપને નોટિસ મોકલી
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારતમાં આવશે ટ્રોફી
રોહિત શર્મા બીજીવાર બન્યો પિતા, પત્ની રિતિકાએ દીકરાને આપ્યો જન્મ
પંજાબમાં રાજકીય હલચલ: સુખબીર સિંહ બાદલનું શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી રાજીનામું
વડોદરા : માતેલા સાંઢની ગતિએ દોડતા ભારદારી વાહનો પર લગામ ક્યારે લાગશે ? ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા યુવકનું મોત,ટ્રક ચાલક ફરાર
ચારુસેટ યુનિવર્સિટીએ ભારત બ્લોકચેઇન શૈક્ષણિક શ્રેષ્ઠતા એવોર્ડ પ્રાપ્ત કર્યો..
રણજીમાં નવો ઈતિહાસ રચાયો, હરિયાણાના બોલરે કેરળની 10 વિકેટ લીધી
આતંકવાદીઓ હવે પોતાના ઘરોમાં પણ સુરક્ષિત નથી- પાડોશી દેશનો ઉલ્લેખ કરતા બોલ્યા PM મોદી
PM મોદી નાઈજીરિયા સહિત 3 દેશોના પ્રવાસે: 17 વર્ષ પછી ભારતીય PM નાઈજીરિયાની મુલાકાત લેશે
રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: અયોધ્યામાં ભારે સુરક્ષા બંદોબસ્ત લદાયો
મણિપુરમાં જે 6 મહિલાઓનું અપહરણ થયું હતું તેમાંથી 3ની લાશ નદીમાં તરતી મળી
વડોદરા : અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ,જૂના કોન્ટ્રાકટના 200થી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા
મહારાષ્ટ્રમાં મતદાન જાગૃતિ માટે સુરતનાં વેપારીની અનોખી ઓફર, સાડી ભેંટમાં આપશે
એલપી સવાણી રોડ પર 120 બેડની નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ
માઈક ટાયસન 20 વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ઉતર્યો, 30 વર્ષ નાના બોક્સર સામે ફાઈટ લડ્યો
ઝાંસીમાં ભયાનક દુર્ઘટનાઃ નર્સે માચીસ સળગાવી અને હોસ્પિટલમાં આગ ભડકી ઉઠી, 10 બાળકોના મોત
શું છે દોગલાપન, સલમાન ખાને બિગ બોસના સ્ટેજ પર અશ્નીર ગ્રોવરની હેકડી ઉતારી, જાણો શું કહ્યું…
મહારાષ્ટ્ર: વર્તમાનમાં તમામ રાજકીય લડાઈઓની જનની
વીએમસી એ ખોદેલા ખાડામાં બાઈક ચાલક પટકાયો, સ્થાનિકો દ્વારા રેસ્કયુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ માટે કિસાનો નહીં પણ ઉદ્યોગપતિઓ જવાબદાર છે
બદલાતા ભારતની બદલાતી તસવીર
ઔરંગઝેબ હજુ જીવે છે?
અંધકાર યુગ તરફ લઈ જતી ફેશન?
આઝાદી બાદની તમામ સરકારો માટે શરમજનક, દેશમાં 18 ટકા લોકોનો વાંચતા-લખતાં આવડતું નથી
ભગવાન માન્યા પણ શેતાન નીકળ્યા
વડોદરાની અંજના હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ
વડોદરા : સસ્પેન્ડેડ ઓફિસર ચીફ ફાયર ઓફિસર બનવાની દોડમાં વીએમસીની કચેરીમાં પ્રગટ થયા
સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલના લવારા , મહિલાઓને ખોટી સીટ મળે છે
સુરત: (Surat) વિશ્વ યોગ દિવસે સમગ્ર રાજ્યની સાથે સુરત શહેરમાં પણ નાગરિકોને ફ્રી વેક્સિનેશનની (Free Vaccine) શરૂઆત કરાઈ હતી. સુરતમાં 230 વેક્સિનેશન સેન્ટર્સ પરથી ખૂબજ સરળતા પૂર્વક અને શાંતિ પૂર્વક વેક્સિનેશનની (Vaccination) શરૂઆત થઈ હતી. કોઈ પણ નાગરિક વેક્સીનથી વંચિત ન રહે એ માટે રાજયના તમામ ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં કોવિડ વેક્સીનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેરને ખાળવામાં કોરોના યોદ્ધાઓ અને દેશવાસીઓના સહકારથી સફળતા મળી રહી છે, ત્યારે સુરતવાસીઓને રસીકરણથી સુરક્ષિત કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૫ કેન્દ્રો પર રસીકરણ અભિયાનનો શુભારંભ કરી તા.૨૧ જૂનથી કુલ ૨૩૦ વેકસીનેશન સેન્ટર (Centers) શરૂ કરાયાં છે.
૨૧મી જૂન વિશ્વ યોગ દિવસે દેશવ્યાપી વેક્સીનેશન મહાઅભિયાનના શુભારંભ અંતર્ગત સુરતમાં આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતેથી સુરત શહેરના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૮ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ રસીકરણના નિયત કરાયેલા કુલ ૨૩૦ કેન્દ્રો પર ‘ઓન ધ સ્પોટ’ નોંધણી કરાવી વિનામૂલ્યે રસીકરણનો લાભ લીધો હતો. રસી લેવા આવનાર લોકોનું કહેવું હતું કે અત્યાર સુધી 18થી 45 વયના વ્યક્તિઓને કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા રસીકરણ કરાવવામાં આવતું હતું પરંતુ હવે સ્થળ પર જ નોંધણી કરાવ્યાં બાદ રસી આપી દેવાય છે. જેને કારણે ફક્ત 15 મિનિટમાં જ તેઓને વેક્સિન મળી જાય છે.
શહેરના તમામ ૧૮ થી વધુ વયના નાગરિકો રસીકરણ મહાઅભિયાનમાં જોડાઈ અને કોરોના સામેની લડતમાં સહભાગી બની પોતાને, પરિવારજનો, સમાજ તથા સમગ્ર શહેરને સુરક્ષા કવચ મેળવવાની તક છે. જણાવી દઈએકે આજ સુધી સુરત શહેરના કુલ ૧૪,૨૫,૯૦૩ નાગરિકોએ પ્રથમ ડોઝ અને ૩,૦૩,૮૩૦ નાગરિકોએ બીજો ડોઝ લઈ ચૂક્યા છે, જે મુજબ અંદાજીત ૪૪ ટકા નાગરિકોએ રસીકરણનો લાભ લીધો છે.