Top News

More Posts

   The Latest

Most Popular

કોવિશીલ્ડ ( covishield ) અને કોવેક્સીનને ( covaxin) મંજૂરી ન આપનારા યુરોપીયન દેશો પર ભારતનું દબાણ કામ કરી ગયું છે. મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ( serum institute of india) રસી ( vaccine) કોવિશીલ્ડ લેનારા લોકો હવે યુરોપીયન દેશોની મુસાફરીએ જઈ શકશે. યુરોપીયન સંઘના સાત દેશો અને સ્વિટ્ઝરલેન્ડે ભારતની કોરોના રસી ( corona vaccine) કોવિશીલ્ડને મંજૂરી આપી દીધી છે.

આ દેશોમાં મળી મંજૂરી
કોવિશીલ્ડને સ્વિટ્ઝરલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેકિયા, ગ્રીસ, આઈસલેન્ડ આયરલેન્ડ, અને સ્પેનમાં પણ મંજૂરી મળી ચૂકી છે. અત્રે જણાવવાનું કે કોવિશીલ્ડ રસી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ વિક્સિત કરી છે. જેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે.

આ અગાઉ એવા સમાચાર હતા કે ભારતે યુરોપીયન દેશોને સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી કોવિશીલ્ડ અને કોવેક્સીન રસી લેનારા બાદ મળેલા સર્ટિફિકેટને સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી ભારત પણ ઈયુના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટને માનશે નહીં. ભારતે ઈયુના 27 સભ્ય દેશોને કહ્યું હતું કે કોવિશીલ્ડ તથા કોવેક્સીન રસી લગાવી ચૂકેલા ભારતીયોના યુરોપના પ્રવાસની મંજૂરી આપવા પર તેઓ અલગ અલગ વિચાર કરે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વેક્સિનના ગ્રીન પાસ બાબતે ભારતે યુરોપિયન યુનિયન (EU)ના દેશોને કડક ચેતવણી આપી હતી. સૂત્રો મુજબ, ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે જો યુરોપિયન દેશોની મેડિકલ એજન્સી (EMA) કોવિશીલ્ડ અને કોવેક્સિનને ગ્રીન પાસમાં સામેલ નહીં કરે તો અમે પણ આ દેશોના વેક્સિન સર્ટિફિકેટને માન્ય ગણીશું નહીં. એવામાં યુરોપિયન દેશોના નાગરિકોને પણ ભારતમાં ક્વોરન્ટીન કરવામાં આવશે.

યુરોપિયન સંઘે પોતાના ‘ગ્રીન પાસ’ યોજના હેઠળ પ્રવાસીય પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે જૂથના 27 સભ્ય દેશોને વિનંતી કરી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિનની વેક્સિન લીધેલા ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા અંગે તેઓ અલગ-અલગ વિચાર કરે.

To Top