SURAT

સુરતના અડાજણમાં અઢી કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા નીકળી

સુરત : ત્રિ દિવસિય તિરંગા મહોત્સવની (Tricolor festival) અનેરી ઉર્જાનો સંચાર સુરતી લાલાઓમાં દેખાઈ રહ્યો છે. તારીખ 12 ઓગષ્ટ થી શરૂ થઇ આગામી 15 ઓગષ્ટ શુધી શહેરમાં અનેક તિરંગા રેલીઓ (Rallies) યોજાઈ રહી છે. ત્રણ દિવસ પહેલા સુરત કપડાં માર્કેટ (Surat Textile Market) જે રીતે તિરંગાના રંગે રંગાયું હતું તેનાથી ફલિત થયું હતું કે,દેશ ભક્તિની ભાવના સુરતીઓના કેટલી હદ સુધી છે.75માં આઝાદી કા અમૃત મહોત્સવની (75th Azadi Ka Amrit Mohotsav) લહેર સ્વરૂપે હર ઘર તિરંગા અભિયાન પણ સફળ થઇ રહ્યું છે. રાજકીય નેતાઓ,જાહેર સંસ્થાઓ ઉપરાંત નાની મોટી સંસ્થાઓ આ અભિયાનની મહત્વની કડી બની ગયા છે.

રાંદેર નવયુગ કોલેજથી વિશાળ મોટરસાયકલ યાત્રાનો આગાઝ થયો
શુક્રવારે બપોર બાદ અતિ ભવ્યાદીભવ્ય મોટરસાઈકલ રેલી શહેરના રાંદેર વિસ્તારમાં યોજાઈ હતી. સાંજે 4 કલાકે વિશાળ રેલી તિરંગા સાથે રાંદેર નવયુગ કોલેજથી આરંભ થઇને અડાજણ ચંદ્રશેખર આઝાદ ચોક સુધી પહોંચી હતી. આ રેલીમાં આશરે 500 થી 700 મોટરસકલ સવારો સહીતના અનેક સ્વયં સેવકો જોડાઈને રેલીને સફળ બનાવી હતી. રેલી હર ઘર તિરંગા, વંદે માતરમ, ભારત માતા કી જય એવા દેશ ભક્તિના નારાથી આખો માહોલને દેશ ભક્તિમય બનવી દીધો હતો.

સુરત એરપોર્ટ ખાતે યોજાઈ ભવ્ય બાઈક રેલી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતથી આઝાદી કા અમૃત મહોત્સવના શ્રી ગણેશ કર્યા હતા અને ત્યારબાદ ગુજરાત રાજ્ય સહીત શહેર ભાજપના આગેવનોએ શુક્રવારે સવારે સુરત હવાઈ અડ્ડા ખાતેથી ભવ્ય મોટરસાયકલ રેલી યોજી હતી. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ, ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય રેલ મંત્રી દર્શના જરદોશ અને પૂર્ણેશ મોદી સહીતના અનેક આગેવાનો પણ જોંડાઈ ‘હર ઘર તિરંગા કાર્યક્રમની સફળતાને આગળ ધપાવી હતી.

કિરણ હોસ્પટલ વિના મુલ્યે 750 બાળકોની કરશે જટિલ સર્જરી
દક્ષિણ ગુજરાતની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાંથી જટિલ બીમારીઓથી પીડાતા 750 બાળકોને વિનામૂલ્ય સર્જરી કરી આપવામાં આવશે. 10 વર્ષથી નીચેની ઉંમરના જટિલ બીમારીથી પીડાતા 750 બાળકોને આ સર્જરી કરી આપવામાં આવશે.સામાન્ય રીતે આવા સર્જરીનો અસરે 25 લાખ સુધીનો થતો હોવાનું જણાવતા મથુરભાઈ સવાણી ઉમેર્યું કે, 15 સપ્ટેમ્બર 2000 સુધીમાં બાળકને પુરી વિગત કિરણ હોસ્પિટલ ખાતે રજીસ્ટર કરાવવાની રહેશે અને એક મહિનામાં રજીસ્ટર થયેલા બાળકોના ડોક્ટર દ્વારા નિદાન કરીને એક વર્ષમાં તેમની સર્જરી કરાવવામાં આવશે.

શહેર ફોસ્ટા દ્વારા હાસ્ય અને વીર રસનો કાર્યકમ યોજાશે
સુરત શહેર ફોસ્ટા દ્વારા ત્રિ દિવસીય તિરંગા મહોત્સવ નિમિત્ત કાપડ માર્કેટમ ખાતે ત્રિરંગા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમમાં ‘મા તુઝે સલામ’માં વીર રસ અને હાસ્ય રસના કવિઓનું કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત ઉત્સવમાં દેશના નામાંકિત કવિઓ દેશભક્તિ, શૌર્ય રાસ જેમાં નમકિત હાસ્ય કવિ,કવિતા તિવારી હાસ્ય કવિ અરુણ જેમિની,ગૌરવ શર્મા,પ્રખ્યાત શર્મા જેવા કલાકરો 14 ઓગસ્ટની સાંજે દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્સન હોલ ખાતે પાદરશે તેવી ફોસ્ટાના જનરલ સેક્રેટરી ચંપાલાલઃ બોથરાએ માહિતી આપી હતી.

ભટાર સિલ્વર પોઇન્ટ ઘ્વજા રોહણનો પણ કાર્યક્રમ યોજાશે
75 માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે સુરત શહેરની અનેક નમકિત સંસ્થાઓ 15 ઓગષ્ટ નિમિત્તે જાહેર કાર્યક્રમો જેવા કે ઘ્વજારોહણ અને વૃક્ષારોપણ અને રંગા રંગ કાર્યક્રમની જાંખીઓની પણ પ્રસ્તુત કરશે.ભટાર રોડ વિદ્યાભરતી શાળા સામે આવેલ સિલ્વર પોલિન્ટ શોપિંગ સેન્ટરમાં પણ ઘ્વજા ધ્વજ વંદનના કાર્યક્રમને લઇને ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવું સીલ્વર પોઇન્ટ કોમ્લેક્સના સેક્રેટરી રાજેશ ભારુકા તેમજ વાઇસ પ્રેસિડેન્ટ લક્કી ઓબેરોયે જણાવ્યું હતું,

Most Popular

To Top