Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: કોમેડિયન (Comedian) કપિલ શર્મા (Kapil Sharma) હાલ ચર્ચામાં છે. કપિલ શર્મા એક પછી એક પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યા છે. ગુરુવારે સાંજે, કોમેડિયને પોતાનો એક ફોટો શેર કર્યો. આ ફોટો તેના આગામી પ્રોજેક્ટ ‘મેગા બ્લોકબસ્ટર’નો (Mega Blockbuster) હતો. અલગ-અલગ લુકને કારણે પોસ્ટરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. અને હવે આ પ્રોજેક્ટમાં કપિલની ફેવરિટ દીપિકા પાદુકોણનું (Deepika Padukone) નામ પણ જોડાઈ ગયું છે.

છેલ્લા કેટલાક સમયથી ‘મેગા બ્લોકબસ્ટર’ ફિલ્મ ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલ સુધી કોઈને ખબર ન હતી આ ફિલ્મ વિશે પરંતુ ધીમે ધીમે એક પછી એક કલાકારો પોસ્ટ મૂકી આ ફિલ્મનો એક ભાગ હોવાનું કહી રહ્યા છે. ત્યારે ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું કે ‘મેગા બ્લોકબસ્ટર’માં દક્ષિણના શ્રીવલ્લી અને કપિલ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, ત્યારે આજે આગામી પ્રોજેક્ટમાં બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એકની એન્ટ્રી થશે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ બોલિવૂડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ છે. હા, અભિનેત્રીએ પોતે જ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને ફિલ્મમાં તેની એન્ટ્રી વિશે જણાવ્યું હતું.

પિલ દીપિકા સાથે કામ કરશે?
દીપિકા પાદુકોણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં દીપિકા ગુલાબી રંગનો ફ્લોરલ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરતા દીપિકાએ લખ્યું, ‘સરપ્રાઈઝ! મેગા બ્લોકબસ્ટરનું ટ્રેલર 4 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે. ફિલ્મમાં દીપિકાની આ ધમાકેદાર એન્ટ્રી બાદ તેના ચાહકોના ચહેરા પર ખુશી આવી ગઈ છે. અભિનેત્રીના ચાહકો પોસ્ટ પર સતત કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક આ ફિલ્મને વર્ષની સૌથી હિટ ફિલ્મ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને આશીર્વાદ આપી રહ્યા છે.

ફેમસ કોમેડિયન કપિલ શર્મા, સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પહેલા જ ફિલ્મમાં પોતાની હાજરીની જાહેરાત કરી દીધી હતી. આવી સ્થિતિમાં હવે ફિલ્મમાં દીપિકાનું નામ સામેલ થવાને કારણે કપિલનું સપનું પૂરુ થતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે એટલે કે 1લી સપ્ટેમ્બરે, કપિલ શર્મા અને રશ્મિકા મંડન્નાએ ‘મેગા બ્લોકબસ્ટર’માં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈનું પાત્ર જાહેર કરવામાં આવ્યું નથી.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દીપિકા, કપિલ, રશ્મિકા અને રોહિત સિવાય પણ ઘણા સેલેબ્સ આમાં સામેલ છે. રસપ્રદ વાત એ છે કે બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ ‘મેગા બ્લોકબસ્ટર’માં સાથે કામ કરતા જોવા મળવાના છે. અત્યાર સુધી ફિલ્મમાંથી ત્રિશા કૃષ્ણન, એક્ટર કાર્તિ, રોહિત શર્માના પોસ્ટર સામે આવ્યા છે. જો દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ ‘પઠાણ’માં કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે.

To Top