Dakshin Gujarat Main

જાણો સુરતમાં સૌ પ્રથમ ગણેશજીની સ્થાપના કોણે કરી હતી?

ગણેશ ઉત્સવ, તે આજ ઉત્સવ છે જેણે અંગ્રેજોની વિરુદ્ધમાં જન આંદોલન ઉભું કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઉત્સવને સાર્વજનિક રૂપમાં ઉજવવામાં બાલ ગંગાધર તિલકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બાલ ગંગાધર તિલકના વિચારોથી અભિભૂત ગણપત રાવ રામચંદ્ર સુર્વેએ સુરતમાં પહેલીવાર 1933માં ચૌટા બજારમાં ખપાટીયા ચકલા સ્થિત ચંદાવાડીમાં સાર્વજનિક ગણેશઉત્સવની શરૂઆત કરી હતી.

1914માં અંબાજી રોડ પાસે ગણેશજીની મૂર્તિ સ્થાપવામાં આવી, પ્રતિમા દહાણુથી લવાઇ : નંદાબેન
ગણપતરાવ સુર્વેની પૌત્રી નંદાબેન અને ચેતના પહાડેએ જણાવ્યું કે જ્યારે સુરતમાં ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ ત્યારે ગણેશજીની પ્રતિમાઓ સુરતમાં નહોતી બનતી એટલે ગણેશજીમી પ્રતિમા દહાણુના ફાટક બ્રધર્સ પાસેથી ખરીદવામાં આવી હતી. આજે પણ ગણેશ પ્રતિમા દહાણુથી લાવવામાં આવે છે. મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત તળેગાંવથી ગણપતરાવ રામચન્દ્ર સુર્વે પરિવારની સાથે 1914માં સુરત આવીને વસ્યા હતાં. તેઓ શરૂઆતમાં અંબાજી રોડ ચોર્યાસી ડેરીની પાછળ એક વ્યાયામ શાળાની પાસે મરાઠા લોકોની વસાહતમાં રહેતા. ખપાટીયા ચકલા સ્થિત ચંદાવાડીના શેઠ તારાચંદે ગણપતરાવ સુર્વેને ચંદાવાડીના કર્તા હર્તા બનાવ્યા હતા. અહીં ગણેશ ઉત્સવની શરૂઆતમાં 7થી 8 પરિવારોનું યોગદાન રહ્યુ હતુ. માટીની જ પ્રતિમા રહેતી. દસ દિવસના ગણેશ ઉત્સવ બાદ ધાર્મિક વિધિ-વિધાનથી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા.

Most Popular

To Top