Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સુરતના હજીરા વિસ્તારમાં હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સગીર પુત્રએ જ પોતાના પિતાનું (Father) ગળું દબાવીને હત્યા (Murder) કરી નાખી હતી. આ હત્યા માત્ર એક મોબાઈલને (Mobile) કારણે કરવામાં આવી છે. શરુઆતમાં આ હત્યાને અકસ્માતની ઘટનામાં ખપાવી દેવાનો પ્રયાસ થયો હતો પરંતુ પોલીસ તપાસ દરમિયાન સાચી હકીકત સામે આવી છે.

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ફોનમાં ગેમ રમવા માટે ઠપકો આપનાર પિતાની સગીર પુત્રે હત્યા કરી હતી. મોબાઈલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ લઈ લીધો હતો. જેને લઈને ઝઘડો થતા સગીરે પિતા ઉપર હુમલો કરી તેમની હત્યા કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી. પોસ્ટ મોર્ટમમાં હત્યાનો ખુલાસો થતાં ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આરોપી સગીર હોઇ તેને ડિટેઇન કર્યો હતો. આ ઘટનાએ વધુ એક વખત સગીરોમાં વધી રહેલાં મોબાઇલ ફોનના એડિકશન અંગે પ્રકાશ પાડ્યો છે.

સુરતના ઈચ્છાપોરમાં અર્જુન સરકાર તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમના સગીર દીકરાને તેમણે મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તેણે પિતા સાથે ઝઘડો કર્યો હતો. આ બાદ તેણે પોતાના પિતાની હત્યા કરી હતી. 40 વર્ષીય અર્જુન સરકારને મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. આ યુવાન છ દિવસ પહેલાં બાથસ્મમાં પડી જતાં ઇજા થયાની હીસ્ટ્રી તેના 17 વષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી. નવી સિવિલ હોસ્પિટલે આ મામલે ઇચ્છાપોર પોલીસને જાણ કરી હતી. પોલીસને આ કેસ શંકાસ્પદ લાગ્યો હતો. જેથી ઉપરથી અધિકારીને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આટલુ થયા બાદ પુત્રએ પિતાની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 40 વર્ષીય પિતા અર્જુન સરકારની ગળું દબાવીને તેમના જ સગીર પુત્રએ હત્યા કરી હતી. ત્યારે સમગ્ર હકીકત સામે આવતા માતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, જે બાદ ઇચ્છાપોર પોલીસે સગીરની અટકાયત કરી જુવેનાઇલ કસ્ટડીમાં મોકલ્યો છે.

To Top