Charchapatra

ત્રણ પેઢીની સાથે જીવવાની સમસ્યા

એક જ ઘરમાં વડીલો, બાળકો તથા પતિ-પત્નિ રહેતા હોય એટલે કે કલ, આજ ઓર કલ જેવી પરિસ્થિતી ઉભી થાય છે. પહેલાનું જનરેશન, વચ્ચેનું જનરેશન અને નવું જનરેશન આ ત્રણેયમાં જે વચ્ચે વાળા હોય તેને જ બધી તકલીફ ઊભી થાય છે. કેમ કે એમણે વડીલો પ્રમાણે પણ ચાલવું પડે અને બાળકો સાથે પણ અપડેટ રહેવું પડે છે. બંને જગ્યાએ સંતુલન બનાવવામાં પોતાની ઈચ્છાઓ તો દબાઈ જ જાય છે. બધાના મન સાચવવા છતાં પણ બેઉને ખુશ રાખવા મુશ્કેલ બને છે. વડીલો કહે કે તમે હવે અમને બરાબર સાચવતા નથી. નવા જમાનાનો રંગ લાગ્યો. બધા નિતીનિયમો ભુલવા લાગ્યા વિગેરે વિગેરે. નવું જનરેશન કહે આ બધા નિયમો નેવે મુકો તમે હજી જુના વિચારોમાંથી બહાર આવતા જ નથી. તમને કંઈ પણ સમજ ન પડે વિગેરે. અસંતોષ બંને તરફથી જ હોય છે.

કહેવાનું તાત્પર્ય એવું જ વડીલોએ પણ સમજવું જોઈએ. કે અમે જીંદગી જીવી ચુકયા છે. હવે આપણે પણ જમાના સાથે થોડું ચાલવું જોઈએ અને બાળકોએ પણ સમજવું જોઈએ તો જ બેલેન્સ રહેશે. પરંતુ આ બધુ હાલમાં શક્ય જ નથી. દરેક ઘરમાં જનરેશન ગેપ જોવા મળે છે. જે મા-બાપ તમને જન્મ આપ્યો અને બોલતા શીખવાડયુ તેઓ ને જ બાળકો કહે કે તમને નહિ સમજ પડે, તો તેમને કેવું લાગતું હશે. માટે વડીલોએ પણ સમજવુ રહ્યું કે આપના જમાનામાં જે પ્રમાણે ચાલતું હતુ તે હવે ચલાવવુ અશક્ય છે કેમ કે ઘરની લગભગ બધી જ સ્ત્રીઓ સર્વિસ સાથે ઘર સંભાળે છે તો બધી જ જગ્યાએ બધાને સંતોષ આપવો મુશ્કેલી ભર્યુ છે. માટે અને બાળકોએ પણ મા-બાપને અપડેટ રાખવા મદદ કરવી જોઈએ ન સમજ પડે તો તેને સમજાવું પડે કે તો જ મા-બાપ પણ તમે એને સપોર્ટ કરશે.
સુરત     – કલ્પના વૈદ્ય      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top