Gujarat

રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટની લાલઆંખ: કામ થયું હોવાના કોર્પોરેશનના દાવા પણ કામો દેખાતા નથી

અમદાવાદ: બેલગામ રસ્તાઓ (Roads) ઉપર ફરતા (Moving Around) ઢોરને મુદ્દે હાઇકોર્ટે (High Court) હવે તંત્રની સામે લાલ આંખ કરી છે. ઉપરાંત કડક શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી હતી. મહાનગર પાલિકાઓ (Metropolitan Municipalities) સામે કડકમાં કડક વલણ દાખવતા હાઇકોર્ટે ટકોર કરી હતી કે, કોર્પોરેશન (Corporation) તરફથી કામ થયું હોવાના માત્ર પોકળ દાવાઓ કરી રહેઈ છે કે, માર્ગો ઉપર કામોં થયા જ નથી. આ મુદ્દાને લઇને આગળની સુનાવણી હવે 5 સપ્ટેમ્બરના રોજ થશે જેનો શું ચુકાદો આવે તેની રાહ જોવી રહી.
મહાનગરપાલિકાએ ધ્યાને લેવું તેવું કોર્ટે નોંધ્યું
શહેરમાં એક સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે.આમતેમ અને બેલગામ રખડતાં ઢોરોનો ત્રાસ વધી ગયો છે જે મુદ્દે હવે હાઇકોર્ટે સરકારની લેપટ્ટી લીધી છે. એકબાજુ અત્યંત ખરાબ અને જર્જરિત રોડ અને રસ્તાઓ તો બીજી તરફ રખડતા પશુઓ લોકોના જીવને જોખમમાં મૂકે છે,હાલમાં જ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયેલો વિડીયો જોઈએ તો એક મિટિંગમાં બળદગાડું ફરી વડે છે.ભડકેલા બળદોએ બધાને બાનમાં લીધા હતા જોકે સદનસીબે કોઈને ઈજાઓ કે જાનહાની થઇ ન હતી પણ ખુરસીઓનો ખુરદો બહોળી ગયો હતો. આ હાલત ગુજરાતના મેઘા શહેરોમાં જ નહીં પરંતુ તમામ મહાનગરપાલિકાએ ધ્યાને લેવું તેવું કોર્ટે નોંધ્યું છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા થયેલી કામગીરી બાબતે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્પોરેશને કામ કર્યાંનો દાવો તો કર્યો છે પરંતુ રોડ પર કામ કરેલું દેખાતું નથી. બપોરના સમયે રોડ પર ઢોર રખડતા જોવા મળે તે બાબત ખૂબ જ જોખમ કારક છે. કોર્પોરેશન મગરમચ્છના આંસુ નહીં પણ કામગીરી કરે તેવો નિર્દેશ કર્યો છે.
વિગતવાર જવાબ આપવા નિર્દેશ
હાઇકોર્ટે  શહેર પોલીસે કમિશનરને પણ શહેરમાં રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. કોર્ટે પોલીસ કમિશનરને આડે હાથ લીધા અને  સવાલ કર્યા છે.  ઉપરાંત કોર્ટે માથાભારે સામે શું કામગીરી કરી? કઇ કલમો હેઠળ ગુનાઓ નોંધ્યા? તેની તમામ વિગતો સાથે જ જવાબ આપવા જણાવ્યું છે.
ઢોર પાર્ટી 24×7 પેટ્રોલિંગ કરે
કોર્પોરેશનના ઢોર પકડવાના કર્મચારીઓના પ્રોટેક્શન માટે પોલીસ શું કરે છે તેવો પણ કોર્ટે સવાલ કર્યો છે. હાઇકોર્ટે ઢોર પાર્ટીને મહત્વનો નિર્દેશ કરતા કહ્યું છે કે, ઢોર પાર્ટી 24×7 એટલે ચોવીસ  કલાક પેટ્રોલિંગ કરે. આ મામલે વધુ સુનવણી 5 સપ્ટેમ્બરે હાઇકોર્ટમાં હાથ ધરાશે.આ અંગે હાઇકોર્ટના એડવોકેટ્સ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, રખડતા ઢોર મામલે 2019થી PIL કરવામાં આવી રહી છે ત્યારે હાઇકોર્ટ નિર્દેશ કર્યો છે કે ઢોર પકડવાની પ્રક્રિયા ચોવીસ કલાક ચાલુ રાખવી.

Most Popular

To Top