નવસારી : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત કુદરતી વહેણ કોતર, નહેર પર મોટા બ્રિજની જોગવાઈ, ખેતી પાક, ઝાડ, પાક-ઝાડ...
ઝારખંડ: ઝારખંડ(Jharkhand)નાં મુખ્યમંત્રી(CM)ની ખુરશી ખતરામાં આવી ગઈ છે. રાંચીના સીએમ આવાસથી બેઠક પૂરી થયા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren) પોતાના ધારાસભ્યો(MLAs)ને 3...
ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CRPatil) સામે રાજ્યનો બ્રાહ્મણ (Brahmin) સમાજ રોષે ભરાયો છે. શુક્રવારે મહેસાણાના એક જાહેર કાર્યક્રમમાં રાજકીય...
મુંબઈ: નાણાપ્રધાન (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને (Digital Payment system) મુક્ત રાખવા અંગે ફરી એકવાર ચર્ચા કરી છે....
ગાંધીનગર: આજે બપોરે અમદાવાદ (Ahmedabad) આવી પહોંચેલા પીએમ (PM) નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારના ગુજસેલ ખાતે દોઢ કલાક સુધી બેઠકોનો દોર યોજ્યો હતો....
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જાહેર થાય તે પહેલાં રાજકીય પક્ષો અને વિવિધ સમાજના આગેવાનો અલગ અલગ રીતે સત્તાપક્ષ...
નવી દિલ્હી: ભારત (India)ની સત્તાની દુનિયામાં ઈન્કવાયરી વધી રહી છે. દેશ હવે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે....
અમદાવાદ: રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ વોટ બેંક માટે જાહેરાતો કરી રહી છે. ગુજરાતમાં આગામી...
સુરત(Surat) : શહેરમાં પોલીસ ચોકી (Police Station) પણ સુરક્ષિત નહીં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વકીલ મેહુલ બોઘરાને જ્યાં ટ્રાફિક બ્રિગેડ (Traffic...
બિહાર: બિહાર(Bihar)ના પટના(Patna)માં ગ્રામીણ બાંધકામ વિભાગના કિશનગંજ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર(Government Engineer) સંજય કુમાર રાય(Sanjay Kumar Rai)ના ઘરે દરોડા(Raid) પાડીને 3.6 કરોડ રૂપિયાથી...
બેલારુસ: બેલારુસ(Belarus) ફાઈટર જેટ સુખોઈ એરક્રાફ્ટ(Sukhoi Aircraft)ને પરમાણુ હથિયારો લઈ જવા માટે અપગ્રેડ કરવામાં આવ્યા છે. પુતિન(Putin)ના મિત્ર અને યુક્રેન યુદ્ધમાં રશિયાના...
દુબઈ: ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે....
એક દિવસ ભગવાન મહાવીર ધ્યાનમાં લીન હતા.તેમના શિષ્યો અને સાધકો તેમની આજુબાજુ બેસી તેમના મુખ પરનું તેજ અને શાંતિ જોઇને અનોખી શાંતિ...
કોઇ રાજ્યમાં ન થતું હોય એવું ગુજરાતમાં થાય એ આપણા રાજ્યની આગવી તાસીર છે. સામી ચૂંટણીએ સાચવી સાચવીને ડગલાં ભરી રહેલી રાજ્યની...
મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film Industry) છેલ્લા બે વર્ષથી રોકિંગ સ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ (Blockbuster Film) KGF ચેપ્ટર 2માં (KGF Chapter 2) જોવા...
નવરચિત જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં નવો વિવાદ જાગ્યો છે. આ રાજય ભારતનો એક ભાગ બન્યું ત્યારથી રાજકારણ, ચૂંટણી અને વિવાદ એકબીજાના પર્યાય બની...
આખરે ગુલામનબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ગુલામ નબી આઝાદ ગમે ત્યારે કોંગ્રેસ છોડશે અથવા છોડવી પડશે તેવી સંભાવના હતી જ. સવાલ...
મુંબઈ: બોમ્બે ટ્રસ્ટની (Bombay Trust) જામા મસ્જિદે (Jama Masjid) એક મોબાઈલ એપ લોન્ચ (mobile APP launches) કરી છે. આ એપ યુઝર્સને નમાઝના...
નવી દિલ્હી: ભારતના સ્ટાર જેવલિન પ્લેયર નીરજ ચોપરા(Neeraj Chopra)એ વધુ એક ખિતાબ પોતાના નામે કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક (Javelin...
મુંબઈ: ભારતના (India) સૌથી ધનાઢ્ય લોકોમાંથી એક અને રિલાયન્સ (Reliance) ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani) એક મોટો સોદો કર્યો છે. એવું...
ટોક્યો: વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં (World Badminton Championship 2022) ભારતે (India) ઈતિહાસ રચ્યો છે. ભારતીય સ્ટાર શટલર જોડી ચિરાગ શેટ્ટી (Chirag Shetty)...
નવી દિલ્હી: જસ્ટિસ યુયુ લલિતે(Justice Yuu Lalit) દેશના નવા મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) તરીકે શપથ(oath) લીધા છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ(President) દ્રૌપદી મુર્મુ(Draupadi...
નવી દિલ્હી: ટિક ટોક સ્ટાર(TikTok Star) અને બીજેપી નેતા(BJP Leader) સોનાલી ફોગાટ(Sonali Phogat)ના મોત(Death) મામલે ગોવા પોલીસે(Goa Police) મોટી કાર્યવાહી કરી છે....
કચ્છ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસની ગુજરાત (Gujarat) મુલાકાત પહેલા કચ્છના (Kutch) ભુજ (Bhuj) શહેરના માધાપર ગામમાં હિંસાનો (Violence)...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. શહેરમાં ઠેર ઠેર ગંદકી, ઉભરાતી ગટરો, રોડ રસ્તા...
વડોદરા : નવાયાર્ડ વિસ્તારમાં ફતેગંજ પોલીસ અને પીસીબીની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડીને શંકાસ્પદ ગૌ માસનો જથ્થો ભરેલ ટેમ્પો અને રીક્ષા સાથે...
વડોદરા: વડોદરા શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યાઓ વિકટ બનતી જાય છે હાઇકોર્ટની ટકોર બાદ પણ પાલિકા દ્વારા રખડતા ઢોરતો રસ્તે રખડતા...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટીની ટીમ હાઇકોર્ટની ફટકાર પડી બાદ જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજ રોજ ખોડીયારનગર પાસે આવેલા...
શ્રાવણ માસમાં શીળી સાતમ ગઈ. વરસે એક દિવસ વાસી ખોરાકનું ચોક્કસ પૌરાણિક મહત્ત્વ હશે જ ! કદાચ સ્ત્રીઓને આરામ આપવાનો, કદાચ ૩૬૫...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઠેર ઠેર દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. જેથી શહેરને દબાણ મુક્ત કરી શકાઈ તે માટે વડોદરાના...
વડોદરા પોલીસની ‘બેદરકારી’: પાલિકાનો રૂ. 4 કરોડનો વેરો ભરવામાં નિષ્ફળ
એક તરફ તંગી, બીજી તરફ વેડફાટ: છાણી જકાતનાકા ગાર્ડન પાસે લાઇન તૂટતાં લાખો લીટર પાણી ગટરમાં!
વડોદરા : જ્યોર્જિયાના વર્ક પરમિટ વિઝાના બહાને દ્વારકાના યુવક સહિત મિત્રો સાથે રૂ.24.35 લાખની ઠગાઈ
8મું પગાર પંચ: સરકાર DA અને DR ને મૂળ પગાર સાથે મર્જ કરવા વિશે શું વિચારી રહી છે?
લાપતા ઈમરાન ખાન પર પાકિસ્તાનમાં બબાલ, ઈસ્લામાદ-રાવલપિંડીમાં કર્ફ્યુ, પરિવાર ચિંતિત
ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ: ખાટાઆંબા
ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ :ખાટાઆંબા
શું આધારકાર્ડ જન્મ તારીખનાં પુરાવા તરીકે અમાન્ય?
વડસર બ્રિજ પાસે આવેલી મોબાઈલ શોપ ભડકે બળી,લાખોનું નુકસાન
પહેલો સગો પડોશી-સુખ દુ:ખનાં સાથી
આનંદમાં ભય ભળી ગયો!
કારણ છે – મારા પિતા
ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય…!
‘‘ઊડતા ગુજરાત-નશામાં યુવાની” કારણ ઊંઘતી પ્રજા કે ઊંઘતી ગુજરાત સરકાર?
દેશનું વધી રહેલું તાપમાન: બહુ મોડું થઇ જાય તે પહેલા નક્કર પગલા ભરવાની જરૂર
ઈન્ડિગોની મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર રદ
દરેક મોબાઇલમાં સાયબર સુરક્ષા એપ હશે: સરકારે કંપનીઓને 90 દિવસની સમયમર્યાદા આપી
વિવાદનો પર્યાય બનેલી એમએસયુમાં એક્ઝામ વિભાગનું અણગઢ મેનેજમેન્ટ
વડોદરા : જામ્બુઆ પાસે જંગલ વિસ્તારમાંથી ડિકમ્પોઝ હાલતમાં 30થી 35 વર્ષીય યુવકનો મૃતદહે મળ્યો, હત્યા કે આત્મ હત્યા ?
આ અઠવાડિયે લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા થશે, PM મોદી પણ ભાગ લે તેવી શક્યતા
NH 48 પર વ્હાઈટ-ટોપિંગ પ્રોજેક્ટમાં વધારાનો માઈક્રો-સર્ફેસિંગ સેફ્ટી લેયર મેળવવાની તૈયારી
ચૂંટણી પંચે SIR અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું, પ્રક્રિયા શા માટે જરૂરી છે તે જણાવ્યું
SIR ને લઈ પ.બંગાળમાં હોબાળો: કોલકાતામાં BLOનો હિંસક વિરોધ, ECની ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ
લોરેન્સ બિશ્નોઈ અને અનમોલને પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટીએ આપી જાનથી મારવાની ધમકી
PM મોદીના ‘ડ્રામા નહીં પણ ડિલિવરી’ના કટાક્ષ પર અખિલેશે પૂછ્યું, શું BLO મૃત્યુ પણ નાટક છે?
સુપ્રીમ કોર્ટેનો આદેશ: ડિજિટલ અરેસ્ટ કેસોની તપાસ CBI કરશે
મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો પુલ તુટ્યો, 4 લોકો બાઇક સાથે નીચે પટકાયા, 10થી વધુ ઘાયલ
સાઉથની એક્ટ્રેસ સામન્થાએ ગુપચુપ લગ્ન કર્યા, તસવીરો શેર કરી
મસ્કનો દાવો: AI અને રોબોટિક સિસ્ટમ્સના વિકાસથી થોડા વર્ષો બાદ માનવો માટે કામ કરવું વિકલ્પ હશે
શું વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં પાછો ફરશે?, જાતે ખુલાસો કર્યો
નવસારી : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત કુદરતી વહેણ કોતર, નહેર પર મોટા બ્રિજની જોગવાઈ, ખેતી પાક, ઝાડ, પાક-ઝાડ ચોરી, વીજળીના પોલ તોડી નાંખતા ખેડૂતોએ (Farmer) વિરોધ કરતા નવસારી (Navsari) જિલ્લા બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
નવસારી જિલ્લા બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્ર જણાવ્યું હતું કે, લાર્સન એન્ડ ટોબ્રો લિ. કોન્ટ્રાક્ટર્સની નવસારી તાલુકાના કછોલ ગામે ઓફીસમાં રૂબરૂ મુલાકાત લઈ કણાઈ કુદરતી ખડી તથા સમગ્ર જિલ્લાની અન્ય કુદરતી ખાડી વહેણ ઉપર બોક્ષ ડ્રેઈન ક્લવર્ટ ડીઝાઇન મુબજ બ્રિજ બનાવવા બાબતે રજૂઆત કરી હતી. પરંતુ બુલેટ ટ્રેન કંપની અને કોન્ટ્રાક્ટર કંપનીએ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. પરિણામે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન અને માનસિક ત્રાસ થયો છે. જોકે નવસારી પ્રાંત અધિકારીએ આમડપોર ખાતે મુલાકાત લીધી હતી. ત્યારે કણાઈ ખાડીની નજીક આવેલી જગ્યા અને એક વગડાની કોતરમાં નાંખેલા ભૂંગળા હાલમાં કાઢી નાખ્યા છે. જે હાલ દેખાડા પુરતી હોય તેમ જણાય છે.
એક સ્થાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કણાઈ ખાડીની જમીન ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે. જે વિસ્તારની જીડીસીઆરની જોગવાઈઓ લાગુ પડતી ના હોય તેવા સ્થળોએ સંપાદિત જમીનની હદથી 12 મીટર માર્જીન છોડવાનું, કુદરતી ડ્રેઈન હોય તેવા કિસ્સામાં ડ્રેઈનની હદથી 12 મીટર માર્જીન રાખવાનું છે. જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સરકારી ઠરાવની જોગવાઈઓ મુજબ વોટર બોડીથી બાંધકામ અંગેના માર્જીન જાળવવામાં આવ્યા નથી અને કુદરતી વહેણની જમીન હડપ કરીને માટી પુરાણ કરીને વહેણ સાંકડું કર્યું છે. બીજુ કુદરતી ખાડી, કોતર, તળાવ, નદી, દરિયો વગેરે ક્રોસિંગ થતું હોય એવી બાંધકામ પ્રવૃત્તિ થતી હોય ત્યારે જિલ્લા ડ્રેનેજ વિભાગની વહીવટી પૂર્વ મંજુરી લેવી ફરજીયાત છે. તેમજ નહેરનું ક્રોસિંગ થતું હોય ત્યારે સિંચાઈ વિભાગની જિલ્લા કચેરીની વહીવટી પૂર્વ મંજુરી ફરજીયાત છે. પરંતુ જિલ્લા ડ્રેનેજ વિભાગ કે સિંચાઈ વિભાગ પાસે મંજુરી મેળવી નથી. પરિણામે અતિવૃષ્ટિના દિવસોમાં કણાઈ કોર્નર ખાડીમાં વરસાદી પાણીના ભરાવાને કારણે ગણેશ સિસોદ્રા, કછોલ, ઉન અને ખડસુપાની ખેતીવાડીમાં બાગાયતી ઝાડ અને પાકોમાં નુકશાન થયું છે. જેથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.
કછોલ ગામે એલ એન્ડ ટી કંપનીના વાહને વીજપોલ તોડી નાંખ્યો
નવસારી : કછોલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી કંપનીને સોંપવામાં આવ્યો છે. જેથી કછોલ ગામે મોટા વાહનો સામાન ભરી જતા હોય છે. ત્યારે કછોલ ગામે વીજપોલ તૂટવાની ઘટનાઓ બની રહે છે. જેથી ગામજનોમાં રોષ ફેલાયો છે. જે બાબતે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆતો પણ કરી છે. આજે ફરી એલ એન્ડ ટી કંપનીના વાહને કછોલ ગામે વીજપોલ તોડી નાંખ્યો હતો. જેના કારણે ગામમાં અનેક ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઈ હતી. જેથી ગામના રહીશોએ રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.