Business

UPI સેવાઓ પર ચાર્જ વસૂલાશે? આ અંગે નાણામંત્રી સીતારમણે કહી આ વાત

મુંબઈ: નાણાપ્રધાન (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને (Digital Payment system) મુક્ત રાખવા અંગે ફરી એકવાર ચર્ચા કરી છે. મુંબઈમાં (Mumbai) એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે સરકાર માને છે કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સામાન્ય લોકોને સુવિધા પૂરી પાડી રહી છે, તેનાથી જનતાને ફાયદો થઈ રહ્યો છે, તેથી જરૂરી છે કે આ સેવા સામાન્ય લોકોને મફતમાં આપવામાં આવે.

નાણામંત્રી સીતારમણે કહ્યું કે અમે ડિજિટલ પેમેન્ટને જનહિત તરીકે જોઈએ છીએ. લોકો આ સુવિધાઓનો મુક્તપણે ઉપયોગ કરી શકશે, જેથી ભારતીય અર્થતંત્રનું ડિજિટાઈઝેશન તેમના માટે આકર્ષક બની રહે. નિર્મલા સીતારમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું, ‘અમે ડિજિટાઇઝેશન દ્વારા ઉચ્ચ સ્તરની પારદર્શિતા હાંસલ કરવા માંગીએ છીએ. તેથી અમને લાગે છે કે UPI સેવાઓ માટે શુલ્ક લેવાનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.

હાલમાં જ UPI પર ચાર્જ વસૂલવો કે નહીં તે અંગે ચર્ચાઓ થઈ રહી હતી. એક સ્પતાહ પહેલા રિવ્યુ પેપર સામે આવ્યા બાદ સતત ચર્ચા થઈ રહી હતી કે સરકાર UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાનું વિચારી રહી છે. સામાન્ય લોકો આને લઈને ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. જો કે ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરી હતી, અને કેન્દ્રીય નાણા મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકાર હાલ યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લગાવવાની કોઈ યોજના બનાવી નથી. અને હવે નાણામંત્રાલય બાદ ખુદ નાણામંત્રીએ પણ સ્પષ્ટતા આપતા કહ્યું કે કે કેન્દ્ર સરકાર દ્વાર UPI પર ચાર્જ વસૂલવાની કોઈ યોજના નથી. જણાવી દઈએ કે UPI 1 જાન્યુઆરી, 2020 થી શૂન્ય ચાર્જ ફ્રેમવર્ક પર આધારિત છે.

તેમજ આ અગાઉ મંત્રાલયે કહ્યું હતું કે સેવા પ્રદાતાઓ દ્વારા ઉઠાવવામાં આવનાર ખર્ચ અન્ય માધ્યમો દ્વારા વસૂલવામાં આવશે. ગયા અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ એક ચર્ચા પત્રમાં UPI અને અન્ય પેમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર શુલ્ક વસૂલવા જોઈએ કે કેમ તે અંગે સૂચનો માંગવામાં આવ્યા હતા.

UPI સેવા પ્રદાતાએ અન્ય માધ્યમો દ્વારા કમાણી કરવી જોઈએ: સરકાર
UPI પેમેન્ટ પર ચાર્જ લગાવવા અંગેની ચર્ચા પર કેન્દ્રીય નાણા મંત્રાલયે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “UPI એ ડિજિટલ પબ્લિક ગુડ છે, જેમાં જનતા માટે અપાર સગવડ છે અને અર્થવ્યવસ્થા માટે ઉત્પાદકતા લાભો છે. UPI સેવાઓ માટે કોઈ ચાર્જ વસૂલવાનો સરકારમાં કોઈ વિચાર નથી. ખર્ચ વસૂલાત માટે સેવા પ્રદાતાઓની ચિંતાઓને અન્ય માધ્યમો દ્વારા પૂરી કરવી પડશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “સરકારે ગયા વર્ષે ડિજિટલ ઇકોસિસ્ટમ માટે નાણાકીય સહાય પૂરી પાડી હતી અને આ વર્ષે પણ ડિજિટલને અપનાવવા અને પેમેન્ટ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી જે આર્થિક અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ છે.”

Most Popular

To Top