Gujarat

ગુજરાત કોંગ્રેસની જાહેરાત, નાગરિકો માટે 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે, ટ્રાન્સપ્લાન્ટની સારવાર ફ્રી

અમદાવાદ: રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ વોટ બેંક માટે જાહેરાતો કરી રહી છે. ગુજરાતમાં આગામી ચૂંટણીમો ત્રિપાંખીયો જંગ થશે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા એક બાદ એક મોટી જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે આજે એક ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આરોગ્ય સંકલ્પ પત્ર દ્વારા કોંગ્રેસે શિક્ષણ આરોગ્ય સહિતની અલગ અલગ 14 જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરિકોને સરકારી દવાખાનાઓમાં સારવાર વિનામૂલ્યે મળે, રૂપિયા 10 લાખ સુધીની સારવારનો તમામ ખર્ચ સરકાર ચૂકવશે.

જન આરોગ્ય સંકલ્પમાં શિક્ષણ-આરોગ્ય બે મુુખ્ય બાબત
કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્રમાં ગુજરાતમાં માતા અને બાળકો તેમજ તમામ નાગરિકોને સરકારી તેમદજ ખાનગી માન્ય દવાખાનામાં વિનામૂલ્ય સારવાર મળે, તેમજ નાગરિકોને 10 લાખ સુધીની સારવારનો તમામ ખર્ચ સરકાર ચૂકવશે. આ સિવાય તેમણે પત્રમાં જણાવ્યું છે કે કિડની, લિવર અને હ્યદય ટ્રાન્સ પ્લાન્ટની સારવાર ફ્રી આપવામાં આવશે. આ પત્રમાં વસ્તી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શાળાઓ શરૂ કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સિવાય દરેક સરકારી દવાખાનામાં પુરા પગારથી સ્ટાફ, જુના બિલ્ડિંગમાં સમારકામ,કોર્પોરેટ હાઉસ સમક્ષ દવાખાના બનાવાશે, જેનરિક મેડિકલ સ્ટોર પણ શરૂ કરાશે તેમજ તમામ નાગરિકોને વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે. આ અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાન મોડલની વાત કહી હતી. આ અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 11 પ્રજાલક્ષી જાહેરાતો કરી હતી. અશોક ગેહલોતે કહ્યું હતું કે  જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. 

  • નાગરીકોના ઘરની નજીક સરકારી “જનતા દવાખાનાં”ની સ્થાપના કરાશે તેમજ અંતરીયાળ વિસ્તારમાં ફરતાં સરકારી દવાખાના
  • મેડીકલ કોલેજોમાં પુરતો શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફની નિમણુંક કરાશે
  • આર્યુવેદિક, યુનાની, હોમિયોપેથીક-આયુષ પધ્ધતીથી સારવારને પ્રોત્સાહન, આ પધ્ધતિઓનો અભ્યાસક્રમ સઘન બનાવાશે
  • “તંદુરસ્ત માતા-તંદુરસ્ત બાળક, તંદુરસ્ત બાળક-તંદુરસ્ત દેશ” સુત્ર સાકર કરવામાં આવશે
  • માતા અને બાળકોનો મૃત્યુદર ઘટાડીને રાષ્ટ્રીય દર કરતાં નીચો લાવવા માટે સઘન કાર્યક્રમ.

રાજસ્થાનની જેમ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના, જૂની પેન્શન સ્કીમ- જાન્યૂઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. તેમજ તેમણે અલગથી કૃષિ બજેટ બનાવવામાં આવશે તેમજ કૃષિ વીજ જોડાણ પણ 1000 સબસીડી પણ આપવામાં આવશે. ખેડૂતો માટે તેમણે વધુ એક સબસીડી આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દૂધ આપનાક ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસીડી આપવામાં આવશે. આ સિવાય તેમણે ઈન્દિરા ગાંધી શેહરી રોજગારી યોજના-ઇન્દિરા રસોઈ યોજનાની અંગે માહીતી આપી હતી.

આ સિવાય તેમણે શિક્ષણમાં પણ નવી યોજના લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.આ સિવાય કે સી વેણુગોપાલે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સ્થિતી કફોડી થતી દેખાઈ રહી છે કારણે કે 9 મહિના અગાઉ જ સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી અને હાલમાં જ બે દિવસ અગાઉ બે મંત્રીઓ પાસેથી ખાતા છીનવી લેવામાં આવ્યા છે. 

Most Popular

To Top