National

લાઉડસ્પીકર વિવાદ બાદ મુંબઈની જામા મસ્જિદે અપનાવેલી આ ટ્રીકના લીધે હવે ઘરે ઘરે સંભળાશે અઝાન

મુંબઈ: બોમ્બે ટ્રસ્ટની (Bombay Trust) જામા મસ્જિદે (Jama Masjid) એક મોબાઈલ એપ લોન્ચ (mobile APP launches) કરી છે. આ એપ યુઝર્સને નમાઝના (Namaz) સમય વિશે માહિતી આપશે. અને તેઓ લાઈવ અઝાન (Live Azan) સાંભળી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે લાઉડસ્પીકરના વિવાદો (loudspeaker controversy) બાદ મસ્જિદે આ નિર્ણય લીધો છે.

આ એપનું નામ અલ ઈસ્લાહ (Al Islaah) છે, જે યુઝર્સને માત્ર નમાઝના સમય વિશે જ માહિતી આપશે નહીં. પરંતુ આ એપના મદદથી તમે મસ્જિદમાંથી નમાજનું લાઈવ સ્ટ્રીમિંગ (Live streaming) પણ જોઈ શકશો. ટ્રસ્ટનું કહેવું છે કે આવી એપ્સ આ પહેલા પણ અસ્તિત્વમાં હતી, પરંતુ તે રેકોર્ડેડ અઝાન વગાડતી હતી. જામા મસ્જિદની નવી એપ અલ ઈસ્લાહમાં યુઝર્સને લાઈવ અઝાન વગાડવાની તક મળશે.આ એપ અંગે ટ્રસ્ટનું કહેવું છે કે લોકોને નમાઝ માટે બોલાવવા એ ધર્મનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એટલા માટે તે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે, જેથી વધુ લોકો સુધી પહોંચી શકાય.

એપ અંગે શું કહે છે ટ્રસ્ટ?
મસ્જિદ ટ્રસ્ટના અધ્યક્ષ શુએબ ખાતિબે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટની લાઉડસ્પીકર માર્ગદર્શિકા માત્ર અઝાન માટે નથી, પરંતુ દરેક માટે છે. પરંતુ રાજકીય લાભ માટે એક પક્ષ દ્વારા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં વિવાદો વધતા અમે એક બેઠક યોજી અને લાઉડસ્પીકર વિવાદના વિકલ્પો શોધવાનું શરૂ કર્યું.

વધમાં તેમણે જણાવ્યું કે આ પહેલા અમે રેડિયો ફ્રીક્વન્સી લેવાનું વિચાર્યું હતું, પરંતુ તેના માટે ઘણી બધી પરવાનગીની જરૂર હતી. તેથી અમે એક એપ વિકસાવી છે. તમે આ એપ પર સવારની નમાજ સાંભળી શકો છો, જેને લાઉડસ્પીકર પર મંજૂરી નથી. મહારાષ્ટ્ર કોલેજના વિદ્યાર્થીઓએ આ એપ વિકસાવવામાં મદદ કરી છે.

આ એપ માત્ર નમાઝ જ નહીં બીજા ઘણા ફિચર્સ પણ આપે છે
યુઝર્સને આ એપ પર અન્ય ઘણી સુવિધાઓ પણ મળશે. આના પર એક પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે, જેની મદદથી મસ્જિદ સત્તાવાળા લોકોને કોઈપણ માહિતી આપી શકે છે. આ સિવાય એપ યુઝર્સ તેમના પ્રશ્નો સમુદાયના નેતાઓને પણ મોકલી શકશે. એપનો ઉપયોગ iOS અને Android બંને વર્ઝન પર થઈ શકે છે.

Most Popular

To Top