Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) ગણેશ વિસર્જનમાં ભક્તિની સાથે મસ્તી કરવા માંગતા લોકોને કાબુમાં રાખવા સુરત શહેર પોલીસ કમિશનરે (Police Commissioner) દારૂના (Liquor) વેચાણ કરનારાઓ પકડી પાડવા પોલીસને સૂચના આપી છે. જેના પગલે ગત 7મી સપ્ટેમ્બરની સાંજે સુરત શહેર પોલીસની પીસીબી શાખાએ લક્ઝુરીયસ મોંઘી કારમાં રમ, વોડકા, વાઈન અને વ્હીસ્કી સહિતનો ઈમ્પોર્ટેડ ઈંગ્લીશ દારૂ (English Daru) વેચવા નીકળેલા બુટલેગરને (Bootlegger) આબાદ પકડી લીધો હતો. પીસીબીએ બે કાર સહિત કુલ રૂપિયા 7,28,950નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

  • કારમાં દારૂની હોમ ડિલીવરી કરવા નીકળેલા બુટલેગરને પીસીબીએ પકડી પાડ્યો
  • સિટીલાઈટથી 1.93 લાખનો દારૂ અને કાર સહિત 7.28 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
  • મોંઘી કારમાં રમ, વોડકા, વાઈન અને વ્હીસ્કી સહિતનો ઈમ્પોર્ટેડ ઈંગ્લીશ દારૂ વેચવા નીકળ્યો હતો બુટલેગર

સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તરફથી ગણેશ વિસર્જનનો તહેવાર હોવાથી શહેર વિસ્તારમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુસર સુરત શહેરમાં પ્રોહીબિશન જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબુદ કરવાની સુચના આપવામાં આવી છે. જે સંદર્ભમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.સુવેરા, પી.સી.બી. શાખા, સુરત શહેરના સીધા માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના સ્ટાફ દ્વારા તા.7 સપ્ટેમ્બરના રોજ બાતમીના આધારે સિટીલાઈટ અશોક પાન સેન્ટરની સામે વોચ ગોઠવવામાં આવી હતી. તેજશ મહેતા નામનો ઇસમ તેની સફેદ કલરની સ્કોડા ફાબીયા ફોર વ્હીલ ગાડી નં. જીજે-05-સીક્યુ-7648 માં વિદેશી દારૂની ઇમ્પોર્ટેડ બાટલીઓનો જથ્થો લઈને અશોક પાન સેન્ટરની સામે, રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટના ગેટ પાસે આવી પહોંચ્યો હતો.

પીસીબીએ તેજશ ભરતભાઇ મહેતા, (ઉ.વ.32 રહે.603, શીતલ એપાર્ટમેન્ટ, સીટીલાઇટ રોડ, ઉમરા)ને પકડી તેની તથા તેની કારની તપાસ કરી હતી. કારમાંથી પીસીબીના સ્ટાફને વિદેશી દારૂની બાટલીઓ મળી આવી હતી. તેજસ મહેતા ભૂતકાળમાં પણ આ રીતે કારમાં દારૂની બોટલો સપ્લાય કરતો હોઈ તેની વધુ પૂછપરછ કરાઈ હતી. પુછપરછ દરમિયાન તેજસ મહેતાએ રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટ, બિલ્ડીંગની બાજુમાં આવેલા પાર્કીંગમાં ગ્રે કલરની રેનોલ્ટ ડસ્ટર ફોર વ્હીલ ગાડી દારૂ છૂપાવ્યો હોવાનું જણાવતા ત્યાં તપાસ કરાઈ હતી. બંને ઠેકાણેથી કુલ રૂપિયા 1,93,560 નો દારૂ અને બે કાર મળીને કુલ રૂપિયા 7,28,650 ની મત્તા કબજે લીધી હતી. વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી સાહિલ (રહે.સુરત) તથા ગણેશ (રહે.થાણે, મુંબઇ, મહારાષ્ટ્ર ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

  • છેલ્લા એક મહિનામાં લેવાયેલા અટકાયતી પગલા
  • હેડ અટકાયતી પગલા
  • પાસા 40
  • હદપારી દરખાસ્ત 68
  • અન્ય અટકાયતી પગલા 5027
  • પ્રોહીબિશન કેસો 2420
  • હથિયારબંધી ભંગ 695
To Top