Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ : પૂર્વ મુખ્યમંત્રી (Former Chif Minester) વિજય રૂપાણીને (Vijay Rupani) મોટી જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત ચૂંટણી પહેલા રૂપાણીની નવી ભૂમિકા સોંપવામાં આવી છે.તેમને પંજાબ (Punjab) અને ચંદીગઢના (Chandighar) પ્રભારી (In Chajre) બનાવવામાં આવ્યા છે.ભાજપે 15 રાજ્યોના નવા પ્રભારીની નિયુક્તિ કરીને તેઓને નવા પ્રભારીમાં તરીકેનોપ સમાવેશ કરવામાંઆવ્યા છે.હાલ ગુજરાતમાં હાલ ચૂંટણીલક્ષી માહોલ છે ત્યારે રાજનીતિક ગલિયારાઓમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.બીજી બાજુ હાલ પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે ગુજરાતમાં જે રીતે આમઆદમી પાર્ટી પગદંડો જમાવી રહી છે ત્યારે રૂપનીને સોંપવામાં આવેલી આ જવબળી અને સ્ટેટર્જી શું ભૂમિકા ભજવશે તે હવે જીવું રહ્યું.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપિાણીને પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપી

 ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપિાણીને પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપી છે. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત વિનોદ તાવડને બિહાર , ઓમ માથુરને છત્તીસગઢ, બિપ્લબ કુમાર દેબને હરિયાણા, લક્ષ્મીકાંત બાજપાઈને ઝારખંડ, પ્રકાશ જાવડેકરને કેરળ, રાધા મોહન અગ્રવાલને લક્ષદ્વીપ, પી મુરલીધર રાવને મધ્યપ્રદેશ, તરુણ ચુગને તેલંગાણા અને અરુણ સિંહે રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ભાજપે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.

પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ: વિજય રૂપાણી
ગત 27 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ.’અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઇ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી ભારતમાતા બને. પરમવૈભવના શિખર પર ભારત પહોંચે એ માટે એક સ્વપ્નથી કામ કરીએ છીએ. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.

To Top