Top News

More Posts

   The Latest

Most Popular

અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત બનતા બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે બે સપ્તાહમાં જ હોસ્પિટલોમાં દાખલ થતા બાળકોની સંખ્યા સો ગણા જેટલી થઇ ગઇ છે.

અમેરિકાભરની હોસ્પિટલોમાં ૧૭ વર્ષ કરતા ઓછી વયના બાળકો રોજના ૨૮૦ જેટલા દાખલ થઇ રહ્યા છે, ડોકટરો કહે છે કે ૧૪ દિવસ જ અગાઉ દરરોજના માત્ર બેથી ત્રણ બાળકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવતા હતા. જો કે આમાં વિસ્તાર મુજબ આંકડાઓ જુદા જુદા છે.

અમેરિકામાં હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની સારવાર માટે દાખલ કરવામાં આવેલા બાળકોની સંખ્યા ૪૯૦૦૦ કરતા પણ વધારે છે અને એક સપ્તાહમાં જ બે હજાર કરતા વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરો કહે છે કે આમાંથી ઘણા બાળકો એવા છે કે જેઓ ૧૨ વર્ષ કરતા વધુ વય ધરાવે છે અને તેમને રસી આપીને બિમારી અટકાવી શકાઇ હોત.

દરમ્યાન, બાળકોમાં વધતા કેસો આથે અમેરિકામાં રાજકીય વિવાદો પણ થયા છે. કેટલાક ગવર્નરો શાળાઓને બાળકો માટે માસ્કનો આગ્રહ રાખવાની મનાઇ ફરમાવી રહ્યા છે જ્યારે પ્રમુખ જો બાઇડને આવા ગવર્નરો સામે પગલા લેવાની ચેતવણી આપી છે.

To Top