Gujaratmitra Daily Newspaper - Since – 1863

Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian cricket team) કેપ્ટન્સીના વિવાદ (Captaincy Controversy) વચ્ચે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા (South Africa tour) રવાના થઈ ગઈ છે. અહીં ટેસ્ટ શ્રેણી (Test Series) શરૂ થવા આડે જૂજ દિવસો બાકી હોવા છતાં ટેસ્ટ સિરીઝના ઉપકપ્તાનના (Vice Captain) નામની ઘોષણા થઈ નહીં હોય સસ્પેન્સ સર્જાયું હતું. અજિંક્ય રહાણેના (Ajinkya rahane) ખરાબ પરર્ફોમન્સના લીધે પસંદગીકારો તેને હવે ઉપકપ્તાન તરીકે જાળવી નહીં રાખે તે નક્કી જ હતું, ત્યાં રોહિત શર્મા (Rohit Sharma) ઈન્જર્ડ થઈ જતા ઉપકપ્તાનની જવાબદારી કોને સોંપવી તે પસંદગીકારો માટે જટિલ પ્રશ્ન બન્યો હતો. ઋષભ પંતના નામ પર લાંબી ચર્ચા વિચારણા થઈ હતી પરંતુ આખરે સિલેક્ટર્સે (Selectors) સાઉથ આફ્રિકાની ટેસ્ટ સિરીઝ માટે અન્ય ખેલાડીની વાઈસ કેપ્ટન તરીકે પસંદગી કરી લીધી છે.

રોહિત શર્મા હેમસ્ટ્રીંગ ઈન્જરીના લીધે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે ત્યારે તેના સ્થાને ઓપનીંગ બેટ્સમેન લોકેશ રાહુલને (Lokesh Rahul) ટેસ્ટમાં વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. BCCIના સૂત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું છે. રાહુલ અત્યાર સુધીમાં 40 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. 29 વર્ષીય ખેલાડીએ ટેસ્ટ ફોર્મેટમાં 6 સદીની મદદથી 35.16ની એવરેજથી 2321 રન બનાવ્યા છે. રાહુલને ભારતીય ટીમના ભાવિ કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

આ અગાઉ અજિંક્ય રહાણેના સ્થાને રોહિત શર્માને વાઈસ કેપ્ટન બનાવાયો હતો, પરંતુ સાઉથ આફ્રિકાની ટૂર પહેલાં મુંબઈમાં નેટ પ્રેકિ્ટસ દરમિયાન તેના ડાબા પગમાં ઈન્જરી થઈ હતી. આ ઈજામાંથી સાજા થવામાં તેને ચાર અઠવાડિયાનો સમય લાગી શકે તેમ હોવાથી તેને ટેસ્ટ સિરીઝમાંથી પડતો મુકવામાં આવ્યો છે. ખરાબ પ્રદર્શનના લીધે રહાણેનું પ્લેઈંગ ઈલેવનમાં પાક્કું નહીં હોય તેને ફરી વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવી મુશ્કેલ બની હતી.

એક તબક્કે ઋષભ પંતને (Rishabh Pant) વાઈસ કેપ્ટન બનાવવા વિશે વિચારણા થઈ હતી, પરંતુ તે હજુ યુવાન હોય અંતે રાહુલના નામ પર મ્હોર મારવામાં આવી છે. રાહુલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમતો હોઈ તેમજ તે ઉંમર અને અનુભવમાં પંતથી આગળ હોય તેની પસંદગી વાઈસ કેપ્ટન તરીકે કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાહુલને વન ડેમાં પણ વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરાય તેવી શક્યતા છે.

To Top