Top News

More Posts

   The Latest

Most Popular

સૌરાષ્ટ્ર: ગુજરાત (Gujarat)ના કચ્છ(Kutch)માં અવારનવાર ભૂંકપ (Earthquake)ની ઘટના બનતી રહેતી હોય છે. પરંતુ આજે વહેલી સવારે ગોંડલ (Gondal) આસપાસના વિસ્તારમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂંકપના આંચકા અનુભવ થતાં ગ્રામજનો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

આજે સવારે 6.53 કલાકે ગોંડલમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. લોકો ભૂકંપના ડરથી ઘરની બહાર દોડી ગયા હતા. ગોંડલ સહિત આસપાસના ગ્રામ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ સિવાય વીરપુરમાં પણ યાત્રીઓને ભુંકપના આંચકા અનુભવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આટકોટ પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની ખબર પડતાં જ લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા ભાગના લોકોને અનુભવ થયો નહોતો. બારી-બારણાં પર ભૂકંપની અસર દેખાઈ હોવાનું લોકો પાસે જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ ગોંડલથી 22 કિ.મી. દૂર હોવાનું નોંધાયું છે. તથા તેની તીવ્રતા 3.4 રિક્ટર સ્કેલ નોંધાઈ છે. આ અગાઉ બનાસંકાઠા અને રાજસ્થાનમાં પણ ભૂંકપના આંચકા અનુભાવાયા હતા. 4.1ની તીવ્રતાથી ભૂંકપના આંચકા નોંધાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો.  4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં તેની અસર પાલનપુર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં જોવા મળી હતી.  બનાસકાંઠાથી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતાં જ પાલનપુર સહિતના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. સતત રાત્રિના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો હતો.

To Top