Sports

ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડને 42 રનથી હરાવ્યું, બીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું

 બ્રિસબેન: T20 વર્લ્ડ કપમાં  (T20WorldCup2022) યજમાન ઓસ્ટ્રેલિયા (Australia) ટીમે તેનો બીજો વિજય નોંધાવ્યો છે. આયર્લેન્ડ (Ireland) સામેની જીત સાથે ઓસ્ટ્રેલિયાના 5 પોઈન્ટ થયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ (Newzealand) પછી બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડ સામે 180 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જવાબમાં આયર્લેન્ડની ટીમ માત્ર 137 રન જ બનાવી શકી હતી અને 42 રનથી મેચ હારી ગઈ હતી.

  • ઓસ્ટ્રેલિયાએ આપેલા 180 રનના ટાર્ગેટ સામે આર્યલેન્ડ 137 રન જ બનાવી શક્યું
  • આર્યલેન્ડની ટીમ 18.1 ઓવરમાં જ ઓલઆઉટ થઈ
  • ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે સૌથી વધુ 63 રન બનાવ્યા
  • ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચ્યું

ઓસ્ટ્રેલિયાએ આ મેચ 42 રને જીતી લીધી હતી. આ મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન ફિન્ચની અડધી સદી અને માર્શ-સ્ટોઇનિસની ઉપયોગી ઇનિંગ્સના આધારે 179 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી મેકકાર્થીએ ત્રણ અને જોશુઆ લિટલને બે વિકેટ લીધી હતી. 

180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂઆત ઘણી નબળી રહી હતી. 25 રનના સ્કોર પર ટીમની 5 વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ ટકરે આયર્લેન્ડના સ્કોરને 100 સુધી પહોંચાડવા માટે ડેલાની અને એડેર સાથે ઉપયોગી ભાગીદારી કરી હતી. એક તબક્કે એવું લાગતું હતું કે ટકર આયર્લેન્ડને પોતાના દમ પર જીત તરફ દોરી શકે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ સમયસર આક્રમણ કર્યું અને ટર્નઅરાઉન્ડની કોઈપણ તકોને દૂર કરી હતી. આયર્લેન્ડની ટીમ 18.1 ઓવરમાં 137 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સ, સ્ટાર્ક, મેક્સવેલ અને ઝમ્પાએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ હેઝલવુડને એક વિકેટ મળી હતી.

આ અગાઉ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડ સામે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. નિર્ધારિત 20 ઓવરમાં કાંગારૂ ટીમે પાંચ વિકેટે 179 રન બનાવ્યા હતા. કેપ્ટન ફિન્ચે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 35 અને મિચેલ માર્શે 28 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી મેકકાર્થીએ ત્રણ અને જોશુઆ લિટલને બે વિકેટ લીધી હતી.  કેપ્ટન એરોન ફિન્ચની વાપસી ઓસ્ટ્રેલિયા માટે રાહતના સમાચાર છે. ફિન્ચને યોગ્ય સમયે તેની લય મળી છે. હવે ઓસ્ટ્રેલિયા પાસે તેની બાકીની મેચો જીતીને સેમિફાઇનલમાં પહોંચવાની તક છે. ફિન્ચનું ફોર્મ ઓસ્ટ્રેલિયા માટે આવનારી મેચોમાં ઘણું મહત્વનું છે.

Most Popular

To Top