Business

આનાથી મોટી વિડંબના બીજી શું હોઇ શકે??

તાજેતરના એક અહેવાલ અનુસાર દેશના સરકારી ગોદામોમાં અનાજનો સ્ટોક આ વર્ષે ઘટીને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. તેમાં ઘઉંનો સ્ટોક છેલ્લા 14 વર્ષમાં સૌથી નીચેના સ્તરે પહોંચી ગયો છે. પરિણામે ઘઉંના ભાવ બાવીસ મહિનાની ટોચે પહોંચ્યા છે. દેશમાં પ્રજા મોંઘવારીથી પીસાઇ રહી છે ત્યારે અનાજનો પાક પાછોતરા વરસાદના કારણે બગડયો હોઇ અનાજનો પાક ઘટવાથી મોંઘવારી વધુ વધવાની શકયતા છે. સાથે બીજા એક અહેવાલથી પ્રજાની સમસ્યા ઓર વધવાની શકયતા છે. તાજેતરના એક અહેવાલ મુજબ હરિયાણાના સરકારી ગોડાઉનમાં બેતાલિસ હજાર મેટ્રિક ટન ઘઉં વરસાદને કારણે સડી ગયો છે.

આ અનાજની પૂરતી તકેદારી રખાઇ હોત તો ભારતના એંસી લાખ ગરીબો સુધી તે પહોંચાડી શકાયું હોત. આ ગંભીર ગફલતની જવાબદારી લેવા કોઇ તૈયારી નથી! ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને હરિયાણા ખાદ્ય પૂરવઠા વિભાગ ગોડાઉનમાં સડી ગયેલા ઘઉં અંગેની જવાબદારી એક બીજા ઉપર થોપી રહ્યા છે!! પાછોતરા વરસાદને કારણે અનાજ (ઘઉં)નો પાક ઓછો ઉતરેઅ ને તેમાં બીજા પાકના બેતાલીસ હજાર મેટ્રિક ટન ઘઉં સરકારી ગોડાઉનમાં યોગ્ય અને પૂરતી જાળવણીના અભાવે સડી જાય અને તે ગરીબો સુધી પહોંચાડી ના શકાય તેનાથી મોટી દુ[અકાળમાં અધિક માસ જેવી વિડંબના પ્રજા માટે બીજી શી હોઇ શકે?
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી ફસાશો નહીં
દિવાળીના મહત્વના તહેવારોમાં મધ્યમવર્ગના નાગરિકો નાણાં ન હોવા છતા ‘આજે રોકડા-કાલે ઉધાર’નો વર્ષો જૂનો કન્સેપ્ટ ભૂલીને આજે દિલથી ખરીદો-કાલે નિરાંતે ચૂકવો’નો પ્રવર્તમાન કન્સેપ્ટ અપનાવીને ભરપૂર ખરીદી કરવાના છે અને દેશની ઇ-ઇમર્સ કંપનીઓની ઠગ ચાલમાં આવી જવાના છે અને દેવાની ઉંડી ખાઇમાં ધકેલાઇ જવાના છે. દૈનીકના એક સમાચાર અન્યએ દેશવાસીઓ ચાલુ વર્ષે દિવાળીમાં 125 લાખ કરોડ રૂપિયાની વિક્રમ ખરીદી કરવાની છે. ખરીદીના પ્રવર્તમાન કન્સેપ્ટ ‘આજે દિલથી ખરીદો-કાલે નિરાતે ચૂકવે’ એ અમેરિકા અને યુરોપના દેશોનો ‘બાય નાઉ, પે લેટર (બીએમપીએસ)ના કન્સેપ્ટ જેવો છે જેમાં તમે ખરીદ્યા કરો અને પછી વસૂલ કરીશુ જેવો થાય છે.

ક્રેડીટ કાર્ડ પર આડેધડ ખરીદી કરતા લોકો માટે આ સ્કીમ નિસરણી સમાન છે. લોકોને ખરીદી કરવી છે અને શાંતિથી મહીને ચૂકવ્વું છે. જે લોકો આ સ્કીમમાં ભાગ લેશે તેને ઓન લાઇન એગ્રીમેન્ટ કરાવીને કાંડા કાપી નાંખવામાં આશે. જેમાં સમયસર પૈસા નહી ચૂકવાય તો માત્ર વ્યાજ જ નહીં દંડ પણ ચૂકવવો પડશે. આવા કાંડા કાપતા કરાર પર મોટા ભાગના લોકો જોયા-જાણ્યા વગર સંમત થઇને મોટી ચૂકવણીની જાળમાં ફસાઇ જાય છે. ઇ-કોમર્સની સાઇટો શરૂ થઇ ત્યારથી પેમેન્ય સીસ્ટમમાં સવલતો અપાઇ રહી છે. ક્રેડીટ કાર્ડ મોટા પ્રમાણમાં અને આસાનીથી મળી રહે તે માટે બેંકોને સમજાવાઇ હતી.

જે બેંકો ડીપોઝીટો પર માંડ છ ટકા વ્યાજ આપે છે તે ક્રેડીટ કાર્ડના વપરાશકારો પાસેથી વિક્રમ એવા આશરે 20 થી 30 ટકાથી વધુ વ્યાજ વસૂલ કરવા લાગે છે. મિનીમમ પેમેન્ટનું ઓપ્શન આપી. વપરાશકારોને બરાબરના ફસાવાયા છે. મધ્યમવર્ગના નાગરીકોની દુનિયામાં ડોકીયુ કરશો તો ખ્યાલ આવશે કે તેમના વર્તમાન દેવા પાછળનું મૂળ એક કારણ ક્રેડીટ કાર્ડ છે. વ્યાજની ગણતરી પણ બહુ ઓછા લોકો કરે છે. મધ્યમ વર્ગની આ મેન્ટાલીટીનો પૂરો અભ્યાસ ઇ-કોમર્સ કંપનીઓએ કરેલ હોઇ મધ્યમ વર્ગે સુખી થવા માટે આ જાળમાં કદાપી ન જ ફસાવ્વું જોઇએ.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top