ભરૂચ: (Bharuch) ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વૈરાગી વાડ વિસ્તારમાં રહેતા એક યુવક ઉપર બે મોટરસાઇકલ (Motorcycle) ઉપર ચાર લોકોએ આવી ૩ લોકોએ પકડી...
નવી દિલ્હી : દુનિયા ભરમાં એચઆઈવી (HIV) અને એઈડ્ઝના (AIDS) દર્દીઓ માટે આ મોટા સમાચાર છે. વિશ્વમાં અત્યાર સુધી લાઈલાજ ગણાતી આ...
સુરત: (Surat) ચોકબજાર નજીક મેટ્રો પ્રોજેકટની (Metro Project) કામગીરીમાં નડતર રૂપ લાઇનો સીફટ થઇ ચુકી છે તે નવી લાઇનના જોડાણ તેમજ રાજશ્રી...
અમદાવાદ : આજે મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ‘ગુરુભક્તિ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા...
ગાંધીનગર : ભારતમાં (India) યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને (Ahmedabad) આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ (Website) અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ...
અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidhyapith) પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મનપા (AMC) દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં...
સુરત: (Surat) શહેરના કતારગામ વિસ્તારમાં ડભોલી બ્રિજ (Bridge) પાસે બે અલગ અલગ બનાવવામાં બે ફોર વ્હીલ કાર (Car) સળગી જવા આપી હતી....
ગાંધીનગર : મનપા – શહેરી વિકાસ વિસ્તાર તથા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ (Illegal construction) નિયમિત કરવા માટે આજે વિધાનસભામાં રાજય સરાકરના શહેરી...
નવી દિલ્હી : (New Delhi) ચાઈનાના (China) ખતરનાક ઈરાદાઓને નિષ્ફળ કરવા માટે મોદી સરકાર (PM Modi) ભારત,ચીન,તિબ્બત અને મ્યાનમારની સરહદ પર 2000...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે તમામ ચૂંટાયેલા ઉમેદવારોએ ધારાસભ્ય તરીકેના શપથ (Oath) લીધા હતા. વિધાનસભા ખાતે આજે વિરમગામના ભાજપના (BJP) ધારાસભ્ય...
ગાંધીનગર : ભાજપના (BJP) હાઈકમાન્ડ દ્વારા ગુજરાત (Gujarat) વિધાનસભાના નવા અધ્યક્ષ પદે શંકર ચૌધરીની વરણી કરવાનો નિર્ણય લેવાતા હવે આજે શંકર ચૌધરીએ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાના બે દિવસીય ટૂંકા શિયાળુ સત્ર દરમિયાન આજે પહેલા દિવસે પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે 15મી વિધાનસભામાં ચૂંટાયેલા 181...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલાહાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ (Student) તેમજ સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝધડો થયો હતો. આ ઝધડા પછી સુરક્ષાકર્મીઓ દ્વારા...
ખેરગામ: (Khergam) ખેરગામ તાલુકાના નાંધઈ ગામના વાળી ફળિયામાં ખેતરમાં કામ કરી રહેલી વૃદ્ધ મહિલા (Old Lady) ઉપર જંગલી ભૂંડના (Pig) ઝૂંડે હુમલો...
નવી દિલ્હી: બે દિવસ પહેલા તવાંગમાં (Tawang) ચીનીની સેના (Chinese army) અને ભારતીય સેના (Indian Army) વચ્ચે થયેલી અથડામણ બાદ હાલ સરહદ...
વિશ્વ બેંકના (World Bank) રિપોર્ટમાં આરબીઆઈના (RBI) ડેટાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પ્રવાસી ભારતીઓ (NRI) દ્વારા ભારતમાં (India) મોકલવામાં...
સુરત: સુરત (Surat) શહેરમાં વ્યાજખોરોનો આતંક ખૂબ વધી ગયો છે. રવિવારે વ્યાજખોરોની ટોળકીએ એક કાપડના વેપારીનું અપહરણ કરી તેને માર માર્યાનો કિસ્સો...
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) એસ પી રિંગ રોડ પર આયોજિત પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj) શતાબ્દી મહોત્સવનો (Centenary Festival) હવે ચાર દિવસો પૂર્ણ...
ગૂગલના (Google) ઈતિહાસમાં છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે દુનિયાભરના લોકો ગૂગલ પર એક સાથે માત્ર એક જ વસ્તુ સર્ચ (Search)...
નવી દિલ્હી: થાઇલેનેડની (Thailand) ખાડીમાં (Gulf) રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના (Accident) સર્જાય હતી. જ્યાં ખાડીમાં નેવીનું યુદ્ધ જહાજ (Navy Warship) એક...
ભાવનગર: ભાવનગરનાં પાલીતાણા ખાતે મંદિરની બહાર કરવામાં આવેલી તોડફોડ મામલે વિવાદ વકર્યો છે. આ મામલે સોમવારનાં રોજ પાલીતાણા તળેટી ખાત જૈન સમાજની...
નવી દિલ્હી: રવિવારે રાત્રે અતિ રોમાંચક મેચમાં પેન્લ્ટી શૂટઆઉટમાં 4-2થી ફ્રાન્સને (France) હરાવી આર્જેન્ટિનાએ (Argentina) 36 વર્ષ બાદ ફીફા વર્લ્ડકપ (FIFA World...
પારડી: વલસાડના (Valsad) પારડી (Pardi) તાલુકામાં આવેલા ડુમલાવ (Dumlao) અને આસપાસના વિસ્તારમાં 3 દીપડા (leopard) દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારે ગામના...
ગાંધીનગર: સામાન્ય રીતે આપણે કોઈ પણ મંદિરમાં જઈએ છે તો મંદિરમાં પ્રભુને નત મસ્તક થઈને પ્રણામ કરતા હોય છે. પરંતુ આવા દ્રશ્યો...
‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં થોડા દિવસ પહેલાં ભાઇ શ્રી અરુણભાઇ પંડ્યાનું લીવ-ઇન રીલેશનમાં રહેવાનાં યુવક-યુવતીઓમાં વધતા જતા પ્રમાણ અંગે આજના સમયમાં ઘણાં મા-બાપને...
મા બાપ છોકરાને ભણાવે, ગણાવે, પગભર કરે, પરણાવે અને પછી એ છોકરો બધી રીતે સેટ થયા પછી એક દિવસ મા બાપને કહી...
અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોની ભારતીય સેના સાથે અથડામણ બાદ દેશમાં ચીનને લઈને રોષ વધી ગયો છે અને આની અસર હવે ચીનમાંથી આવનારા...
ગુજરાતમાં ચારે દિશામાંથી ભાજપના ભવ્ય વિજયની દુંદુભિ જોરશોરથી વાગી રહી હતી.એટલે સ્વાભાવિક રીતે જ હિમાચલ પ્રદેશ જેવા નાનકડા રાજ્યમાં કોંગ્રેસે વગાડેલી ચૂંટણી...
સુરત(Surat) : બે દિવસ પહેલાં તા. 17મી ડિસેમ્બરને શનિવારની વહેલી સવારે ડીંડોલીના પ્રમુખપાર્ક ઓવર બ્રિજની નીચે ઉધના-મુંબઈ અપ રેલવે લાઈન પર ઉપર...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’ અખબારની બુધવારની દર્પણ પૂર્તિમાં ગેમ ચેન્જર મોદી મથાળા હેઠળનો એક લેખ પહેલા પેઇજ પર પ્રકટ...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
ભરૂચ: (Bharuch) ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વૈરાગી વાડ વિસ્તારમાં રહેતા એક યુવક ઉપર બે મોટરસાઇકલ (Motorcycle) ઉપર ચાર લોકોએ આવી ૩ લોકોએ પકડી રાખી એકે યુવકને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઇજાગ્રસ્તને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ (Bharuch Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગંભીર ઈજાને કારણે પોલીસે હુમલાખોર ૪ ઈસમ સામે હત્યાનો (Murder) પ્રયાસ અને એટ્રોસિટી ગુનો દાખલ કર્યો હતો.
ભરૂચ બી ડિવિઝન પોલીસમથકમાં નોંધાયેલી મુજબ ફરિયાદી કિશોર મણીલાલ વસાવાએ રવિવારે પોતાના ઘરે હતા. એ વેળા કોઠી રોડ ઉપર રહેતા આરોપીએ કહેલું કેમ છો? તેમ કહેતાં જ કિશોરે તેમને તમાચો માર્યો હોય અને ત્યારબાદ આરોપી સ્થળ ઉપરથી નીકળી ગયા બાદ બે મોટરસાઇકલ ઉપર ૪ ઈસમ સાથે આવ્યા હતા, જેમાં અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખ અને અકમલ અબ્દુલ અઝીઝ શેખ તથા અન્ય બે અજાણ્યા ઈસમે કહ્યું કે, ‘તને સાક્ષી થવાનો બહુ શોખ છે’ તેમ કહી કિશોરની ટી-શર્ટ પકડી ૩ ઈસમે પકડી રાખી અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા ઝીંકી દેતાં ઇજાગ્રસ્ત સ્થળ ઉપર ઢળી પડ્યો હતો.
અને તેની સાથે રહેલા અન્ય લોકોએ પણ ઇજાગ્રસ્તને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને પેટના ભાગે મોટો ચીરો હોવાના કારણે અંદર સુધી ઘા હોવાથી તેની સારવાર કરવામાં આવી હતી અને ૨૮ જેટલા સ્ટીચ લેવાની ફરજ પડી હતી. તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકાતાં ઓપરેશન કરવા માટે વધુ સારવાર ખાનગી હોસ્પિટલમાં ગંભીર ઘવાયેલાને ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તની પૂછપરછ કરતાં ઘટસ્ફોટ કર્યો હતો કે, ૧૫ દિવસ પહેલા ભરૂચના ઢાલ નજીક વિસ્તારના અશોક સોલંકીને આરીફ નામના વ્યક્તિએ જૂની એટ્રોસિટીની ફરિયાદ બાબતે તેની સાથે બોલાચાલી કરતાં મારામારી કરી રહ્યા હતા. એ વેળા ઇજાગ્રસ્ત કિશોર વસાવા વચ્ચે પડ્યો હોવાની રાખીને તેમજ સાક્ષી હોવાના કારણે તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું તેઓએ રટણ કર્યું હતું. જેના કારણે પોલીસે ઇજાગ્રસ્ત અને પરિવારની ફરિયાદ લઈ આરોપી અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખ તથા અકમલ અબ્દુલ અઝીઝ શેખ તથા અન્ય બે અજાણ્યા મળી ચાર લોકો સામે હત્યાના પ્રયાસ એટ્રોસિટી તથા જાનથી મારી નાંખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં.
મારા ભાઈની હાલત નાજૂક સ્થિતિમાં છે : બહેનની હૈયાફાટ વેદના
પોતાના ભાઈને લોહીલુહાણ અવસ્થામાં જોઈ બહેન પણ હૈયાફાટક રૂદન સાથે હુમલાખોરો સામે રોષ વ્યક્ત કરીને કહ્યું કે, ઘર સુધી પહોંચી મારા ભાઈની હત્યા કરવાનો પ્રયાસ કરનારાં તત્ત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે. મારા ભાઈની હાલત હજુ નાજૂક છે. સિવિલ હોસ્પિટલે સુરત કે વડોદરા લઈ જવાનું કહ્યું છે, પરંતુ અમે પૈસા ટકે સક્ષમ નથી. એટલે સેવાશ્રમમાં લાવ્યા છીએ. મારો ભાઈ હવે ભગવાન ભરોસે છે. જીવશે તો ભાઈ, નહીંતર હુમલાખોરોના પ્રતાપે મારે ભાઈ ગુમાવવાનો વારો આવશે. જેથી આ તત્ત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગણી છે.