Dakshin Gujarat

‘તને સાક્ષી થવાનો બહુ શોખ છે’ કહી ટી-શર્ટ પકડી ભરૂચમાં યુવાન ઉપર હુમલો

ભરૂચ: (Bharuch) ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વૈરાગી વાડ વિસ્તારમાં રહેતા એક યુવક ઉપર બે મોટરસાઇકલ (Motorcycle) ઉપર ચાર લોકોએ આવી ૩ લોકોએ પકડી રાખી એકે યુવકને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઇજાગ્રસ્તને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ (Bharuch Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગંભીર ઈજાને કારણે પોલીસે હુમલાખોર ૪ ઈસમ સામે હત્યાનો (Murder) પ્રયાસ અને એટ્રોસિટી ગુનો દાખલ કર્યો હતો.

ભરૂચ બી ડિવિઝન પોલીસમથકમાં નોંધાયેલી મુજબ ફરિયાદી કિશોર મણીલાલ વસાવાએ રવિવારે પોતાના ઘરે હતા. એ વેળા કોઠી રોડ ઉપર રહેતા આરોપીએ કહેલું કેમ છો? તેમ કહેતાં જ કિશોરે તેમને તમાચો માર્યો હોય અને ત્યારબાદ આરોપી સ્થળ ઉપરથી નીકળી ગયા બાદ બે મોટરસાઇકલ ઉપર ૪ ઈસમ સાથે આવ્યા હતા, જેમાં અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખ અને અકમલ અબ્દુલ અઝીઝ શેખ તથા અન્ય બે અજાણ્યા ઈસમે કહ્યું કે, ‘તને સાક્ષી થવાનો બહુ શોખ છે’ તેમ કહી કિશોરની ટી-શર્ટ પકડી ૩ ઈસમે પકડી રાખી અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા ઝીંકી દેતાં ઇજાગ્રસ્ત સ્થળ ઉપર ઢળી પડ્યો હતો.

અને તેની સાથે રહેલા અન્ય લોકોએ પણ ઇજાગ્રસ્તને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને પેટના ભાગે મોટો ચીરો હોવાના કારણે અંદર સુધી ઘા હોવાથી તેની સારવાર કરવામાં આવી હતી અને ૨૮ જેટલા સ્ટીચ લેવાની ફરજ પડી હતી. તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકાતાં ઓપરેશન કરવા માટે વધુ સારવાર ખાનગી હોસ્પિટલમાં ગંભીર ઘવાયેલાને ખસેડવામાં આવ્યો હતો.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તની પૂછપરછ કરતાં ઘટસ્ફોટ કર્યો હતો કે, ૧૫ દિવસ પહેલા ભરૂચના ઢાલ નજીક વિસ્તારના અશોક સોલંકીને આરીફ નામના વ્યક્તિએ જૂની એટ્રોસિટીની ફરિયાદ બાબતે તેની સાથે બોલાચાલી કરતાં મારામારી કરી રહ્યા હતા. એ વેળા ઇજાગ્રસ્ત કિશોર વસાવા વચ્ચે પડ્યો હોવાની રાખીને તેમજ સાક્ષી હોવાના કારણે તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું તેઓએ રટણ કર્યું હતું. જેના કારણે પોલીસે ઇજાગ્રસ્ત અને પરિવારની ફરિયાદ લઈ આરોપી અબ્દુલ સમદ અબ્દુલ અઝીઝ શેખ તથા અકમલ અબ્દુલ અઝીઝ શેખ તથા અન્ય બે અજાણ્યા મળી ચાર લોકો સામે હત્યાના પ્રયાસ એટ્રોસિટી તથા જાનથી મારી નાંખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં.

મારા ભાઈની હાલત નાજૂક સ્થિતિમાં છે : બહેનની હૈયાફાટ વેદના
પોતાના ભાઈને લોહીલુહાણ અવસ્થામાં જોઈ બહેન પણ હૈયાફાટક રૂદન સાથે હુમલાખોરો સામે રોષ વ્યક્ત કરીને કહ્યું કે, ઘર સુધી પહોંચી મારા ભાઈની હત્યા કરવાનો પ્રયાસ કરનારાં તત્ત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે. મારા ભાઈની હાલત હજુ નાજૂક છે. સિવિલ હોસ્પિટલે સુરત કે વડોદરા લઈ જવાનું કહ્યું છે, પરંતુ અમે પૈસા ટકે સક્ષમ નથી. એટલે સેવાશ્રમમાં લાવ્યા છીએ. મારો ભાઈ હવે ભગવાન ભરોસે છે. જીવશે તો ભાઈ, નહીંતર હુમલાખોરોના પ્રતાપે મારે ભાઈ ગુમાવવાનો વારો આવશે. જેથી આ તત્ત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગણી છે.

Most Popular

To Top