Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ: (Bharuch) અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત મેઇલ ટ્રેન (Gujarat Mail Train) વડોદરાથી ઉપડી ભરૂચ તરફ આવી રહી હતી. એ વેળા પાલેજ સ્ટેશન પાસે થર્ડ એસી કોચમાં (AC Coach) કોચ એટેન્ડન્ટે ટોઇલેટ પાસે બીડી પીધી પિતા સ્મોક (Smoke) ડિટેક્ટ એલાર્મ વાગતાં ટ્રેન ઓટોમેટિક ઊભી રહી ગઈ હતી. મધરાત્રે 1 વાગ્યે એલાર્મ (Alarm) વાગતાં કોચમાં આગ લાગી (Fire) હોવાની દહેશતથી નિદ્રાધીન પેસેન્જરોએ સફાળા જાગી ગયા હતા. કોચના ચારેય ગેટથી મુસાફરો બહાર કૂદવા લાગ્યા હતા, જેમાં એક મહિલાને ઈજા થઇ હતી.

  • ભરૂચ નજીક ટ્રેનના એ.સી. કોચમાં એટેન્ડન્ટે બીડી પીતાં જ સ્મોક એલાર્મ વાગ્યું, આગના ભયથી મુસાફરો બારીમાંથી કૂદ્યા
  • ટ્રેન ઓટોમેટિક ઊભી રહી ગઈ, બારીમાંથી કૂદતાં એક મહિલા ઘાયલ
  • ફરજ પરના ટીટીઇએ મુસાફરોને સમજાવવા પડ્યા કે સ્મોક ડિટેક્શન એલાર્મ વાગ્યું છે, આગ નથી લાગી
  • ટીટીએ પેસેન્જરોને જણાવ્યું કે સામેથી બીજી ટ્રેન આવી રહી છે જેથી તમે બધા ટ્રેક પરથી ખસીને ટ્રેનમાં બેસી જાવ

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરે જણાવ્યું કે, કોચમાં અચાનક એલાર્મ વાગતાં તમામ લોકો ભયભીત થઈ બહાર નીકળવા લાગ્યા હતા. આ સમયે ટ્રેનમાં ફરજ પર હાજર ટીટીઇ આર.કે.પાઠક, યોગેશ જાની તેમજ દિનેશ પરમારે પેસેન્જરોને જણાવ્યું હતું કે, સામેથી બીજી ટ્રેન આવી રહી છે. જેથી તમે બધા ટ્રેક પરથી ખસીને ટ્રેનમાં બેસી જાવ. કોચમાં સ્મોક ડિટેક્શન એલાર્મ હોવાથી બીડીના ધુમાડાને કારણે ટ્રેન ઊભી રહી ગઈ છે, કોચમાં ક્યાંય આગ લાગી નથી. ટીટીઈની સમજાવટ બાદ તમામ પેસેન્જર્સે હાશકારો લીધો હતો. ત્યારબાદ 12 મિનીટ પછી ટ્રેન મુંબઈ તરફ આગળ રવાના થઇ હતી.

રેલવેમાં તમામ નવા કોચ એલએચબી ટેક્નોલોજીવાળા આવતા ટ્રેનોમાં તબક્કાવાર જોડવામાં આવી રહ્યા છે. ગુજરાત મેલમાં પણ એલએચબી કોચ જોડવામાં આવ્યા છે. આ કોચમાં પેસેન્જરોને બેસવા માટે અગાઉના આઈસીએફ કોચની સરખામણીમાં વધુ જગ્યા આપવામાં આવે છે. એ જ રીતે ટ્રેન દોડતી હોય ત્યારે તેમાં પેસેન્જરોને જર્ક ઓછો લાગે છે. તેની સાથે જ તમામ કોચમાં સ્મોક ડિટેક્શન સિસ્ટમ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ કોચમાં ધુમ્રપાન કરે કે અકસ્માતે ધુમાડો નીકળે તો તત્કાળ સ્મોક ડિટેક્શન સિસ્ટમને પગલે એલાર્મ વાગી જાય છે અને ટ્રેન જાતે જ ઊભી રહી જાય છે.



To Top