Dakshin Gujarat

ચીખલીમાં ખેપિયાઓ દારૂ સગેવગે કરવાની તૈયારીમાં જ હતાં અને બની આ ઘટના

ઘેજ: (Dhej) ચીખલી (Chikhli) તાલુકાના નોગામા ગામે ખેતરમાં મધરાત્રે ખેપિયાઓની દારૂ (Liquor) કાર્ટિન કરાવવાની તજવીજના ટાણે જ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે છાપો મારી 1.95 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો (English Alcohol) જથ્થો ઝડપી પાડી પાંચ જેટલા વાહનો સાથે 5.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આઠ જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

  • ચીખલીના નોગામા ગામના ખેતરમાં દારૂ કાર્ટિનની તજવીજ ટાણે જ સ્ટેટ મોનિટરીંગ સેલનો છાપો
  • પોલીસે 1.95 લાખ રૂપિયાના દારૂ સાથે પાંચ વાહનો ઝઢપી 5.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

ગત 25 ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સમરોલીમાં કાર્ટિંગ માટે ઠાલવવામાં આવેલો 8.32 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યાના થોડા દિવસમાં ગત મધરાત્રે દમણથી દારૂ કારમાં મંગાવી નોગામા ધોડિયાવાડના ખેતરમાં દારૂ ઉતારી તેને સગેવગે કરવા માટે વાહનો ખેતરમાં પડેલા હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે નોગામા ધોડિયાવાડ જીગર ઉર્ફે કાલીયો લાલુ પટેલના મકાનની પાછળ ખેતરમાં છાપો મારતા ખેપિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

ખેપિયાઓ રાત્રિના અંધારામાં ફરાર થઇ જતા પોલીસે વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલ નંગ 1317નો 195240 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળેથી ઇકો કાર જી.જે. 05 આરસી 2361, કેટીએમ આરસી 200 નંબર વિનાની મોટર સાયકલ, ગ્રે રંગની એક સુઝુકી એક્સેસ, સ્પ્લેન્ડર મોટર સાયકલ જી.જે. 21 બી.એલ. 4819, મારૂતિ અલ્ટો જી.જે. 15 ડી.ડી. 3574 મળી પાંચ વાહનો સાથે કુલ 575240 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જીગર ઉફરે કાલીયો લાલુ પટેલ, વિનોદ ઉર્ફે સીલી લાલુ પટેલ (બંને રહે. નોગામા ઢોડિયાવાડ) ઉપરાંત કબજે લેવાયેલા પાંચેય વાહનના ચાલકો અને દમણથી દારૂ મોકલનાર સહિત આઠ જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ગણદેવીના પીએસઆઇ એસ.વી. આહીરે હાથ ધરી હતી.

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા
સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ગણતરીના દિવસોમાં જ બીજી વખત મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થવા પામ્યા છે. જો કે સમરોલીમાંથી 8.32 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી કરી આજદિન સુધી કોઇ પગલા લેવાયા નથી ત્યારે હવે ટુકા સમયમાં બીજીવાર નોગામા ગામેથી દારૂ ઝડપાયો છે ત્યારે હવે પગલા લેવાશે કે કેમ તે જોવુ રહ્યું.

વલસાડ હાઈવે પર ડુપ્લીકેટ નંબરવાળી કારમાંથી 1.08 લાખના દારૂ સાથે 3 ઝડપાયા
વલસાડ : વલસાડ રૂરલ પોલીસે સુગર ફેક્ટરી ને.હા. ઉપરથી કારમાંથી રૂ.1.08 લાખની કિંમતના દારૂ સાથે બે ઇસમની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે ને.હા.નં.48 ઉપર ચણવઇ ઓવરબ્રિજ ઉપર પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી મૂકતા પોલીસે પીછો કરી કારને સુગર ફેક્ટરી હાઇવે નજીક અટકાવી તપાસ કરી હતી. જેમાંથી રૂ.1.08 લાખની કિંમતની બિયર વ્હીસ્કી દારૂની 276 બોટલ મળી આવી હતી.

કાર નંબરમાં શંકા જતાં તપાસ કરતા કારમાંથી જીજે-27-એપી-2296ની બે નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે ચાલક ઓમપ્રકાશ કનૈયા (રહે.વિશ્વકર્મા સોસાયટી, રાંદેર રોડ,અડાજણ પાટિયા સુરત), પવન શાંતિલાલ લખારા (રહે.એસએમસી આવાસ,પાલનપુર જકાતનાકા, સુરત) અને પાછળ બેસેલા સુનિલ લખમિલાલ (રહે.અશોક વાટિકા સોસાયટી, સુરત)ની અટક કરી હતી. પૂછપરછમાં દારૂનો જથ્થો સુરત આપવાનો હોવાની કબૂલાત કરી હતી. વધુ તપાસ રૂરલ પોલીસ કરી રહી છે.

Most Popular

To Top