Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ભારતીય ટીમ (Indian Team) ઘર આંગણે શ્રીલંકા (Sri Lanka) સામે ત્રણ મેચની T20 શ્રેણી (T20 Series) રમી રહી છે. અને ત્યાર બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમાશે. છેલ્લા ઘણા સમયથી ભારતીય પ્લેયર્સો ઈજાઓના કારણે મેચ રમી શકતા નથી. ત્યારે આ લીસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ છે. હાલ તો અનફિટ રોહિત શર્માની (Rohit Sharma) ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. પરંતુ રોહિત શર્મા વનડે શ્રેણીમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. ટીમમાં ફરીથી રમવા માટે રોહિતે આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોહિત આ દિવસોમાં જીમમાં ખૂબ પરસેવો પાડી રહ્યો છે. તેણે ખુદ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો (Video) શેર કર્યો છે, જેમાં તે જીમની અંદર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

રોહિતની પોસ્ટ પર પત્ની રિતિકાએ કરી કોમેન્ટ
ડાન્સની સાથે રોહિત શર્મા સખત મહેનત એટલે કે જીમમાં પરસેવો પાડતો જોવા મળે છે. આ વિડિયો શેર કરવાની સાથે રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘ડુ વોટ મેક યુ સ્માઈલ એટલે કે એજ કરો છે જેનાથી તમારા ચહેરા પર સ્માઈલ આવે છે. ત્યારે તેની પત્ની રિતિકા સજદેહે પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. તેણે બે બ્લેક હાર્ટ ફાયરનું ઇમોજી શેર કર્યું હતું.

તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ તાજેતરમાં બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે સીરીઝ રમી હતી. આ જ શ્રેણીની બીજી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિતને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. પરંતુ છતાં પણ તે ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. જો કે રોહિત સાતમી વિકેટ પડ્યા બાદ મેદાન પર ઉતર્યો હતો. ઈજા હોવા છતાં રોહિતે શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને મેચ જીતી શક્યો નહોતો.

વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

ભારત vs શ્રીલંકા વન ડે સિરીઝનું શેડ્યૂલ

1લી ODI – 10 જાન્યુઆરી, ગુવાહાટી
2જી ODI – 12 જાન્યુઆરી, કોલકાતા
ત્રીજી ODI – 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

To Top