SURAT

બાંગ્લાદેશની લલના ભારત આવી, પાસપોર્ટ બનાવી માલદીવ ગઈ અને આ વાત સાંભળી પોલીસ પણ ચોંકી

સુરતઃ શહેરની આંતરિક સુરક્ષાને પડકાર આપીને દલાલ મારફતે બાંગ્લાદેશથી (Bangladesh) બોર્ડર ક્રોસ કરીને ભારતમાં (India) ઘૂસેલી મહિલા ટ્રેન (Train) મારફતે સુરત (Surat) ખાતે આવી પહોંચી હતી. એસઓજીની ટીમને આ અંગે બાતમી મળી જતા સ્ટેશન પરથી જ તેને ઝડપી પાડી હતી. મહિલા ૫-૬ વર્ષ પહેલા કામરેજ આવી દેહવ્યાપાર કરતી હતી અને બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવી બાંગ્લાદેશ પણ ગઈ હતી. આ પાસપોર્ટને આધારે મહિલા માલદીવ પણ ફરી આવતા પોલીસ (Police) પણ ચોંકી ગઇ હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન આ મહિલાને કેવી રીતે પાસપોર્ટ મળ્યો અને કેવી રીતે દેહ વ્યાપાર માટે માલદીવ સુધી પહોંચી ગઇ તેની તપાસ શરૂ કરી છે.

શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીને શોધવાની કામગારી પોલીસ કરી રહી હતી તેમાં એક બાંગ્લદેશી મહિલા ભારત અને બાંગ્લાદેશ બંનેનો પાસપોર્ટ ધરાવે છે તેમજ બોગસ ડોક્યુમેન્ટના આધારે તેણે ભારતનો પાસપોર્ટ બનાવ્યો હોવાની તેમજ મહિલા બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસી ટ્રેન મારફતે સુરત શહેર ખાતે આવી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી એસઓજીની ટીમે મહિલા આરોપી ચંપાખાતુન મોહંમદ ફોઝલ ઉર્ફે ફરીદુલ શેખ (ઉ.વ.૨૬, રહે. રૂમ નં ૧૦૨ સુમન સાગર આવાસ વેસુ તથા મૂળ રહે.માયગ્રામ થાણા લોહાગરા પોસ્ટ મોહઝોન જિ.નોરાઈલ, બાંગ્લાદેશ) ને ઝડપી પાડી હતી. તેની પાસેથી બાંગ્લાદેશી પાસપોર્ટની કલર ઝેરોક્ષ, બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડની કલર ઝેરોક્ષ, અસલ ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

દલાલ મારફતે ૧૫ હજાર આપી ભારતમાં ઘૂસી
મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે બાંગ્લાદેશની વતની છે. પૈસા કમાવવાની લાલચે બાંગ્લાદેશ પાંચ-છ વર્ષ પહેલા બોર્ડર ઉપર દલાલને ૧૫ હજાર આપી તેની મદદથી બોર્ડર ક્રોસ કરી ભારત દેશમાં ઘૂસણખોરી કરી હતી. બાદમાં બસ તથા ટ્રેન મારફતે સુરત આવી કામરેજ વિસ્તારમાં રહી દેહવિક્રયનો ધંધા સાથે સંકળાયેલી હતી. અને અહીં રહીને બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતાં.

કામરેજમાત્ર બોગસ આધારકાર્ડ, પાનકાર્ડના આધારે પાસપોર્ટ બનાવ્યો
કામરેજમાં મહિલાએ વોન્ટેડ આરોપીની મદદથી પોતાના ભારતીય તરીકેના જન્મનો પુરાવો, આધારકાર્ડ તથા પાનકાર્ડ બનાવ્યા હતાં. તે પુરાવા આધારે ભારતનો પાસપોર્ટ બનાવ્યો હતો. અને તે પાસપોર્ટ ઉપર બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. બાદમાં સાતેક મહિના પહેલા પોતાના વતન બાંગ્લાદેશ ગઈ હતી. અને ત્યાં પોતાનો બાંગ્લાદેશનો પાસપોર્ટ પણ બનાવ્યો હતો. અને ગત ૧ જાન્યુઆરીએ દલાલ મારફતે બોર્ડર ક્રોસ કરી ભારત દેશમાં ઘુસણખોરી કરી હતી. અને ટ્રેન મારફતે સુરત ખાતે આવતા પકડાઈ ગઈ હતી.

Most Popular

To Top