National

લો હવે GoFirst ફ્લાઈટમાં છેડતીનો બનાવ: એર હોસ્ટેસની સાથે અશ્લીલ હરકતો, કરાઈ ધરપકડ

નવી દિલ્હી : એર ઈન્ડિયામાં (Air India) એક મહિલાના બ્લેન્કેટ પર લઘુશંકા કરવાની ઘટના સામે આવી હતી. તે ઘટનાની ચર્ચા હજુ ઓછી થવાનું નામ નથી લઇ રહી અને એવામાં હવે ફરીથી અન્ય ફ્લાઈટમાં (Flight) છેડતીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીથી ગોવા આવી રહેલી GoFirst ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂકની ઘટના સામે આવી છે. ફ્લાઇટમાં બનાવ એવો બન્યો હતો કે એક વિદેશી મુસાફરે એર હોસ્ટેસને (Air Hostess) તેની બાજુમાં બેસવા કહ્યું એટલું જ નહીં તેણે ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે અશ્લીલ વાતો પણ કરી હતી. એવિએશન રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર આ ઘટના 5 જાન્યુઆરીની છે. ગોવાના નવા એરપોર્ટ પર એરલાઈન્સે વિદેશી પેસેન્જરને CISFને સોંપી હતી તે જ સમયે એવિએશન કંપની ગો ફર્સ્ટએ પણ આ મામલે DGCAને જાણ કરી હતી.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગેરવર્તણૂકના મામલામાં 14 દિવસ માટે મુસાફરની અટકાયત
આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કરવાની ઘટના સતત ચર્ચામાં રહી છે. આ કેસમાં આરોપી મુસાફરની ધરપકડ કરીને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ગઈકાલે રાત્રે તેને બેંગ્લોરથી પકડ્યો. તે સંજય નગરમાં રહેતો હતો. ત્યાં દિલ્હી પોલીસ તેને દિલ્હી લઈ આવી.

દિલ્હી પોલીસે આજે શંકર મિશ્રાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ સાથે દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે તે આ મામલે 3 કેબિન ક્રૂ અને ફ્લાઇટના 1 કેપ્ટનની પૂછપરછ કરવા માંગે છે. આ સાથે તેણે કેટલાક સહ-પ્રવાસીઓની પણ પૂછપરછ કરવાની છે.

પીડિત મહિલા તપાસમાં સહકાર આપી રહી નથી
બીજી તરફ આ મામલલાને લઇને પોલીસનું કહેવું છે કે હવે માત્ર પીડિત મહિલા જ તપાસમાં સહકાર આપી રહી નથી. ડીસીપી આઈજીઆઈ રવિ કુમાર સિંહે જણાવ્યું કે અમે આરોપીની બેંગલુરુથી ધરપકડ કરી છે. અમને તેનું સ્થાન મળ્યું કારણ કે તે અગાઉ પણ તે જ જગ્યાએ રોકાયો હતો. તે મુજબ અમે તેને શોધી કાઢ્યો. અમે હવે એર ઈન્ડિયાના અન્ય સંબંધિત કર્મચારીઓની પૂછપરછ કરી રહ્યા છીએ, પરંતુ જે મહિલા સાથે ગેરવર્તણૂકની જાણ કરવામાં આવી છે, તે તપાસમાં અસહકાર કરી રહી છે. પોલીસ તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top