હાલમાં થોડા દિવસ પહેલા દિલ્હી એરપોર્ટ પર એક એવી ઘટના બની જે તે આખો દિવસ દેશભરમાં ચર્ચાનો વિષય રહી, કેટલાકે તે ઘટનામાંથી...
આણંદ : આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીન લે – વેચ કરતા ખેડૂતોને નામ ચડાવવા લાંબો સમય સુધી રાહ જોવી નહીં પડે....
ખાનપુર : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના જીવાદોરી સમાન કડાણા ડેમનો પ્રોજેક્ટ પૂર્ણ થયાને ચાર દાયકા થવા છતાં હજુ તેમાં ડૂમમાં જમીન...
અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી આમ આદમી પાર્ટીનો જન્મ થયો ત્યારે લાગતું હતું કે અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીદારો ભારતની રાજનીતિને એક નવો...
નવી દિલ્હી: હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ AIMIMનાં વડા અસદુદ્દીન ઓવૈસીના પુત્રીના સસરા મઝહરુદ્દીન અલી ખાને આત્મહત્યા (Suicide) કરી લીધી છે....
નવી દિલ્હી: ક્રિકેટમાં (Cricket) હાલ લગ્નસરાની સિઝન ચાલુ થઈ હોય તોવો માહોલ જામ્યો છે. એક પછી એક ખેલાડી લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યાં છે...
ગાંધીનગર : રાજ્યની તમામ શાળાઓમાં (School) ધોરણ-1 થી ધોરણ-8ની સ્કૂલોમાં ગુજરાતી ભાષા (Gujarati Langusge) ફરજિયાત ભણાવવા અંગેનું એક વિધેયક આવતીકાલે રાજ્ય વિધાનસભામાં...
સુરત: (Surat) પૂણા પાટીયા સંસ્કૃતિ એસી માર્કેટમાં સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે (Police) દરોડા પાડીને સંચાલક મહિલા અને ત્રણ ગ્રાહકોની...
નવી દિલ્હી: વિજય માલ્યાથી લઈને નીરવ મોદી જેવા લોકો કે જે દેશમાંથી લોન (Loan) લઈને વિદેશ ભાગી જતા હતા હવે તેઓ માટે...
સુરત: (Surat) જહાંગીરપુરા વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગ (Building) નીચે કામ કરતા મજુર પર ચોથા માળેથી સળીયો પડ્યો હતો. તે સળીયો (Rod) મજુરના...
સુરત: (Surat) લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) અને સંપત નહેરા ગેંગનો દેવેન્દ્ર શેખાવત સુરતમાં પીપલોદ ખાતે છુપાયો હતો. ક્રાઈમ બ્રાંચને (Crime Branch) ભણક...
કપરાડાના અકસ્માત ઝોન કુંભઘાટ નજીક 6 ગર્ભવતી મહિલાને (Pregnant Woman) ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલ લઈ જતી ખિલખિલાટ એમ્બ્યુલન્સને પાછળથી આવી રહેલી ટ્રકે (Truck)...
નવી દિલ્હી: દરેક ફિલ્ડમાં ભારતનો (India) ડંકો વાગી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં (World) ભારતની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત આ વર્ષ...
પેરિસ : સ્ટાર ટેનિસ ખેલાડી (Tennis player) નોવાક જોકોવિચે માજી દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફના (Steffi Graf) સર્વાધિક સમય સુધી નંબર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક-2023 ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરાયુ હતુ. જેના પગલે હવે રાજયમાં શેહરી વિસ્તારમાં...
ગાંધીનગર : આજે નાણાં મંત્રીએ વિધાનસભામાં વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયનું જાહેર દેવુ (Public debt) 3,20,812 કરોડ જેટલું થયું છે. પોરબંદરના...
સુરત: (Surat) પિયરમાં આવેલી પરિણિતા દિવાબત્તી કરતા હતા ત્યારે દિવેટ તેમના શરીરે પડી જતા તેઓ આખા શરીરે દાઝી ગયા (Burned) હતા. હોસ્પિટલમાં...
ગાંધીનગર : વિધાનસભામાં કોંગ્રેસના (Congress) ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં (Porbandar) ગેરકાયદેસર બાંધકામ અંગે મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે પોરબંદર ભાજપ (BJP) જિલ્લાનું...
નવી દિલ્હી: બિગબોસથી (Big Boss) પોપ્યુલર થયેલી શહેનાઝ ગીલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને આજે પણ ફેન્સ તેના અને સિદ્ધાર્થ...
વાપી: (Vapi) વાપીમાં ચ્હાના બાકી નિકળતા રૂપિયા બાબતે મોટી બબાલ થઈ હતી. જે આખરે જીઆઈડીસી પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. સામાન્ય બાબતે...
નવી દિલ્હી: પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેની રક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીની ધોળા દિવસે હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ધટના પછી ઉત્તરપ્રદેશ...
સાપુતારા: (Saputara) ડાંગના આહવા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તા.2જી માર્ચે ડાંગ દરબારને (Dang Darbar) ખુલ્લો મુકાશે. ડાંગ દરબારમાં રાજવીઓનું અદકેરું સન્માન...
રશિયન સૈનિકોએ (Russian Soldiers) એક દુખદ વીડિયો સંદેશ (Video Message) રાષ્ટ્રપતિ પુતિનને (Putin) મોકલ્યો છે. આ વીડિયોમાં સૈનિકોએ કહ્યું છે કે પુતિને...
નવી દિલ્હી: ભારતીય ટીમના (Team India) સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને (Rishibha Pant) કાર અકસ્માતમાં (Car Accident) ઈજા (Injury) થઈ હતી....
અમદાવાદ: (Ahmadabad) અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાએ તેના પતિના એવા ત્રાસથી (Harassment) બચવા માટે મહિલા હેલ્પલાઇન 181માં...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) નજીક ગાઝિયાબાદની (Ghaziabad) એક હોટલનો (Hotel) ચોંકાવનારો વીડિયો (Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો...
નાગાલેન્ડ: નાગાલેન્ડ-મેઘાલયમાં આજે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. બપોરે 1 વાગ્યા...
ઈરાન: ઈરાનમાં (Iran) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના એક શહેરમાં છોકરીઓને શાળાએ (Scholl) જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર (Poison) આપવાનો...
નવી દિલ્હી: ભારતીય ટીમ (Team India) હાલમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે ટેસ્ટ સિરીઝ (Test Series) રમી રહી છે અને તેની નજર વર્લ્ડ ટેસ્ટ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાંથી (Surendranagar) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં (Thangarh) 18 મહિનાની બાળકીના મૃતદેહ (Dead Body) સાથે દુષ્કર્મ (Rape) આચર્યું...
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
હાલમાં થોડા દિવસ પહેલા દિલ્હી એરપોર્ટ પર એક એવી ઘટના બની જે તે આખો દિવસ દેશભરમાં ચર્ચાનો વિષય રહી, કેટલાકે તે ઘટનામાંથી ઘણી રમૂજ પણ માણી. ૨૩મી ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના એક વરિષ્ઠ તેના પવન ખેડા જ્યારે દિલ્હીથી રાયપુર જવા માટે ઇન્ડિગોની ફ્લાઇટમાં બેઠા અને આ વિમાન ઉડાન ભરે તે પહેલા તેમને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા. કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા માટે રાયપુર જઇ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની દિલ્હી-રાયપુર ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા ત્યારે અને તે પછી ભારે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા.
કોંગ્રેસના અન્ય નેતાઓ કે જેઓ પણ રાયપુર અધિવેશનમાં ભાગ લેવા જવા માટે આ વિમાનમાં બેઠા હતા તેઓ આ વિમાનમાંથી ઉતરી ગયા, અન્ય કાર્યકરો પણ આવી પહોંચ્યા અને વિમાનની નજીક જ ધરણા પર બેસી ગયા! વિમાન ઉડાન ભરી શક્યું નહી, દેશના ઘણા લોકોએ આ ઘટનાને રમૂજ સાથે જોઇ હશે પણ એક નાનકડો વર્ગ એવો હતો કે જેને આ ઘટનાના કારણે ઘણું પરેશાન થવું પડ્યુ અને તે વર્ગ હતો આ વિમાનમાં બેસેલા અન્ય સામાન્ય મુસાફરો, જેમને રાજકારણ સાથે કંઇ લેવાદેવા નહીં હતા.
ઘણા મુસાફરો વિમાનમાં બેસી ચુક્યા હતા ત્યારે ફ્લાઇટના સ્ટાફે કહ્યું છે કે તેમને સૂચના મળી છે કે પવન ખેડાને વિમાનમાંથી ઉતારી દેવામાં આવે. કર્મચારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે ખેડાના સામાન અંગે ગુંચવાડો છે, બાદમાં કહ્યું હતું કે પોલીસ આવી રહી છે અને તે ખુલાસો કરશે. પવન ખેડા આગળની બેઠક પર બેઠા હતા અને ત્યાં ઘોંઘાટ શરૂ થઇ ગયો હતો. બાદમાં ખેડાની સાથે જ આ વિમાનમાં બેઠેલા અન્ય કોંગ્રેસી નેતાઓ કે.સી. વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા પણ વિમાનમાંથી ઉતરી ગયા હતા.
ઘણા પત્રકારો અને નેતાઓ, કે જેઓ પણ રાયપુર કોંગ્રેસ પ્લેનરી સેસન માટે જઇ રહ્યા હતા તેમને પણ લાગ્યુ કે કંઇક ગરબડ ચાલી રહી છે અને તેઓ પણ ટર્મેક પર ભેગા થઇ ગયા હતા. ટૂંક સમયમાં દિલ્હી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ખેડાને કહ્યું હતું કે આસામ પોલીસની વિનંતીના આધારે તેઓ તેમને લેવા આવ્યા છે. જો કે કોંગ્રેસના અન્ય નેતાઓએ ધરપકડ વોરન્ટ જેવા દસ્તાવેજો વિના ખેડાને તેમની સાથે નહીં લઇ જવા દેવાય એમ કહ્યું હતું. કોંગ્રેસના નેતાઓ વિમાન નજીક જ ધરણા પર બેસી ગયા હતા અને મોદી જબ ભી ડરતા હૈ, પોલીસ કે પીછે છૂપતા હૈ એવા સૂત્રો પોકારવા લાગ્યા હતા!
બીજી બાજુ વિમાનમાં બેસેલા અન્ય મુસાફરો અકળાવા માંડ્યા હતા અને આવા બનાવોને કારણે સામાન્ય લોકોને પરેશાની ન થવી જોઇએ એમ કહેવા લાગ્યા હતા. છેવટે ઇન્ડિગોના સ્ટાફે આ મુસાફરોને વિમાનમાંથી ઉતરીને એરપોર્ટની બસમાં બેસવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેમને બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવશે. આ મુસાફરોને ટર્મિનલ-૧ પર બસમાં લઇ જવાયા હતા અને ત્યાં નાસ્તો અપાયો હતો અને બીજી ફ્લાઇટમાં રવાના કરાયા હતા. તેઓ ચાર કલાક મોડા રાયપુર પહોંચ્યા હતા.
આ સમગ્ર ધમાલ અને રાજકારણ સાથે આ મુસાફરોને કશું લાગતુ વળગતું ન હતું છતાં તેમણે ઘણુ હેરાન થવું પડ્યું અને તેમના ચાર કલાક નાહકના બગડ્યાં. શું આ આખા ઘટનાક્રમમાં કોંગ્રેસ નેતાઓ વધુ જવાબદારીપૂર્ણ રીતે વર્તી શક્યા ન હોત? તેમણે તે જ સમયે ફ્લાઇટ ઓપરેટરને કહેવું જોઇતું હતું કે અમે તો હાલ રાયપુર જવાના નથી, હવે બાકીના મુસાફરો સાથે વિમાન રવાના કરી દો. પરંતુ સામાન્ય પ્રજાની સ્થિતિનો ગંભીરતાથી વિચાર કરે તો તે આપણા રાજકારણીઓ શાના?
આ ઘટના તો એક ઉદાહરણ છે.
ઘણી વખત રાજકારણીઓ અને નેતાઓ સામાન્ય પ્રજાને બાનમાં લેતા હોય છે, તેમને કારણે જનતાએ હેરાન પરેશાન થવું પડતું હોય છે. ક્યારેક કોઇ સ્થળે કોઇ મોટા નેતા મુલાકાતે પધારવાના હોય ત્યારે સુરક્ષાના નામે રસ્તાઓ અવરોધવામાં આવે છે, કયાંક વળી કોઇ વિપક્ષી રાજકારણીઓ રસ્તા રોકો કે રેલ રોકો આંદોલન કરે છે અને પ્રજાજનો હેરાન પરેશાન થાય છે, ગત ગુરુવારે દિલ્હીમાં થયા તેવા તમાશા થાય ત્યારે પણ નિર્દોષ લોકોએ હેરાન થવાનું આવે છે. રાજકારણીઓ જો સામાન્ય પ્રજાજનોનો વિચાર આવા સમયે કરવાનું નહીં જ શીખવાના હોય તો પ્રજાએ જ હવે તેમની સામે લાલ આંખ કરવી જોઇએ એમ લાગે છે.