Entertainment

“…. શોર્ટકટનો ઉપયોગ કરી વધુ રુપિયા કમાતી મહિલા જોઈ છે” : શહેનાઝ ગિલ ઉપર ભડકી સોના મહાપાત્રા

નવી દિલ્હી: બિગબોસથી (Big Boss) પોપ્યુલર થયેલી શહેનાઝ ગીલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને આજે પણ ફેન્સ તેના અને સિદ્ધાર્થ શુકલાના સંબંધને યાદ કરે છે. તેઓનું બોન્ડિંગ એવું હતું કે ફેન્સ પણ આ કપલના દિવાના હતા. સિદ્ધાર્થના મૃત્યું (Death) પછી શહેનાઝમાં ઘણાં બદલાવો આવ્યા અને તે પોતાના જીવનમાં પોતાના ભવિષ્ય પર વધુ ધ્યાન આપતી થઈ. તેનામાં જે બદલાવ આવ્યો તે જોઈને તો સૌ કોઈ ચોંકી ગયા હતા. પરંતુ આજે બોલિવુડ (Bollywood) સિંગર સોના મહાપાત્રાની નજરે શહેનાઝ ગીલ આવી છે. તેણે શહેનાઝ માટે એવી વાત કહી છે કે તેના ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યાં છે.

શું કહ્યું સોના મહાપાત્રાએ?
બોલિવુડ સિંગર સોના મહાપાત્રાએ શહેનાઝ ગિલ માટે એક ટ્ટિટ કર્યું છે. જેના કારણે બોલ તે ટ્રોલ થઈ રહી છે. જાણકારી મુજબ સોના એક એવી સેલ્બ છે જે લોકો માટે પોતાના વિચાર જણાવે છે આજે તેણે શહેનાઝ માટે પોતાના વિચાર રજૂ કર્યા હતા. થોડા દિવસ પહેલા શહેનાઝ એક ઈવેંટમાં ગઈ હતી જયાં તેણે અઝાન સાંભળી અને તે થોડાં સમય માટે શાંત થઈ ગઈ. જેના કારણે તેના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે.

સોનાને એ દિવસ યાદ આવી ગયો જયારે શહેનાઝ બિગ બોસ 16માં ગઈ હતી અને તેણે સાજિદ ખાનને સપોર્ટ કર્યો હતો. આ વાતને યાદ કરીને સોનાએ લખ્યું કે એક યૌન શોષણના આરોપીને નેશનલ ટીવી પર બતાવવામાં આવ્યો. કાશ તે પોતાની બહેનોની થોડી ઈજ્જત રાખતે. આ લખ્યા પછી તરત જ સોના ટ્રોલ થઈ રહી છે. આ અંગે યુઝર્સનું કહેવું છે કે સાજિદ ખાનને સપોર્ટ કરવા મામલે શોનાએ માત્ર શહેનાઝને જ કેમ ટાર્ગેટ કરી છે?

ટ્રોલર્સને સોનાનો વળતો જવાબ
આ અંગેનો વળતો જવાબ આપતા સોનાએ લખ્યું હતું કે ટ્રોલર્સ તમે જેકલીન જેવી વધુ એક એકટ્રેસ માટે ઉભા રહેવાની કોશિશ કરી રહ્યાં છો. વઘુમાં તેણે કહ્યું મને નથી ખબર કે શહેનાઝ પાસે કોઈ ખઆસ ટેલેન્ટ છે. હાલ તેણે માત્ર એક રિયાલિટી શોમાં જ કામ કર્યું છે. આ ઉપરાંત હું એવી ધણી મહિલાઓને જાણું છું જે શોર્ટકટનો ઉપયોગ કરીને વઘુ રુપિયા કમાય.

આ વાત પછી ફેન્સના ગુસ્સાનો પાર રહ્યો ન હતો અને તેઓએ કહ્યું કે સોના શહેનાઝના નામનો ઉપયોગ કરીને પોપ્યુલારિટી લેવાનું બંઘ કરી છે. સોનાની આ ટ્ટિટ ઉપર શહેનાઝનું હાલ કોઈ રિએકશન જોવા મળ્યું નથી.

Most Popular

To Top