Gujarat

સુરેન્દ્રનગર: દફનાવેલી દોઢ વર્ષની બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ, પરિવારમાં ભારે રોષ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાંથી (Surendranagar) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં (Thangarh) 18 મહિનાની બાળકીના મૃતદેહ (Dead Body) સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર સુરેન્દ્રનગરમાં હડકંપ મચી ગયો છે. તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર સુરેન્દ્રનગરના થાનગઢમાં 18 મહિનાની બાળકીનું મોત થતા પરિવારે વિધિ કરી બાળકીનો મૃતદેહ દફનાવી દીધો હતો. જ્યારે પરિવાર બીજા દિવસે દફનાવેલી જગ્યાએ ચણ નાખવા માટે પહોંચ્યો હતો ત્યારે તેમને કંઈક અજુગતું લાગ્યું હતું. ત્યારે બાદ પરિવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસે આ વાતને ધ્યાન પર ન લેતા મૃતદેહને ફરી દફનાવી દેવાની સલાહ આપી હતી. જો કે પરિવારના આક્ષેપો અને માંગ બાદ મહિલાઓને સાથે રાખીને પરિવારના સભ્યો સ્મશાને તપાસ માટે પહોંચ્યા હતા, જ્યા તેમને મૃતદેહ સાથે દુષ્કર્મનો પ્રયાસ થયા થયો હોવાનું સામે આવ્યું હતું, ત્યાર હાદ પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

દફનાવેલો બાળકીનો મૃતદેહ કપડાં વગર મળતા પરિવાર ચોંકી ઉઠ્યો
પરિવારના આક્ષેપો અનુસાર દોઢ વર્ષની બાળકીને હ્રદયમાં કાણુ હતું. બાળકીને વધુ તકલીફ થતા પરિવાર ડૉક્ટર પાસે બાળકીને લઈ ગયા હતા. જો કે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. પરિવારે બાળકીના મૃતદેહને વિધિ કરી દફનાવી હતી. જો કે પરિવાર બીજા દિવસે સ્મશાન પહોંચ્યો તો ચોંકી ગયો હતો. પરિવાર બીજા દિવસે સ્મશાનમાં ચણ નાખવા માટે ગયા હતા. ત્યાં બાળકીનો મૃતદેહ બહીર નીકળેલો અને કપડાં નિકાળી દીધા હોવાનું જોઈ ચોંકી ગયા હતા. ત્યાર બાદ પરિવારે પોલીસને આ અંગે જાણ કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે પોલીસે આ મામલે તેમને કહ્યું કે ‘આ પ્રકારની ફરિયાદ આપશો તો આ ઘટનાક્રમ ખૂબ લાંબો થઈ જશે. જેથી તમે જઈ ફરી દફનવિધિ કરી નાખો.’

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ મોકલાયો
પરિવારના દબાણ બાદ પોલીસ બાળકીનો મૃતદેહ જોવા સ્મશાન પહોંચી હતી. ત્યાર બાદ બાળકીનો મૃતદેહ પોલીસ પણ ચોંકી ગઈ હતી. અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. થાનગઢ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરિવાર અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવાર ન્યાની માંગ કરી રહ્યો છે.

Most Popular

To Top