Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સચિન જીઆઇડીસીમાં મિત્રોએ મિત્રનું કાસળ કાઢી નાંખ્યું હતું. તેમાં સચિન જીઆઇડીસીમાં સ્લમ વિસ્તારમાં રહેતા હરેન્દ્રસિંહ મૂળ યુપીનો છે. તેણે તેની ભાણીને પોતાના જ મિત્ર લક્કી ઉર્ફે લક્ષ્મણસિંહ સાથે જોઇ લીધી હતી. આ મામલે લક્ષ્મણ ઉર્ફે લક્કી (ઉં.વ.22)ને વારંવાર ચેતવણી આપવામાં આવ્યા બાદ પણ તેણે હરેન્દ્રની ભાણી સાથે આડા સંબંધો ચાલુ રાખ્યા હતા.

  • વારંવાર સમજાવવા છતાં મિત્ર નહીં માનતા આખરે તેની હત્યાનો પ્લાન ઘડાયો
  • સચિન જીઆઈડીસીમાં ભાણી સાથે અફેર કરનારા મિત્રનો કાંટો કાઢી નાંખ્યો
  • -માથામાં બોથડ વસ્તુ મારી હત્યા કરી નાંખી, બે આરોપીની ધરપકડ

આ મામલે આખરે કંટાળેલા હરેન્દ્ર કિશન માલીએ મનીષસિંહનો સંપર્ક કરીને લક્કીનો કાંટો કાઢી નાંખવા જણાવ્યું હતું. તેઓ તેમના ઘરેથી બસો મીટરના અંતરે લક્કીને કામ છે કહીને લઇ ગયા હતા. ત્યાં તેની કરપીણ હત્યા કરી નાંખી હતી. પોલીસને લાશ મળતાં પોલીસ દ્વારા આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

દરમિયાન અન્ય એક વાત ચાલી રહી છે તેમાં હરેન્દ્રના બનેવી જાતે લક્કી ગુમ થતાં સચિન જીઆઇડીસીમાં પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. ત્યારે હરેન્દ્રસિંહ અને મનીષસિંહ ગભરાઇ જતાં તેમણે તમામ ઘટના જણાવી દીધી હતી. લક્કીની લાશ સ્થળ પર 3 દિવસથી પડી રહી હોવાને કારણે સડી ગઇ હતી.

આ મામલે ત્વરિત પોલીસને હરેન્દ્રના બનેવી દ્વારા જાણ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. બાદમાં મનીષસિંહ અને હરેન્દ્ર સચિન જીઆઇડીસીમાં હાજર થઇ ગયા હોવાની વિગત જાણવા મળી છે. સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી છે.

To Top