National

શરદ પવારના રાજીના બાદ સર્જાયેલી રાજકીય ધમાચકડી વચ્ચે રાહુલ ગાંધીએ સુપ્રિયા સૂલેને ફોન કર્યો અને…

મુંબઈ: મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારે એનસીપીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એકતરફ એનસીપીના કાર્યકરો શરદ પવારને રાજીનામું નહીં આપવા સમજાવી રહ્યાં છે તો બીજી તરફ હવે એનસીપીના નવા અધ્યક્ષ બનવા માટે બે જૂથો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. દરમિયાન એક મોટું અપડેટ સામે આવ્યું છે. એનસીપીના અધ્યક્ષ પદના દાવેદાર સુપ્રિયા સૂલેએ કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી હતી.

મંગળવારે શરદ પવારે રાજીનામાની જાહેરાત ર્ક્યાના ગણતરીના કલાક બાદ રાહુલ ગાંધીએ સુપ્રિયા સૂલે સાથે ફોન પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ વાતચીતમાં સુપ્રિયા પાસેથી એ જાણવાનો પ્રયાસ ર્ક્યો કે એવું તો શું થયું કે શરદ પવારે અચાનક રાજીનામુ આપી દીધું? સાથે જ રાહુલ ગાંધીની સલાહ હતી કે શરદ પવારે પોતાના નિર્ણય પર પુર્નવિચાર કરવો જોઈએ. તેમ એનસીપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.

હાલમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રાહુલ ગાંધીની એનસીપી નેતા સુપ્રિયા સુલે (Supriye Sule) સાથેની વાતચીત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. નાના પટોલે(Nana Patole)એ કહ્યું કે ‘રાહુલ ગાંધી (Rahul Gandhi) એક અનુભવી નેતા છે અને તેમને સુપ્રિયા સુલે સાથે વાતચીત કરી અને તેમણે પુછ્યું કે તેઓ કંઈ રીતે મદદ કરી શકે છે.’ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરદ પવારની દીકરી અને લોકસભા સભ્ય સુપ્રિયા સુલે સાથે એનસીપીના પ્રમુખના રૂપમાં શરદ પવારના રાજીનામા પર વાત કરી હતી.

મંગળવારે, શરદ પવારે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અનેક નેતા અને કાર્યકર્તા ભાવુક થઈ ગયા હતા અને શરદ પવારને નિર્ણય વાપસ લેવા માંગ કરી હતી. એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલના અનુસાર, એનસીપીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ અનેક વાર અપીલ કરી છતાં પવારે પોતાનો નિર્ણય બદલવાની ના પાડી દીધી હતી. 2 મેના રોજ એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારે એલાન ર્ક્યુ કે, તે એનસીપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે અને કહ્યું કે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક સમિતિ ભવિષ્યની કાર્યવાહી કરશે.

કાર્યકર્તાઓએ કરી આ માંગ
શરદ પવારે આ જાહેરાત પોતાની આત્મકથાનો બીજો ભાગ લોન્ચ કરવાના સમયે કરી હતી. ત્યાર બાદ અજિત પવારે જણાવ્યું કે શરદ પવારે તમામ બાબતો પર વિચાર કરવા માટે બેથી ત્રણ દિવસની અપીલ કરી છે. શરદ પવારે જ્યારે રાજીનામુ આપ્યું ત્યારે પવારની ઉપસ્થિતિમાં નેતાઓ અને કાર્યકર્તાઓએ શરદ પવારના નિર્ણયનો વિરોધ ર્ક્યો અને નારા લગાવ્યા કે તેઓ પોતાનો નિર્ણય વાપસ લઈ લે. કાર્યકર્તાઓએ જિદ કરી કે જ્યાર સુધી શરદ પવાર પોતાનો નિર્ણય વાપસ નહીં લેશે. ત્યાર સુધી તેઓ હોલમાંથી બહાર નહીં નીકળશે.

સુપ્રિયા સુલેને એનસીપીના અધ્યક્ષ બનાવવાની સલાહ
શિવસેનાના મુખપત્ર સામનામાં લખાયેલા સંપાદકીય લેખમાં ઉદ્ધવ ઠાકરેએ પરોક્ષ રીતે એનસીપીના નવા અધ્યક્ષ માટ સુપ્રિયા સુલેનું નામ સૂચવ્યું છે. સામનામાં અજિત પવાર પર નિશાનો સાધતા લખવામાં આવ્યું છે કે અજિત પવારને માત્ર રાજ્યના મુ્ખ્યમંત્રી બનવા છે. તેમજ સુપ્રિયા સુલે દિલ્હીમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છે. તેવી સ્થિતિમાં તેમને દિલ્હીનો અનુભવ પણ સારો છે.

Most Popular

To Top