Dakshin Gujarat

ભરૂચમાં એવું તો શું થયું કે દફન વિધિ કરાઈ ગયા બાદ પરિણીતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો

ભરૂચ: (Bharuch) ભરૂચના વાગરા તાલુકાનાં ખોજબલ ગામે પરિણીતાનું શંકાસ્પદ મોત (Death) નિપજયુ હતું. જે બાદ તેની કબ્રસ્તાનમાં (Cemetery) દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી. પરિણીતાનું હ્રદયરોગના હુમલાના કારણે મોત નિપજયુ હોવાનું સાસરી પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો કે મૃતક યુવતીના પિતાએ આ બાબતે શંકા વ્યક્ત કરી વાગરા પોલીસ મથકમાં (Police Station) ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે ગુરૂવારના રોજ પ્રાંત અધિકારીની મંજૂરી બાદ મામલતદાર તેમજ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં કબ્રસ્તાનમાંથી પરિણીતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

  • પરિણીતાનું શંકાસ્પદ મોત થયું હોવાની ફરિયાદ માતા-પિતાએ કરી સાસરિયાઓ પર આક્ષેપો કર્યા
  • મામલતદાર તેમજ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં કબ્રસ્તાનમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો
  • અંતિમવિધિ બાદ મૃતદેહને બહાર કાઢી પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસ દ્વારા પરિણીતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. મૃતક પરિણીતાના મોઢા અને ગાળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે શકના આધારે પરિણીતાના પતિની પૂછપરછ હાથ ધરી હતી. પરિવારજનોએ પરિણીતાનું કુદરતી મોત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં પરિણીતાના પરિવારજનો દ્વારા સાસરિયાઓ સામે અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઘટના અંગેની વધુ માહિતી માટે મિડિયા દ્વારા વાગરા મામલતદાર વિધુ ખૈતાનનો સંપર્ક કરાતા આ શંકાસ્પદ હત્યાના ગુનાની ઘટના અંગે હાલમાં આ મુદ્દે કંઇપણ કહેવાનું ટાળ્યું હતું. હાલ વાગરા પોલીસ મથકના પી.એસ.આઈ એ. કે. જાડેજાની આગેવાનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ ઘટનામાં આકસ્મિક મૃત્યુ થયું છે કે હત્યા તે અંગે વધુ સત્ય હકીકત શુ છે એ PM રિપોર્ટ બાદ જ બહાર આવશે.

અંકલેશ્વર-અંદાડા માર્ગ પર કારચાલકે કાબૂ ગુમાવતાં કાર સાઈડમાં ઊતરી ગઈ
અંકલેશ્વર: અંકલેશ્વરના અંદાડા ગામથી મીઠા ફેક્ટરી તરફ જવાનાં માર્ગ ઉપર ગત રાત્રિના સમયે એક કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં આવેલી ખાડીમાં ઊતરી ગઈ હતી. જે બાદ ઉપસ્થિત લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કારનો ચાલક કાર પલટી ખાઈ જતાં તેમાં જ ફસાઈ રહ્યો હતો. જે બાદ સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ તેને રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જેને લઈ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top