Dakshin Gujarat

વઘઇ પાસે ST બસે બાઈક ચાલકોને અડફેટે લેતાં એકનું મોત

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) વઘઇથી આહવાને જોડતાં રાજ્ય ધોરીમાર્ગનાં વઘઇ જંગલ (Jungle) નાકા પાસે આહવા-વાંસદા એસટી બસે મોટરસાયકલને અડફેટે લેતાં મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. મૃતકનાં પત્નીએ આહવા-વાંસદા એસટી બસનાં ચાલક સામે વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નિતેશભાઈ વાળુભાઈ પવાર (મૂળ રહે.,ગાઢવી અને હાલમાં રહે.કુડકશ) અને અમિતભાઈ કમલેશભાઈ પવાર મોટર સાઈકલ નં.(જીજે-30-ઈ-4735) પર સવાર થઈ જઈ રહ્યા હતા. તે વેળાએ વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં વઘઇ જંગલ નાકાનાં નર્સરી પાસે આહવા-વાંસદા એસટી બસ નં. (જીજે-18-ઝેડ-5319)નાં ચાલકે બસને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં મોટરસાયકલ સવારોને અડફેટમાં લેતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલક નિતેશભાઈ વાળુભાઈ પવારનાં માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોંહચતા તેનું મોત નીપજ્યુ હતુ. જ્યારે તેની સાથે સવાર અમિત કમલેશભાઈ પવારનાં પગમાં તથા હાથમાં ફેક્ચર થતાં પ્રથમ વઘઇ સી.એચ.સીમાં સારવારનાં અર્થે દાખલ કરાયો હતો. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે મૃતકનાં પત્ની અંજનાબેન પવારે આહવા-વાંસદા એસટી બસનાં ચાલક સામે વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના ત્રણ મિત્રને પલસાણામાં અકસ્માત, એકનું મોત
પલસાણા: અમરોલીમાં રહેતા રાકેશ નગીન પટેલ (ઉં.વ.42) અલ્લારખ વીરાભાઇ જેઠવા સાથે જિતેન્દ્ર દિનેશ વાઘેલાની ઓટો રિક્ષા નં.(જીજે 05 સી ટી 3૭૦૯) લઈ દમણ ખાતે ફરવા ગયા હતા. જ્યાંથી ગતરાત્રે પરત આવવા માટે નીકળેલા હતા. એ સમયે ઓટો રિક્ષાચાલક જિતેન્દ્ર વાઘેલાએ પૂરઝડપે રિક્ષા હંકારી લાવતો હતો. ત્યારે પલસાણાની દુર્ગા કોલોની પાસે હાઈવે ઉપર પસાર થતી વેળા રિક્ષા ઉપર કાબૂ ન રહેતાં રોડની સાઈડમાં ઊભેલી ટ્રકની સાથે રિક્ષા અથડાઈ હતી. રિક્ષાની ઉપરના ભાગે આવેલો સળિયો અલારખ વીરાભાઇ જેઠવાને માથામાં વાગતાં તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ અંગે રાકેશે ઓટોચાલક જિતેન્દ્ર વિરુદ્ધ પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top