Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી : બેલારૂસના (Belarus) રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકો અને રશિયાના (Russia) રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રશિયાની રાજધાની મોસ્કોમાં (Moscow) મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ લુકાશેંકોની એકાએક તબિયત (Health) લથડી હતી અને તેમને મોસ્કોની એક હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યું છે. લુકાશેંકોને ઝેર આપવામાં આવ્યુ હોવાની અટકળો પણ થઈ રહી છે. પુતિન અને લુકાશેંકો વચ્ચે આ મુલાકાત કયા કારણોસર થઈ હતી તે અંગે પણ જાણકારી સામે આવી નથી.

  • લુકાશેંકો અને પુતિન વચ્ચે મોસ્કોમાં થયેલી મુલાકાત શેના માટે હતી તે બાબતે પણ અટકળો
  • લુકાશેંકોને ઝેર આપવામાં આવ્યુ હોવાની અટકળો, લોહીને શુધ્ધ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે

બેલારૂસના વિરોક્ષ પક્ષના નેતા વાલેરી સેપકાલોએ કહ્યુ હતુ કે, પુતિન અને લુકાશેંકો વચ્ચે બંધ રૂમમાં વાતચીત થઈ હતી. ત્યારપછી તેમને સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ટોચના ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે પણ હજી તેમની હાલત ગંભીર છે. લુકાશેંકોના લોહીને શુધ્ધ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિરોધ પક્ષના નેતાના ખુલાસાના કારણે લુકાશેંકોને ઝેર અપાયુ હોવાની ચર્ચાઓએ વેગ પક્ડયો છે. જોકે સત્તાવાર રીતે બેલારૂસ કે રશિયન સરકારની કોઈ પ્રતિક્રિયા હજી સામે આવી નથી.

બેલારૂસના રાષ્ટ્રપતિને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની બહુ નજીક ગણવામાં આવે છે. આ પહેલા રશિયાની વિકટરી ડે પરેડમાં પણ લુકાશેંકો સામલે થયા હતા. જોકે લુકાશેંકોની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. જો કે પછી તેમણે પોતે સ્વસ્થ થઈ ગયા હોવાનો દાવો કર્યો હતો. ગત રવિવારે જ તેમણે કહ્યુ હતુ કે, જે દેશો બેલારૂસ અને રશિયાની સાથે આવશે તેમને પરમાણુ હથિયારો આપવામાં આવશે. રશિયાએ અમને કેટલાક હથિયારો ટ્રાન્સફર કરવાના શરૂ પણ કરી દીધા છે. જોકે લુકાશેંકો અને પુતિન વચ્ચે મોસ્કોમાં થયેલી મુલાકાત શેના માટે હતી તે બાબતે પણ અટકળો થઈ રહી છે.

To Top