Sports

IPL માં બોલરોની ધોલાઈ કરનાર આ બેટ્સમેન WTC ફાઈનલ માટે ઈંગ્લેન્ડ રવાના, રોહિત સાથેની સેલ્ફી શેર કરી

મુંબઈ: આ વખતે IPL 2023 યુવા ખેલાડીઓનો દબદબો રહ્યો છે. એક તરફ સિનીયર ખેલાડીઓનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે ત્યાં બીજી તરફ શુભમન ગિલ, રિન્કુ સિંહ અને યશસ્વી જ્યસ્વાલ જેવા ખેલાડીઓએ ચાહકોનું મન જીતી લીધું છે. શુભમન ગિલ, રિન્કુ સિંહ અને જયસ્વાલ IPL 2023માં ભારતીય ટીમ માટે નવી શોધ સાબિત થયા છે. તેનું જ પરિણામ છે કે IPL 2023માં દેશી વિદેશી બોલરોની બેરહેમીથી ધોલાઈ કરનાર એક ખેલાડીને જૂન મહિનામાં ઈંગ્લેન્ડ ખાતે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સીધી જ તક મળી છે.

ગુજરાત ટાઈટન્સ વતી IPL 2023માં રમનાર શુભમન ગિલ તો પહેલેથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યો છે ત્યારે અન્ય એક ઓપનીંગ બેટ્સમેનને ભારતીય ટીમે સ્ટેન્ડ બાય તરીકે લઈ જવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડીનું નામ યશસ્વી જયસ્વાલ છે. યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના પણ થઈ ચૂક્યો છે. કેપ્ટન રોહિત શર્મા સાથેની સેલ્ફી શેર કરી આ માહિતી જયસ્વાલે જાહેર કરી હતી.

કેપ્ટન રોહિત શર્મા સાથેની સેલ્ફી જયસ્વાલે શેર કરી
રોહિત શર્મા યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final IND vs AUS) માટે ઇંગ્લેન્ડ જવા રવાના થયા છે. 7 જૂને WTCની ફાઈનલ ઓસ્ટ્રેલિયા સાથે ઓવલમાં રમવાની છે. જયસ્વાલ એ કેપ્ટન રોહિત શર્મા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઈંગ્લેન્ડ માટે રવાના થઈ રહ્યો છું, એક માત્ર રોહિત શર્મા સાથે’.

IPL 2023માં જયસ્વાલે 625 રન બનાવ્યા
IPL 2023માં યશસ્વીનું શાનદાર પ્રદર્શન હતું, તેણે પોતાની બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા. આ જ કારણ છે કે તેને ટેસ્ટ ટીમમાં સ્ટેન્ડબાય તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિઝનની IPLમાં જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી અને કુલ 625 રન બનાવ્યા હતા. જયસ્વાલના બેટમાંથી સદી પણ નીકળી હતી. 

જો રૂટે જયસ્વાલની પ્રશંસા કરી
ઈંગ્લેન્ડ અને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જો રૂટનું માનવું છે કે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ખૂબ જ પ્રતિભાશાળી છે અને ટૂંક સમયમાં ભારત માટે રમશે. રૂટે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. ‘ટૂંક સમયમાં તમે તેને ભારત માટે રમતા જોશો.. તેના વિશે સૌથી પ્રભાવશાળી બાબત એ છે કે તે રનનો ભૂખ્યો છે અને તેની ક્ષમતામાં વિશ્વાસ છે.’ તેણે કહ્યું, ‘તે સતત શીખી રહ્યો છે અને તેનું વલણ પણ સારું છે.. તે અન્ય ખેલાડીઓ પાસેથી શીખે છે. આ સમયે તેની રમતમાં કોઈ નબળાઈ નથી. તેણે સ્પિનરો અને ઝડપી બોલરોને ખૂબ સારી રીતે રમ્યા છે અને તેનો આત્મવિશ્વાસ દેખાઈ આવે છે.

ડબલ્યુટીસી ફાઇનલ
ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ઓસ્ટ્રેલિયન ટીમ: પેટ કમિન્સ (સી), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટમાં), કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટમાં), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન ટોડ મર્ફી, સ્ટીવ સ્મિથ (વીસી), મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર

સ્ટેન્ડબાય ખેલાડીઓ: મિચ માર્શ, મેથ્યુ રેનશો

WTC ફાઈનલ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (c), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, KS ભરત (wk), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઈશાન કિશન (wk)

સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ

Most Popular

To Top