National

દિલ્હીમાં મુસ્લિમ પ્રેમીએ 16 વર્ષની હિન્દુ પ્રેમિકાની ચપ્પુના 40 ઘા મારી જાહેરમાં હત્યા કરી, પકડાયો

નવી દિલ્હી: નવી દિલ્હીમાં (NewDelhi) સગીરાની હત્યાના (Murder) સનસનાટીભર્યા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે દલીલ થાય છે ત્યારે આરોપી સાહિલ છોકરીને શેરીમાં રોકે છે અને તેના પર ધારદાર છરીઓ વડે હુમલો કરે છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરોપી સાહિલ યુવતી પર છરીઓ વડે હુમલો કરી રહ્યો છે.

લોકો રસ્તા પર અવરજવર કરતા જોવા મળી રહ્યાં છે પરંતુ કોઈ છોકરીને બચાવવા આગળ આવતા નથી. સાહિલ સતત છરી વડે હુમલો કરીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત છોકરીને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતું પરંતુ સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું.

આ મામલો દિલ્હીના ઉત્તરી જિલ્લાના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. બાતમીદારે બાળકીની હત્યા અંગે બીટ સ્ટાફને જાણ કરી અને તાત્કાલિક સ્થળ પર આવવા કહ્યું. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં મૃતકની ઓળખ 16 વર્ષની સાક્ષી તરીકે થઈ હતી. સગીર યુવતી ઈ-36 જેજે કોલોનીમાં રહેતા જનકરાજની પુત્રી હતી. જાણવા મળ્યું કે સાક્ષી શેરીમાંથી પસાર થઈ રહી હતી અને અચાનક એક છોકરાએ તેને રોકી અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે સાહિલ અને સાક્ષી વચ્ચે સંબંધ હતા. પરંતુ રવિવારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. સાક્ષી જ્યારે તેની મિત્ર નીતુના પુત્રના જન્મદિવસમાં હાજરી આપવા જઈ રહી હતી ત્યારે સાહિલે તેને રસ્તામાં રોકી હતી અને તેના પર છરી અને પથ્થર વડે હુમલો કર્યો હતો.

મૃતકના પિતાની ફરિયાદ પર પોલીસ સ્ટેશન શાહબાદ ડેરીમાં આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપી સાહિલ ફરાર છે અને તેને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

સાક્ષીને મારવાના ઈરાદે સાહિલ ચાકુ સાથે લઈ ગયો હતો
આ જઘન્ય હત્યા અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે સાક્ષી અને સાહિલ રિલેશનશિપમાં હતા. આગલા દિવસે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં સાહિલે સાક્ષીને મારવાનું મન બનાવી લીધું હતું. આ વાતની પુષ્ટિ એ હકીકતથી થાય છે કે સાહિલ તેની સાથે છરી લઈ ગયો હતો અને તેણે હુમલો કરતી વખતે સાક્ષીને બચવાની કોઈ તક પણ આપી ન હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે સાક્ષી પર હુમલો કરી રહેલા સાહિલને એક યુવક રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આરોપી એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે યુવકને પાછળ હટાવી દીધો હતો.

ત્યાર બાદ સાહિલે પ્રેમિકા સાક્ષીની ખોપરી પર ચાકુના વાર કર્યા હતા. ઉપરાછાપરી 40 ઘા મારતા સાક્ષી જમીન પર ઢળી પડી હતી. આટલેથી પણ સાહિલનો ગુસ્સો શાંત થયો નહોતો અને નજીકમાં પડેલા ગટરની ઉપર ઢાંકવામાં આવતા પત્થરના ઢાંકણાના પત્થરને ઉંચકી સાક્ષીને કચડી નાંખી હતી. વારંવાર પત્થર ઊંચકી સાક્ષીના માથા પર માર્યો હતો. જ્યારે સાક્ષીનું શરીર શાંત પડી ગયું ત્યારે તે લોકોને ડરાવી ભાગી ગયો હતો.

યુપીમાંથી આરોપી પકડાયો
સાક્ષીની હત્યા કર્યા બાદ સાહિલ લોકોને ચાકુ બતાવી ડરાવીને ભાગી છૂટ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા જ દિલ્હીમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ મામલે રાજકારણીઓ પણ એકબીજા પર આક્ષેપબાજી કરવા લાગ્યા હતા ત્યારે બીજી તરફ પોલીસે આ મામલાને મળતી હવાને જોતા તાબડતોબ તપાસ હાથ ધરી હતી અને આરોપી પ્રેમી સાહિલને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી પકડી પાડ્યો હતો.

Most Popular

To Top