ભરૂચ: (Bharuch) સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) સપાટી પ્રવર્તમાન ચોમાસાની (Monsoon) મૌસમમાં સૌપ્રથમ વખત ૧૩૨ મીટરને સર કરી જશે. ડેમ હવે...
ભરૂચ: (Bharuch) ભરૂચ LCBએ નબીપુર-પાલેજ હાઇવે (Highway) પર હોટલના (Hotel) પાર્કિંગમાંથી નેપાળી ડ્રાઈવરને ટ્રકમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલા દારૂના રૂ. 12 લાખના જથ્થા...
ગંગવાણીઃ (Gangwani) ઉત્તરાખંડના ગંગવાનીમાં ગંગોત્રી નેશનલ હાઈવે (National Highway) પર એક અકસ્માત (Accident) થયો છે. અહીં એક બસ ખાડામાં પડી જવાથી 7...
સિડનીઃ (Sydney) આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં મહિલા ફીફા વર્લ્ડ કપનું (Women’s FIFA World Cup) આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ...
ડુંગળીની (Onion) નિકાસ (Export) પર 40 ટકા ડ્યુટી લાદવાના કેન્દ્રના નિર્ણયના વિરોધમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ (Farmers) ડુંગળીનું વેચાણ બંધ કરી દીધું છે. મહારાષ્ટ્રના...
નવી દિલ્હી: જ્યાં એક તરફ ભારતનું ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશન ઇતિહાસ લખવાથી માત્ર એક ડગલું દૂર છે. તે જ સમયે રશિયાનું (Russia) મિશન...
સુરત: સચિન GIDCની રામેશ્વર કોલોનીમાં દારૂ (Alcohol) પીવા ગયેલા યુવકને ટપોરીઓએ ફટકારી 5000 ની લૂંટ (Robbery) ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે....
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ખડગેએ તેમની સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી (Election)...
નવી દિલ્હી: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ (World cup) શરૂ થવામાં લગભગ બે મહિના બાકી છે. આ વખતે વર્લ્ડકપ ભારતની (India) ધરતી...
સુરત: રાંદેરના કોઝવે (Causeway) નજીકના પાળા કિનારેથી એક નવજાત બાળકનો કમરથી પગ વગર નો ધડ વાળો મૃતદેહ (Deadbody) મળી આવતા પોલીસ (Police)...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લદ્દાખમાં (Ladakh) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ‘લદ્દાખના લોકોએ મને કહ્યું છે...
સુરત: પલસાણા તાલુકાના ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા વિવેક મેતલીયા તથા તેમની ટીમના અન્ય અધિકારીઓ સાથેની સંયુકત સ્કવોડ ટીમ દ્વારા તાા:28/09/2022ના રોજ...
મુંબઈ: સની દેઓલ આજકાલ તેની ફિલ્મના કારણે ચર્ચામાં છે. તેની લેટેસ્ટ ફિલ્મ ‘ગદર 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં...
બારડોલી: બારડોલી (Bardoli) ટાઉનમાં આવેલા તેના ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ટોળાં દ્વારા માર મારવાની ઘટનામા આખરે ભાજપ (BJP) અગ્રણી સહિત 7 સામે પોલીસ...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ફૈસલાબાદમાં એક પેસેન્જર બસમાં (Bus) ભીષણ આગ લાગવાથી 16 લોકોના મોત (Death) થયા છે અને 15 લોકો ઘાયલ...
હિમાચલ પ્રદેશ સરકારે ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં થયેલા નુકસાનને રાજ્ય આપદા તરીકે જાહેર કરી હતી. ‘ભારે વરસાદના કારણે માનવ જીવન અને...
માંડવી: માંડવીની હરિયાલ જીઆઈડીસીમાં યાર્ન તેમજ ધાગા બનાવતી કંપની ચોકસી ટેક્સલેન પ્રાઇવેટ લિમિટેડ-યુનિટ-2, બ્લોક નં.211, પ્લોટ નં.4/ABCમાં અગમ્ય કારણોસર આગ (Fire) લાગતાં...
સુરત: બંદિવાનોના પુનઃસ્થાપન અને રોજગારી પ્રવૃત્તિના ભાગરૂપે સુરત શહેરની અઠવાલાઈન્સ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી, ખાતે લાજપોર મધ્યસ્થ જેલ સુરતના બંદિવાનો (Captives)...
નવી દિલ્હી: ઈસરોનું (ISRO) ચંદ્રયાન-3 (Chandrayan-3) મિશન ઈતિહાસ લખવાથી માત્ર એક ડગલું દૂર છે. શનિવારે રાત્રે 2 વાગ્યે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર વિક્રમમાં...
સુરત: ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં સાઇબર સેલના પોલીસ કર્મીને મહિલાઓએ જાહેરમાં માર મારતો વિડીયો (Video) સામે આવ્યો છે. એટલું જ...
લદ્દાખ: (Ladakh) લદ્દાખમાં એક દર્દનાક અકસ્માત (Accident) થયો છે. એક વાહન ખાઈમાં પડતાં ભારતીય સેનાના (Indian Army) 9 જવાનોના મોત થયા છે....
ભરૂચ: (Bharuch) થોડા સમય પહેલા ભરૂચ ભાજપના (BJP) ટોચના મહિલા (Lady) આગેવાનના વડોદરાના યુવક સાથે પ્રેમસંબંધ હોવાના પ્રેમાલાપના ફોટા સોશિયલ મીડિયા (Social...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) સુબીર તાલુકાનાં ગામોમાંથી (Village) મજૂરી કામ કરી ઘરે પરત ફરી રહેલા 17 મજૂર ભરેલો પીક અપ...
નવસારી: (Navsari) લગ્ન વગર શારિરીક સબંધ રાખવાં અને પાછળથી પસ્તાવાનો વારો આવે ત્યારે ઘણું મોડું થાય છે. યુવતીઓ માટે લાલબત્તી સમાન એક...
આણંદ: (Anand) આણંદ કલેક્ટરની (Collector) ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવના મામલે એટીએસએ (ATS) મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ બાદ તેઓને...
પારડી: (Pardi) પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામે રિક્ષામાં સુરત-નવસારીની (Surat Navsari) મહિલાઓને દારૂની (Alcohol) હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડી હતી. પારડી પીઆઇ બી.જે....
ઝઘડિયા: નર્મદા નદીના (Narmada River) રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકૂળ આશ્રયસ્થાન બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં...
ઓલપાડ: (Olpad) ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામની (Village) સીમમાંથી સ્થાનિક પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ (Alcohol) ઝડપી પાડયો હતો. જેમાં નાની મોટી વિદેશી...
ઝારખંડ: ઝારખંડમાં (Jharkhand) એક આઘાતજનક ઘટના બની છે. અહીં કૂવામાં ( well) પડેલા બળદને (Bull) બચાવવા માટે 6 લોકોના મોત (Death) થયા...
ભરૂચ(Bhaurch) : વાલીયાના (Valiya) રૂંધા ગામે ચંદન તસ્કર (Sandalwood smuggler) દંપતીના બંધ ઘરમાંથી ચંદનનાં પાઉડર, ચિપ્સ સહિત 11 વસ્તુઓ મળીને અંદાજે રૂ....
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
ભરૂચ: (Bharuch) સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) સપાટી પ્રવર્તમાન ચોમાસાની (Monsoon) મૌસમમાં સૌપ્રથમ વખત ૧૩૨ મીટરને સર કરી જશે. ડેમ હવે તેની સર્વોચ્ચ સપાટીને સ્પર્શવાથી માત્ર ૬.૭૫ મીટર દૂર છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૭૯,૮૭૨ ક્યુસેક પાણીના જથ્થાની આવક સામે ૫૭ હજાર ક્યૂસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે.
ડેમની સપાટીમાં વીતેલા ૨૪ કલાકમાં ૧૫ સેમીનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર પહેલેથી જ સાબદુ છે. જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારો, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને વોર્નિંગ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ત્રણ તાલુકાના નદી કિનારાના ગામોમાં વોર્નિંગ ઈશ્યુ કરાઈ
ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે વોર્નિંગ મેસેજથી સાવચેત કરવામાં આવ્યાં છે. જરૂર જણાયે સ્થળાંતર પ્લાન અધ્યતન રાખવા પણ જણાવ્યું છે.
રવિવારની સાંજે 6 વાગ્યે સપાટી 131.93 મીટર
રવિવારે સાંજે ૬ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૩ મીટરે નોંધાઈ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૭૦૭૭૩ ક્યૂસેક, જ્યારે રિવરબેડ પાવરહાઉસ સહિત ટોટલ જાવક ૫૭૧૭૧ ક્યૂસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી પાણીની જાવક ૧૨૨૫૦ ક્યૂસેક થઈ રહી છે.