Dakshin Gujarat

ઝઘડિયા: નર્મદા નદીના કિનારે એક વ્યક્તિ પશુઓને પાણી પીવડાવવા ગયો અને મગરે પગ ખેંચી લીધો

ઝઘડિયા: નર્મદા નદીના (Narmada River) રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકૂળ આશ્રયસ્થાન બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપભેર વધારો થઇ રહ્યો છે. જે નદી કિનારે જતાં માનવીઓ સહિત પ્રાણીઓ માટે ભયજનક છે. ઝઘડિયા (Jhagdiya) તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં હિંસક મગરે (Crocodiles) હુમલો (Attack) કરતાં એક 50 વર્ષીય આધેડનું કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપારડી ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે રહેતા 50 વર્ષીય પશુપાલક વિનુભાઇ શનાભાઇ વસાવા શુક્રવારે બપોરના ત્રણ વાગ્યેના આસપાસ પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે નર્મદા નદીના કિનારે લઇ ગયા હતા. ત્યારે પશુઓ નદીમાંથી પાણી પીને જલ્દીથી બહાર ન આવતાં વિનુભાઇ પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા. એ વેળાએ અચાનક નદીના પાણીમાંથી આવી ચઢેલા હિંસક મગરે વિનુભાઇનો જમણો પગ પકડીને જોરદાર રીતે નદીમાં ખેંચ્યો હતો.

  • હવે નર્મદા નદીમાંના મગરો માનવીઓ માટે જોખમકારક બન્યા!
  • મગરે 57 વર્ષીય પશુપાલકનો જમણો પગ પકડીને જોરદાર રીતે નદીમાં ખેંચ્યો

વિનુભાઈને મગરે ખેંચ્યો હોવાથી પાણીમાં છબછબિયાંનો અવાજની જાતે ગામનો યુવક નીલેશ ગુરુદેવભાઈ વસાવાએ બુમાબુમ થતાં અન્ય સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા. એ ઘટનામાં મગરના હુમલામાં નદીમાં ખેંચાઇ રહેલા વિનુભાઇના ફક્ત હાથ જ બહાર દેખાતો હતો. ત્યારે ગ્રામજનોએ મળીને મગરનો સામનો કરી વિનુભાઈને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવાનો નિર્ણય લીધો હતો. અનેક ગ્રામજનોએ મળીને વિનુભાઇને બહાર ખેંચતા મગરના પંજામાંથી તો છુટી ગયા પણ ગંભીર રીતે ઘવાયેલા હતા.

ગંભીર ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઈને ગ્રામજનોએ તાત્કાલિક અવિધા સરકારી દવાખાને લઇ જતાં ફરજ પરના તબીબે તેમણે તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવ સંદર્ભે જુનાપોરાના નીલેશ વસાવાએ રાજપારડી પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા પંથકમાં નર્મદા નદીના તટે રહેનારા લોકો માટે પાણીના વહેણમાં ન્હાવું હવે દિનપ્રતિદિન જોખમકારક બની ગયું છે.

અગાઉ પ્રાંકડ ખાડીમાંથી મળ્યો હતો 7 ફૂટ લાંબો મહાકાય મગર
થોડાક દિવસો અગાઉ ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગામેથી પસાર થતી નાનકડી ખાડીમાં મગર દેખાતા હોવાથી સ્થાનિકોમાં ભારે ઉચાટ વ્યાપી ગયો હતો. આ ખાડીમાં આશરે સાત ફૂટ લાંબા મહાકાય મગરને વન વિભાગ ટીમ ઝઘડિયા દ્વારા પાંજરે પુરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વન વિભાગની ટીમે મગરને સુરક્ષિત જગ્યાએ છોડતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top