Top News

More Posts

   The Latest

Most Popular

અનંતનાગ: (Anantnaag) જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) અનંતનાગમાં બુધવારે સુરક્ષાદળોના (Security Forces) ત્રણ જવાનો શહીદ (Shaheed) થયા બાદ ભારતનું એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ છુપાયેલા આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. સમગ્ર વિસ્તાર પર નજર રાખવા માટે સેના અને સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા દળો દ્વારા નાના ક્વોડકોપ્ટર અને મોટા ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે.

આ પહેલા ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને રાષ્ટ્રીય રાઈફલ્સના વિક્ટર ફોર્સ કમાન્ડર મેજર જનરલ બલબીર સિંહે એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધી હતી. સેનાએ કહ્યું કે આ ઓપરેશનમાં સુરક્ષાકર્મીઓ જંગલ વિસ્તારમાં અત્યંત સક્ષમ સર્વેલન્સ પોડ્સ સાથે સતત ડ્રોન ઉડાવી રહ્યા છે. આ સાથે જ્યારે જરૂર હોય ત્યારે સુરક્ષા કર્મચારીઓ અંધારામાં કોઈપણ અવરોધ વિના કામ કરવા માટે નાઇટ વિઝન ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. ચિનાર કોર્પ્સ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

જણાવી દઈએ કે જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌનેક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ શહીદ થયા હતા. ચોક્કસ બાતમીના આધારે આ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા ગયેલા આર્મી ઓફિસરો આગળથી સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી.

અનંતનાગ એન્કાઉન્ટર પર કેન્દ્રીય મંત્રીનું નિવેદન
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌનેક અને ડીએસપી હુમાયુ ભટના બલિદાન પર કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આપણે વિચારવું પડશે કારણ કે જ્યાં સુધી આપણે પાકિસ્તાનને અલગ નહીં કરીએ ત્યાં સુધી તેઓ વિચારશે કે આ સામાન્ય વાત છે.

તેમણે કહ્યું કે જો આપણે તેમને દબાણમાં લાવવું હોય તો આપણે તેમને અલગ કરવો પડશે. તેમને જાણવાની જરૂર છે કે જ્યાં સુધી તમે જાતે સામાન્ય ન બનો ત્યાં સુધી કોઈ સામાન્ય સંબંધ અસ્તિત્વમાં નથી. પાકિસ્તાન સાથે ક્રિકેટ અને ફિલ્મોના સંબંધો સારા નથી. આપણે પાકિસ્તાન પર દબાણ લાવવું પડશે.

TRF એ જવાબદારી લીધી
જણાવી દઈએ કે ત્રણ શહીદ જવાનો આર્મી મેડલ વિજેતા કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને નાયબ પોલીસ અધિક્ષક હુમાયુ ભટ તરીકે કરવામાં આવી છે. એન્કાઉન્ટર દરમિયાન ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં મૃત્યુ પામ્યા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર ફ્રન્ટ (TRF)એ લીધી છે. કર્નલ મનપ્રીત મોહાલીના ભદૌજિયા ગામના રહેવાસી હતા, મેજર આશિષ પાણીપતના સેક્ટર 7ના રહેવાસી હતા અને ડીએસપી હુમાયુ પુલવામા જિલ્લાના ત્રાલના રહેવાસી હતા. કહેવાય છે કે કોકરનાગના ગદ્દલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ મંગળવારે સાંજે સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની 19 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ની સંયુક્ત પાર્ટીએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

To Top