SURAT

ગ્રીષ્માનું મર્ડર થયું હતું તે જ રીતે સચિનમાં ઘરના ઓટલા પર જ પ્રેમીએ લોકોની નજર સામે પ્રેમિકાને મારી નાંખી

સુરત(Surat) : ગ્રીષ્મા હત્યાકાંડની (GrishmaMurder) ભયાનક યાદોને માનસપટ પર તાજી કરતી ઘટના ફરી એકવાર સુરત શહેરમાં બની છે. શહેરના સચિન જીઆઈડીસી (Sachin GIDC) વિસ્તારમાં પ્રેમીએ સરાજાહેર પ્રેમિકાની હત્યા (GirlFriendMurder) કરી છે.

  • એક જ ગામના વતની યુવક-યુવતી વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો
  • ત્રણ વર્ષ જૂની લવસ્ટોરીનો કરૂણ અંજામ
  • સચીન જીઆઈડીસીમાં પ્રેમીએ પ્રેમિકાને મારી નાંખી

ત્રણ વર્ષથી બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા. કોઈક વાતે બંને વચ્ચે તકરાર થતા ગુસ્સે ભરાયેલા પ્રેમીએ આજે પ્રેમિકાની ધારદાર હથિયારના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરી હતી. મર્ડરના મેસેજ મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે તપાસ હાથ ધરી છે.

સચિન GIDC પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી હોવાનું અને 3 વર્ષથી બન્ને એકબીજાના પ્રેમ સંબંધમાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 3 વર્ષથી પ્રેમી જ યુવતીનો ખર્ચ પણ ઉપાડતો હતો. યુવતીએ પ્રેમીને છોડી અન્ય યુવક સાથે લગ્ન કરવાની વાત કરતા હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

જાહેરમાં હત્યા કરાયેલી યુવતીનું નામ નીલું ગુલામશકર વિશ્વકર્મા હોવાનું જાણવા મળ્યું છે. હત્યારો કમ પ્રેમી એવો આરોપી શૈલેષ રાધિકા વિશ્વકર્મા હાલ નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. હત્યારો યુવક અને યુવતી એક જ ગામના અને પાડોશી હતા. સચિન GIDC પોલીસે ગુનો તપાસ હાથ ધરી છે. યુવતીની જાહેરમાં હત્યા થતા લોકો જોઈ રહ્યા બાદ પણ મૂકપ્રેક્ષક બની રહ્યા હોવાનું સામે આવ્યું છે.

ગુલાબશકર વિશ્વકર્મા (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે ચાર સંતાનોમાં નીલુ બીજા નંબરની દીકરી હતી. ધોરણ-10 પાસ કર્યા બાદ ઘરે જ રહેતી હતી. હત્યારો વર્ષોથી પાડોશમાં જ રહેતો હતો. અમારા ઘરના ઓટલા પર જ દીકરી ની ઘા મારી નિર્મમ હત્યા કરી ભાગી ગયો હતો.

લગભગ 2 વર્ષ પહેલા પણ આ બિહારી પરિવારે અમારા આખા પરિવાર ને મારી નાંખવાની ધમકી આપી હતી. હત્યારો શૈલેષ ને બે ભાઈ અને માતા-પિતા સાથે રહે છે. શૈલેશન પિતા રિક્ષા ચાલક છે. વર્ષમાં બે વાર ઝગડો કરતા આવ્યા છે. આખા પરિવાર પર રિક્ષા ચઢાવી પતાવી દેવાની ધમકી પણ આપતા હતા. હાલ નીલુ હત્યા કેસમાં પોલીસે આરોપી શૈલેશની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top