SURAT

VIDEO: ‘બચાવો, બચાવો..’ની બૂમો સાંભળી લોકો દોડ્યા, જોયું તો દંપતિ લિફ્ટની અંદર ફસાયેલું હતું

સુરત(Surat) : અડાજણ પાલ રોડ (Pal) પર આવેલા રાજ કોર્નર નામની બિલ્ડીંગની લિફ્ટમાં (Lift) પતિ પત્ની (Couple) ફસાઈ (Trapped) જતા બૂમાબૂમ થઈ ગઈ હતી. દંપતિની બૂમો સાંભળી બિલ્ડિંગના લોકો મદદે દોડી ગયા હતા અને બંધ લિફ્ટમાંથી ફસાયેલા દંપતિને બહાર કાઢ્વામાં આવ્યા હતા. અવાર નવાર રાજ કોર્નર લિફ્ટ ખોટકાઈ જતી હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. બિલ્ડીંગમાં ટ્યુશને આવતા બાળકો સાથે કોઈ ઘટનાં બને તો જવાબદાર કોણ એવા પ્રશ્નો રહીશો ઉઠાવી રહ્યાં છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બુમાબુમ સાંભળી દોડી ગયા તો ખબર પડી કે લિફ્ટમાં કોઈ ફસાયું છે. લિફ્ટ બંધ દરવાજા વાળી હતી. એટલે વેનટિલેશન નો પણ અભાવ હતો. મહિલા અને પુરુષ ‘બહાર કાઢો, બચાવો’ એવી બુમો પાડતા હતા. બસ તાત્કાલિક લોકોને ભેગા કર્યા અને લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. લિફ્ટ નહીં ખૂલતા ટેક્નિશિયન ને પણ ફોન કર્યો હતો. આખરે જેમ તેમ લિફ્ટ ખુલતા સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. લિફ્ટમાં ફસાયેલા દંપતીએ પણ હાશકારો અનુભવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે થોડીવાર તો વિચારતા જ રહ્યા કે લિફ્ટના નાનકડા ગેપમાંથી વજનદાર દંપતિ ને બહાર કેમ કાઢવા, જોકે આખરે વોચમેન પ્લાસ્ટિકના ટેબલ લઈ ને આવ્યો અને બે ટેબલ ભેગા કરી લિફ્ટની અંદર આપ્યા બાદ દંપતિ ટેબલ પર ચઢીને એક પછી એક બહાર નીકળ્યા હતા. આ લિફ્ટ વારંવાર ખોટકાઈ જાય છે. બિલ્ડિંગમાં સ્કૂલના બાળકો ટ્યુશને પણ આવે છે. ભૂલમાં કોઈ બાળક લિફ્ટમાં ફસાઈ જાય અને કોઈ અનહોની થાય તો જવાબદાર કોણ એવા પ્રશ્નો સામે આવ્યા છે.

Most Popular

To Top