Gujarat

‘આયુષ્યમાન ભવ:’ અભિયાનનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતથી શુભારંભ કર્યો

ગાંધીનગર: રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) આજે રાજભવન ગાંધીનગર (Gandhinagar) ગુજરાતથી (Gujarat) દૂરદર્શી ‘આયુષ્માન ભવ:’ અભિયાન તેમજ આયુષ્માન ભવ પોર્ટલનો વર્ચ્યુઅલ શુભારંભ કર્યો હતો. રાષ્ટ્રપતિની સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યોના રાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યોના આરોગ્ય મંત્રીઓ જોડાયા હતા.

  • ‘આયુષ્યમાન ભવ:’ પોર્ટલ પણ ખૂલ્લું મુક્યું: સાર્વત્રિક આરોગ્ય કવરેજ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે: મુર્મૂ

રાષ્ટ્રપતિએ સંબોધનમાં ભારતના છેવાડા સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનાં મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્માન ભવ અભિયાન દ્વારા અપનાવવામાં આવેલા બહુ-મંત્રાલય અભિગમની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રયાસની સફળ સિદ્ધિમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ અભિયાન અને પોર્ટલની આ ઐતિહાસિક શરૂઆત સાર્વત્રિક આરોગ્ય કવરેજ (યુએચસી) હાંસલ કરવા અને બધા માટે આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાની દિશામાં નોંધપાત્ર હરણફાળ છે, કેમ કે તે ખાસ કરીને વંચિત લોકો માટે આરોગ્યસંભાળ સેવાઓની સુલભતા અને પરવડે તેવી ક્ષમતાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.”

“અંત્યોદય” જેનો અર્થ થાય છે “બધા માટે સારું સ્વાસ્થ્ય અને કોઈને પાછળ ન છોડો”ની ફિલસૂફી પર ભાર મૂકતા દ્રૌપદી મુર્મુએ આ પ્રયાસમાં સ્થાનિક શાસનની સામેલગીરી અને સમર્થનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે જે ગ્રામ પંચાયતો તેમનાં લક્ષ્યોને સફળતાપૂર્વક હાંસલ કરશે તેમને આયુષ્માન ગ્રામ પંચાયતો તરીકે જાહેર કરવામાં આવશે. નિયત સમયમાં નિર્ધારિત ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સરકારની ભૂમિકા અને તેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા તેમણે સેવા સપ્તાહ (17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર, 2023 સુધી)ની પહેલની પ્રશંસા કરી હતી, જે દરેક વ્યક્તિને આવશ્યક આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.

દેશ અને સમાજના વિકાસ માટે રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ : મુર્મૂ
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે દેશમાં વિજ્ઞાન હોય કે ટેકનોલોજી, સંરક્ષણ હોય કે રમતગમત, પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. ત્યારે મારૂં માનવું છે કે દેશ અને સમાજના વિકાસ માટે રાજકારણમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવું જોઇએ. દેશના સર્વાંગી વિકાસ માટે અડધી વસતીની ભાગીદારી મહત્વપૂર્ણ ગણતાં તેમણે કહ્યું કે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓની મેં જ્યારે મુલાકાત લીધી છે ત્યારે મહિલાઓની જીવનમાં આગળ વધવાની અને દેશ તેમજ સમાજ માટે કંઇક કરવાની આકાંક્ષાઓ મેં જોઇ છે. મહિલાઓને યોગ્ય તકો આપવામાં આવે છે. તેઓ પુરૂષો સાથે ખભેખભા મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશનનું ઉદ્દઘાટન કર્યા પછી વિધાનસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે. સભાગૃહે સમયાંતરે ઘણાં પ્રશંસનીય પગલાં લીધાં છે. આજે ઇ-એસેમ્બલીનું ઉદ્ધઘાટન એ એક મહત્વપૂર્ણ પગલું છે જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે. સભાગૃહના સભ્યોને સંબોધતાં તેમણે કહ્યું કે ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. “એક રાષ્ટ્ર એક એપ્લિકેશન”ના ધ્યેયથી પ્રેરિત આ પહેલ ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે અને ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.

Most Popular

To Top