Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી(NewDelhi) : કેનેડામાં (Canada) વધી રહેલી ખાલિસ્તાની (Khalishtani) ગતિવિધિઓને લઈને મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની (Pakistan) ગુપ્તચર એજન્સી ISI કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓને વધારવા માટે ફંડિંગ કરી રહી હોવાની માહિતી બહાર આવી છે. છેલ્લા કેટલાક મહિનામાં કેનેડામાં રહેતા ખાલિસ્તાની હેન્ડલર્સને ISI તરફથી મોટી રકમનું ફંડિંગ મળ્યું છે. આ ફંડનો ઉપયોગ લોકોને વિરોધ પ્રદર્શનના સ્થળો પર લઈ જવા, પોસ્ટર, બેનરો બનાવવા અને યુવાનોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અહીં ભારતથી ભણવા જતા વિદ્યાર્થીઓને પણ કાવતરામાં સામેલ કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

25 સપ્ટેમ્બરે કેનેડામાં ભારત વિરુદ્ધની ખાલિસ્તાનીઓની રેલી, હિંસાનો ભય
આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ કેનેડામાં ખાલિસ્તાનીઓ ભારત વિરુદ્ધ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવાના છે. આ રેલીમાં હિંસા થવાની સંભાવના છે. હકીકતમાં, કેનેડામાં ખાલિસ્તાનીઓએ 25 સપ્ટેમ્બરે ભારતીય હાઈ કમિશનની સામે પ્રદર્શન કરવાની યોજના બનાવી છે. કેનેડામાં તૈનાત ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય નાગરિકોને ખાસ સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેનેડામાં રહેતા 20 થી વધુ ખાલિસ્તાનીઓ પાકિસ્તાનની ISI સાથે મળીને કેનેડામાં ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યા છે.

ભારતે 9 ખાલિસ્તાન સમર્થિત સંગઠનોની યાદી સોંપી
ભારતે કેનેડાને 9 ખાલિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોની યાદી સોંપી છે, જે કેનેડામાં રહીને પંજાબ અને ભારતના અન્ય સ્થળોએ સતત હિંસા અને આતંકવાદી ષડયંત્રો ચલાવી રહ્યા છે. તેમ છતાં કેનેડાના પીએમ ટ્રુડો કોઈપણ તથ્ય કે પુરાવા વગર ભારત પર મનઘડત આરોપો લગાવી રહ્યા છે.

પાકિસ્તાન સંબંધિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ અફવાઓ ફેલાવી રહ્યા છે
પાકિસ્તાન સાથે જોડાયેલા ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અફવાઓ ફેલાવી રહ્યા છે.પાકિસ્તાની લિંક ધરાવતા આવા ઘણા ટ્વિટર એકાઉન્ટ મળી આવ્યા છે. આ એકાઉન્ટ્સ કેટલાક જૂના વીડિયો શેર કરીને આગમાં તેલ નાંખી રહ્યા છે.

To Top