Business

જિયોની એરફાઈબર સર્વિસ શરૂ થઈ, માત્ર આટલા રૂપિયામાં ફૂલસ્પીડ ઈન્ટરનેટ મળશે

નવી દિલ્હી: રિલાયન્સ (Reliance) દ્વારા જિયો એરફાઈબર (JioAirfiber) લોન્ચ કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ (MukeshAmbani) ગયા વર્ષે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં કેબલ વિનાના ઈન્ટરનેટની જાહેરાત કરી હતી. તે સમયે મુકેશ અંબાણીએ એવી માહિતી આપી હતી કે આવતા વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે જિયો એરફાઈબરની સર્વિસ શરૂ કરવામાં આવશે. તે જાહેરાત અનુસાર આજથી જિયો એરફાઈબર સર્વિસ શરૂ કરવામાં આવી છે. હાલમાં આ સર્વિસ 8 મેટ્રો સિટીમાં શરૂ કરાઈ છે, ધીમે ધીમે તેને અન્ય શહેરો સુધી વિસ્તારવામાં આવશે.

આ નવી સર્વિસ માટે રિલાયન્સ દ્વારા બુકિંગ શરૂ કરી દેવાયું છે. જિયોની સત્તાવાર વેબસાઇટ અને જિયો સ્ટોર પરથી આ સર્વિસ બુક કરાવી શકાય છે. જિયો પાસે જિયો ફાઈબર હેઠળ પહેલાથી જ 1 કરોડ કનેક્શન છે. કંપની જિયો એરફાઈબર દ્વારા તેનો વિસ્તાર કરવા માંગે છે.

પહેલાં તબક્કામાં આ આઠ શહેરોમાં સર્વિસ ઉપલબ્ધ કરાવાઈ
કંપનીએ પહેલાં તબક્કામાં દેશના 8 મેટ્રો શહેરોમાં જિયો એરફાઈબર લોન્ચ કર્યું છે. જિયો એરફાઈબર એ એક સંકલિત એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે. જેમાં હોમ એન્ટરટેઈનમેન્ટ, સ્માર્ટ હોમ સર્વિસ અને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. કંપનીએ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં Jio AirFiber લોન્ચ કર્યું છે.

રિચાર્જ પ્લાન શું છે?
કંપનીએ આ સર્વિસના પ્લાનને બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યા છે. જેમાં તમને એરફાઇબર અને એરફાઇબર મેક્સ પ્લાન મળશે. યુઝર્સને 1Gbps સુધીની સ્પીડ મળશે. એરફાઈબર પ્લાનમાં 30Mbps અને 100Mbpsની સ્પીડ મળશે. જ્યારે એરફાઇબર મેક્સમાં યુઝર્સને 300Mbps, 500Mbps અને 1Gbpsની સ્પીડ મળશે.

જિયો એરફાઈબરનો 599 નો પ્લાન
જિયો એરફાઈબરનો બેઝિક પ્લાન 599 રૂપિયાનો છે. જો કે, તે માટે યુઝર્સે અલગથી GST ચૂકવવો પડશે. આ ઉપરાંત 30Mbpsની ઝડપે અમર્યાદિત ડેટા, Disney + Hotstar, SonyLIV, Zee5 અને અન્ય 11 OTTની ઍક્સેસ મળશે. આ પ્લાન 6 મહિના અને 12 મહિના માટે ખરીદી શકાય છે.

જિયો એરફાઈબરનો 899 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની કિંમત 899 રૂપિયા છે, જેમાં GST અલગથી ચૂકવવો પડશે. આ પ્લાનમાં યુઝર્સને 100Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળે છે. 6 મહિના અને 12 મહિના માટે પ્લાન ખરીદી શકાય છે. યુઝર્સને OTT પ્લેટફોર્મનું ઍક્સેસ પણ મળે છે.

જિયો એરફાઈબરનો 1,199 નો પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને 100Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળશે. તેની કિંમત 1199 રૂપિયા + GST ​​છે. યુઝર્સને Netflix, Amazon Prime Video, Disney + Hotstar અને અન્ય 13 એપ્સની ઍક્સેસ મળશે.

Most Popular

To Top